1. Home
  2. Tag "aap"

AAPને તોડીને BJPમાં આવી જાઓ, તમામ CBI-ED કેસ બંધ કરાવી દઈશું: સિસોદિયાનો દાવો

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં એક્સાઈઝ નીતિમાં કથિય કૌભાંડમાં આમ આદમી પાર્ટી (આપ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે. કૌભાંડમાં નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા બાદ લુકઆઉટ નોટિસ જાહેર કર્યા બાદ આજે મનિષ સિસોદિયાએ ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે દાવો કર્યો છે કે, ભાજપનો મેસેજ મળ્યો હતો જેમાં […]

ગુજરાત સરકારમાં 3.50 લાખ કર્મચારીઓની જગ્યાઓ ખાલી હોવા છતાં કેમ ભરાતી નથીઃ આપ’

અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષિત બેરોજગારીનો વિકટ પ્રશ્ન છે. ત્યારે આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી પહેલા જ સરકારમાં લાખો જગ્યાઓ ખાલી હોવા છતાં કેમ ભરાતી નથી એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. આપ’ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે જણાવ્યું હતું કે, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ 10 લાખ લોકોને રોજગાર આપવાની વાત કરી છે. ત્યારે ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું […]

રાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને આમ આદમી પાર્ટી આપશે સમર્થન

રાષ્ટ્રપતિ પદના વિપક્ષ ઉમેદવારને આપનું સમર્થન યશવંત સિન્હાને આમ આદમી પાર્ટી આપશે ટેકો દિલ્હીઃ- દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રપતિ ચૂંટણીની ચારેબાજૂ ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે રાષ્ટ્રપતિ પદના વિપક્ષાના ઉમેદવાર એવા યશવંત સિન્હાના પક્ષમાં હવે આમ આદમી પાર્ટી આવીને ઊભૂ રહ્યું છે.પ્રાપ્ત જાણકારી પ્રમાણે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે આ જાહેરાત કરી  છે. […]

ગુજરાતમાં આદિવાસી મતદારોના પ્રભુત્વ ધરાવતી 40 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ’ની મથામણ

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ મતદારોને રિઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે, રાષ્ટ્રીય નેતાઓની સભાઓ પણ યોજવામાં આવી રહી છે. ભાજપે માઈક્રો પ્લાનિંગ કર્યું હોવા છતાં આદિવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી 40 બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આક્રમક પ્રચારથી ભાજપને ચિંતા પેઠી છે. […]

ગુજરાતમાં ‘ આપ ’ દ્વારા પરિવર્તન યાત્રાનો પ્રારંભ, તમામ વિધાનસભા બેઠકો પર લોકસંપર્ક કરાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના 6 અલગ અલગ સ્થળોએથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાયો છે. આ પરિવર્તન યાત્રા 182 વિધાનસભા વિસ્તારોમાં ફરીને લોક સંપર્ક કરશે, ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક નાગરિકોના પ્રશ્નોને […]

તેજિંદર બગ્ગાને હાઈકોર્ટમાંથી રાહત મળી, હવે 5 જુલાઈ સુધી ધરપકડ થઈ શકશે નહીં

તેજિંદર બગ્ગાને હાઈકોર્ટમાંથી રાહત 5 જુલાઈ સુધી ધરપકડ પર રોક ચંડીગઢ: પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં તેજિંદર બગ્ગાના ધરપકડ વોરંટ મામલે સુનાવણી શરૂ થઈ ગઈ છે. પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં જસ્ટિસ ચિત્કારાની કોર્ટ આ મામલે સુનાવણી કરી રહી છે. સુનાવણીની શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે હેબિયસ કોર્પ્સની અરજીમાં બગ્ગાનો ક્યાંય ઉલ્લેખ નથી. માત્ર પોલીસ અધિકારીઓનો ઉલ્લેખ છે. તે […]

સુરત, અમદાવાદ બાદ હવે કેજરીવાલની સૌરાષ્ટ્ર પર નજર, રાજકોટની મુલાકાતે આવશે

11મે ના કેજરીવાલ શહેરમાં સભા ગજવશે શાસ્ત્રીમેદાનમાં સાફસફાઈ શરૂ આપના નેતાઓ તૈયારીમાં જોડાયા રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીમાં હલચલ શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં આપને મજબૂત કરવા દિલ્હીના મુખ્યમંત્રી 11 મેએ રાજકોટની મુલાકાતે આવી ચૂંટણી પ્રચાર કરશે. શહેરના શાસ્ત્રીમેદાન ખાતે સાંજે 5 વાગ્યે જાહેરસભા યોજાશે. આથી રાજકોટ આપના નેતાઓએ સભાસ્થળે શાસ્ત્રીમેદાનમાં સાફ […]

ગુજરાત પોલીસ પર આપ પાર્ટીએ લગાવ્યો ખોટો આરોપ,પોલીસે કર્યો આરોપને લઈને ખુલાસો

રાજકોટ : પંજાબ કેટલીક વસ્તુ કેટલીક હદે મફત અને ફ્રી આપવાની જાહેરાત કરીને જીત મેળવ્યા પછી હવે આપ પાર્ટી ગુજરાત પર નજર કરીને બેઠી છે. ગુજરાતમાં હવે આપ પાર્ટી પોતાનું દમખમ વધારવા માટે રાજ્યની પોલીસને પણ છોડે તેમ નથી ત્યારે ગુજરાત આપ દ્વારા પોલીસ પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો, અને તેનો વળતો અને સાચો જવાબ પણ […]

ગુજરાતમાં પગપેસારો કરવાનો આપ પાર્ટીનો પ્રયાસ, રાજ્યમાં સ્કૂલોની કરશે મુલાકાત

ગુજરાતમાં ભાજપને લડત આપવા આપ પાર્ટીની તૈયારી કોંગ્રેસને નુક્સાનની સંભાવના મનીષ સિસોદિયા ગુજરાતની સરકારી સ્કૂલોની મુલાકાત લેશે અમદાવાદ: પંજાબમાં જીત મેળવ્યા બાદ હવે આ પાર્ટીની નજર ગુજરાતની આવનારી વિધાનસભાની ચૂંટણી પર છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે ગુજરાતની સરકારી સ્કૂલોની મુલાકાત લેવાના છે. જાણવા મળી રહ્યું છે કે આજે […]

ગુજરાતમાં શાળાઓની હાલત કેવી છે, તે નિહાળવા માટે ‘આપ’ના મનીષ સીસોદિયા અમદાવાદ આવશે

અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણને લઈને રાજકિય માહોલ ગરમાયો છે. શાળાઓમાં પુરતા શિક્ષકો નથી, અંતરિયાળ ઘણાબધા ગામોમાં પુરતા શાળાઓના ઓરડા નથી, વિદ્યાર્થીઓને ખૂલ્લામાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. ઘણીબધી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નથી. પીવાના પાણીના પણ વ્યવસ્થા નથી. આવી સ્થિતિ હોવા છતાં શિક્ષણ મંત્રી જીતુ વાધાણીએ એવો બફોટ કર્યો હતો કે ગુજરાતમાં જેમને શિક્ષણ સારૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code