રાજકોટમાં ગેરકાયદે બાંધકામો રેગ્યુલર કરવા માટે RMCને 8304 અરજીઓ મળી, રવિવારે છેલ્લો દિવસ
રાજકોટઃ ગુજરાતના મહાનગરોમાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે સરકારે ઈમ્પેક્ટ ફીનો કાયદો બનાવ્યો છે. જેમાં ગેરકાયદે બાંધકામોને નિયત ફી ભરીને રેગ્યુલર કરી શકાય છે. આ યોજનાનો લાભ લેવા માગતા અરજદારો માટે આગામી રવિવાર તા.17 ડિસેમ્બરે છેલ્લો દિવસ છે. રાજકોટ શહેરમાં આ યોજનાનો લાભ લેવા માટે શહેરીજનો ઓનલાઈન અને ઓફલાઇન બંને માધ્યમોથી અરજીઓ કરી રહ્યા છે […]