1. Home
  2. ગુજરાતી
  3. સુરત ભાજપમાં પડ્યુ ગાબડું : 300 કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાયાં
સુરત ભાજપમાં પડ્યુ ગાબડું : 300 કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાયાં

સુરત ભાજપમાં પડ્યુ ગાબડું : 300 કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાયાં

0
Social Share

સુરતઃ સુરત મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં સબળ વિપક્ષનું સ્થાન મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. તેમજ પાર્ટીમાં કાર્યકર્તાઓની સંખ્યા વધારી રહી છે. સુરત મ્યુનિમાં  વિરોધ પક્ષમાં હોવાની સાથે આમ આદમી પાર્ટી ભાજપ માટે ચિંતાનો વિષય બની રહી છે. સુરતમાં પાછલા થોડાક જ દિવસોમાં ભાજપના સક્રિય કાર્યકર્તાઓ પાર્ટી છોડીને આપ સાથે જોડાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે પાછલા બે જ દિવસમાં 300 જેટલા કાર્યકરોએ ભાજપનો સાથ છોડ્યો છે. અહીં નોંધનીય બાબત એ છે કે ગુજરાતના ભાજપના પાર્ટી અધ્યક્ષ સી.આર.પાટીલ સુરતના છે. તેમ છતાં આ પ્રકારે મોટી સંખ્યામાં કાર્યકરોએ છેડો ફાડવો એ ચોક્કસપણે વિચારવા લાયક બાબત છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે મજબૂત બની રહી છે. પાર્ટીનું કહેવું છે કે તેમની રાજનીતિથી પ્રભાવિત થઈને કાર્યકરો તેમની સાથે જોડાઈ રહ્યા છે અને આ પ્રક્રિયા ચાલુ રહેશે. આ સમગ્ર બાબતે સુરત શહેરના ભાજપ પ્રમુખ જણાવે છે કે, કાર્યકરો પાર્ટી છોડીને ગયા તે બાબત અમારા ધ્યાનમાં આવી છે. અમે તેની પાછળના કારણો જાણીને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું.

સુરત શહેરમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ સમયની સાથે વધી રહ્યું છે. લોકોના પ્રશ્નોને વાચા આપવાને કારણે લોકોમાં પાર્ટી પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. અને આ જ સ્થિતિમાં આટલી મોટી સંખ્યામાં સક્રિય કાર્યકરો ભાજપ છોડીને આપમાં જોડાયા તે ભાજપ માટે મોટો ચિંતાનો વિષય બન્યો છે. 300માંથી 200 કાર્યકરો તો માત્ર કામરેજ વિધાનસભા મતવિસ્તારના છે. આ સિવાય અન્ય સો જેટલા કાર્યકરો ખટોદરા વિસ્તારના છે. આ સમગ્ર બાબતે સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ કહ્યું કે, અમને વાત જાણવા મળી છે કે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અમે તેમનો સંપર્ક કરીને આ નિર્ણય પાછળના કારણો જાણવાનો પ્રયત્ન કરીશું.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code