1. Home
  2. Tag "aap"

સોમનાથ મહાદેવના દર્શન કરીને મંદિર બહાર આવતા આપના ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવીનો વિરોધ કરાયો

વેરાવળઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો ત્યારે આમ આદમી પાર્ટીએ લોક સંપર્ક અભિયાન શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી  હાલ ગીર-સોમનાથના પ્રવાસે આવ્યા હતા. જે અનુસંધાને બન્ને નેતાઓએ આજે સોમવારે સોમનાથ દાદાના દર્શન કર્યાં હતાં. આ દરમિયાન મંદિર બહાર બંને નેતાઓનો જોરદાર વિરોધ […]

સુરતમાં મનીષ સિસોદિયાની હાજરીમાં હીરાના વેપારી મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા

સુરતઃ ગુજરાત વિધાન સભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરીને નવા કાર્યકરો અને પાર્ટીઓના નેતાઓને સમાવવાનો ભરતી મેળો પણ શરૂ કરી દીધો છે. સુરતમાં પાર્ટીના અગ્રણી અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની આજે મુલાકાત દરમિયાન હીરાના વેપારી મહેશ સવાણી સિસોદિયાને મળતા રાજકીય માહોલ ગરમાયો હતો. અને મહેશ […]

વિધાનસભા ચૂંટણી 2022: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા ગુજરાતની મુલાકાત

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મતદારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. તેમજ સુરત કોર્પોરેશનમાં પ્રજાએ આપને વિપક્ષની જવાબદારી સોંપી છે. જેથી હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો વ્યાપ વધારવા ઈચ્છી રહી છે. એટલું જ નહીં તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવેલા આપના વડા અરવિંદ કેજરિવાલે 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રખાશેઃ કેવરીવાલ

અમદાવાદઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી વધારનારી આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. તેમજ તેમણે ગુજરાતમાં આપના વિસ્તરણની નેમ વ્યક્ત કરી હતી. ગુજરાતને દિલ્હીથી અલગ વિકાસના મોડેલનો દાવો પણ કર્યો હતો. આ ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત પણ […]

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે અમદાવાદ આવશેઃ અનેક કાર્યકર્તા આપમાં જોડાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એકાદ વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસમાં પ્રદેશનું નેતૃત્વ બદલાય ત્યારબાદ જ ચૂંટણીની તૈયારીઓ શરૂ થશે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરવા માટે 14મી તારીખે અમદાવાદની મુલાકાતે […]

સુરત ભાજપમાં પડ્યુ ગાબડું : 300 કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાયાં

સુરતઃ સુરત મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં સબળ વિપક્ષનું સ્થાન મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. તેમજ પાર્ટીમાં કાર્યકર્તાઓની સંખ્યા વધારી રહી છે. સુરત મ્યુનિમાં  વિરોધ પક્ષમાં હોવાની સાથે આમ આદમી પાર્ટી ભાજપ માટે ચિંતાનો વિષય બની રહી છે. સુરતમાં પાછલા થોડાક જ દિવસોમાં ભાજપના સક્રિય કાર્યકર્તાઓ પાર્ટી છોડીને આપ સાથે જોડાયા […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પો.ની ચૂંટણીના પ્રચારમાં કોરોનાનું ગ્રહણઃ ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર

અમદાવાદઃ કોરોનાના વધતા કેસો વચ્ચે યોજાઈ રહેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે 12 દિવસ જ બાકી રહ્યાં છે. ભાજપ દ્વારા શક્ય હોય ત્યાં સુધી મોટી જાહેર સભા નહીં કરવાનો નિર્ણય લીધો છે. તો કોંગ્રેસમાં હજુ સુધી આવી કોઈ હલચલ જોવા મળી હતી. ત્યારે હાલ તો ભાજપ-કોંગ્રેસ અને આપ તમામ પક્ષો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગઃ આપ ભાજપ-કોંગ્રેસ માટે હારજીતનું કારણ બનશે

ગાંધીનગરઃ શહેરની મહાનગરપાલિકાની ચૂંટણી માટે 18 એપ્રિલે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે પણ આમ આદમી પાર્ટી કોના કેટલા મત બગાડે છે, તેના પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારનો હાર-જીતનો મદાર રહેલો છે. કોંગ્રેસના 5 રિપિટ સભ્યોને બાદ કરતાં ભાજપ, કોંગ્રેસ અને […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ સી.આર.પાટીલ અને પરેશ ધાનાણીના ગઢમાં ‘આપ’ની એન્ટ્રી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટીએ પણ ઉમેદાવારોને મેદાનમાં ઉતાર્યાં હતા. સુરત કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો ઉપર વિજ્ય મેળવીને ભાજપ અને કોંગ્રેસના નેતાઓની મુશ્કેલી વધારી હતી. હવે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ગઢ સુરત અને કોંગ્રેસના […]

સશક્ત ભાજપ… અશક્ત કોંગ્રેસ

ગુજરાતની 6 કોર્પોરેશનનું પરિણામ જાહેર ભાજપની 450થી વધારે બેઠકો ઉપર જીત આમ આદમી પાર્ટી અને AIMIMની એન્ટ્રી અમદાવાદઃ ગુજરાતમાં છ કોર્પોરેશનની ચૂંટણીના આજે પરિણામ જાહેર થયાં હતા. જેમાં ફરી એકવાર ભાજપે સત્તા હાંસલ કરી છે. 500 બેઠકોના લક્ષ્યાંક સામે ભાજપની 485 જેટલી બેઠકો ઉપર જીત થઈ હોવાનું જાણવા મળે છે. જ્યારે કોંગ્રેસની 44 જેટલી બેઠકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code