1. Home
  2. Tag "Advertising"

ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર અંગે ટૂંક સમયમાં થશે જાહેરાત : યુએસ

યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર “ખૂબ સારી પ્રગતિ” થઈ છે. આ અંગે ટૂંક સમયમાં કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો થઈ શકે છે. તેમણે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની ભારત મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વેપાર કરાર અંગે અર્થપૂર્ણ વાતચીત થઈ હતી. “મેં ઉલ્લેખ કર્યો […]

વેવ્સ સમિટ 2025 પહેલા ટ્રુથટેલ હેકાથોનના 5 વિજેતાઓની જાહેરાત

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રસારણ મંત્રાલય (MIB) તથા ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA) દ્વારા આયોજિત ‘ટ્રુથટેલ હેકાથોન’ અંતર્ગત misinformation અને deepfake સામે લડવા માટે શ્રેષ્ઠ ઉકેલો રજૂ કરનારા ટોચના પાંચ ઇનોવેટર્સને નવી દિલ્હીમાં સન્માનિત કરવામાં આવ્યા. આ હેકાથોન ‘ક્રિએટ ઈન ઈન્ડિયા ચેલેન્જ’ અંતર્ગત યોજાઈ હતી, જે આગામી WAVES 2025 (World Audio Visual and Entertainment Summit)ના […]

ડોનાલ્ડ ટ્રમ્પની નવા ટેરિફની જાહેરાત કર્યા બાદ વૈશ્વિક શેરબજારમાં ઘટાડો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભાવ વધારવા અને અમેરિકા અને વિદેશમાં વૃદ્ધિ પર અસર કરવાની આગાહી કરાયેલા નવા ટેરિફની જાહેરાત કર્યાના એક દિવસ પછી વૈશ્વિક શેરબજારમાં ઘટાડો થયો છે. વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો છે કે અમેરિકન બજારે માર્કેટ કેપમાં 2.7 ટ્રિલિયન ડોલરનું નુકસાન કર્યું છે. 2020 માં કોવિડ બાદ અર્થતંત્રને અસર પછીનો આ સૌથી […]

બંને દેશોએ સંરક્ષણ ક્ષેત્રમાં મોટી છલાંગ લગાવવાની જાહેરાત કરી, અમેરિકા ભારતને F-35 ફાઈટર એરક્રાફ્ટ આપવા તૈયાર

ભારત સાથે વ્યૂહાત્મક સંબંધોને વ્યાપક બનાવવાની દિશામાં એક મોટી છલાંગની જાહેરાત કરતા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત બાદ કહ્યું કે તે અબજો ડોલરના સૈન્ય પુરવઠાના દબાણના ભાગરૂપે ભારતને F-35 ફાઇટર જેટ પ્રદાન કરવાનો માર્ગ મોકળો કરી રહ્યો છે. PM મોદી સાથે વ્યાપક વાટાઘાટો કર્યા પછી, ટ્રમ્પે કહ્યું કે વિશ્વની સૌથી જૂની […]

નાણામંત્રીએ પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજનાની કરી જાહેરાત

ધન-ધાન્ય કૃષિ યોજનાથી 1.7 કરોડ ખેડૂતોને મળશે લાભ, બજેટમાં યુવાનો, મહિલાઓ અને ખેડુતો પર વધુ ફોકસ કરાયું કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધીને 5 લાખ રૂપિયા થઈ નવી દિલ્હી:  નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે કેન્દ્રીય બજેટ 2025 માટે નારી, ગરીબ, યુવાનો, કૃષિ અને નારી સશક્તિકરણ પર કેન્દ્રિત મહત્ત્વની જાહેરાત કરી રહ્યા છે. જેમાં દેશના ગ્રોથનું મહત્ત્વની […]

પરિણામ અંગે ગેરમાર્ગે દોરતા દાવાની જાહેરાત કરવા બદલ કોચિંગ સેન્ટર પર ₹ 3 લાખનો દંડ કરાયો

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ યુપીએસસી સીએસઈ 2020 ના પરિણામ અંગે ગેરમાર્ગે દોરતા દાવાની જાહેરાત કરવા બદલ વિઝન આઈએએસ પર ₹ 3 લાખનો દંડ ફટકાર્યો છે. એક વર્ગ તરીકે ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા અને તેને પ્રોત્સાહન આપવા અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી કોઈ પણ ચીજવસ્તુઓ કે સેવાઓની કોઈ ખોટી કે ગેરમાર્ગે […]

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ ગેરમાર્ગે દોરતી જાહેરાત બદલ 45 કોચિંગ સેન્ટરોને નોટિસ ફટકારી

નવી દિલ્હીઃ ગ્રાહક બાબતોનો વિભાગ પ્રગતિશીલ કાયદાઓ ઘડીને ગ્રાહક સુરક્ષા અને ગ્રાહકોના સશક્તીકરણ માટે સતત કામ કરી રહ્યું છે. વૈશ્વિકરણ, ટેકનોલોજી, ઈ-કોમર્સ બજારો વગેરેના નવા યુગમાં ગ્રાહક સુરક્ષાને સંચાલિત માળખાને આધુનિક બનાવવાના હેતુથી ગ્રાહક સુરક્ષા ધારો, 1986 નાબૂદ કરવામાં આવ્યો હતો અને ગ્રાહક સુરક્ષા ધારો, 2019 ઘડવામાં આવ્યો હતો. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ)ની સ્થાપના […]

ટ્રુડો સરકારના આ જાહેરાતથી કેનેડામાં વસવાટ કરતા અનેક ભારતીયોને થશે અસર

નવી દિલ્હીઃ કેનેડાને અત્યાર સુધી આપડે ડ્રીમ ડેસ્ટીનેશન તરીકે જોતા આવ્યા છે. પરંતુ ગુજરાતીઓ માટે એક કપરા કે પછી આંચકા સમાન સમાચાર સામે આવ્યા છે જે મુજબ  કેનેડાની સરકારે  PRમાં 21% ના ઘટાડાની જાહેરાત કરી છે.  કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સમાં 2024માં 1,20,000 પર્મનેન્ટ રેસીડેન્સી (PR)ની અરજીઓમાં કટ કરવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. […]

‘સિકંદર’ પછી ‘કિક 2’ની જાહેરાત: સલમાનખાનના ફેન્સ ખુશ

સલમાનના ફેન્સ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. એક તરફ જ્યાં તેઓ ફિલ્મ ‘સિકંદર’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે આજે અભિનેતાએ ‘કિક 2’ની જાહેરાત કરી છે. સેટ પરના તેના ફોટોશૂટની પહેલી તસવીર શેર કરી છે. સલમાનની બોડી અને ડેશિંગ લુકે ફેન્સને ખુશ કરી દીધા છે. વર્ષ 2024માં સલમાનની એક પણ ફિલ્મ રિલીઝ થઈ […]

રશિયાના હુમલાના પગલે યુક્રેને દેશભરમાં બ્લેકઆઉટની જાહેરાત કરી

નવી દિલ્હીઃ રશિયાએ રાત્રે નવ ક્રુઝ મિસાઇલ અને 27 ડ્રોન વડે યુક્રેનની વીજળી ગ્રીડને નિશાન બનાવ્યું હતું. જે બાદ યુક્રેને સમગ્ર દેશમાં બ્લેકઆઉટની જાહેરાત કરી છે. સાથે જ યુક્રેને પણ ડ્રોન વડે રશિયન ઓઈલ ડેપો પર હુમલો કર્યો છે. આ કારણે બંને દેશો વચ્ચે એકબીજાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવાના પ્રયાસો વધુ તેજ થવાની શક્યતા વધી ગઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code