અમદાવાદના નિકોલમાં 25મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન વિશાળ જનસભાને સંબોધશે
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા યોજાશે, વરસાદની આગાહીને લઈને વિશાળ જર્મન વોટરપ્રૂફ ડોમ બનાવવાનો પ્રારંભ, ભાજપ દ્વારા વડાપ્રધાનને આવકારવા 1000થી વધુ બેનરો લગાવાશે, અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 24મી ઓગસ્ટથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન વડનગર તેમજ બેચરાજીની મુલાકાત લેશે. ત્યારબાદ અમદાવાદના નિકોલમાં 25મી ઓગસ્ટને સોમવારે સાજે જંગી […]