1. Home
  2. Tag "Ahmedabad Civil Hospital"

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ દર્દીનું અંગદાન, ચાર વ્યક્તિઓને મળશે નવુ જીવન

ગાંધીનગરઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 148મુ અંગદાન થયું છે. ખેડા જિલ્લાના કપડવંજના રહેવાસી અને ખેત મજૂરી કરતાં 19 વર્ષનાં કિશનભાઇ પરમાર પોતાની બહેનને પરિક્ષામાં મુકીને પરત ફરી રહ્યાં હતાં . એકાએક બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગભીર ઈજા થઈ. સ્થિતી ગંભીર હોવાથી પ્રથમ વાત્રક હોસ્પિટલ અને ત્યારબાદ સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં OPD લાઈનમાં ઊભા રહેતા દર્દીના સ્વજનો પીવાનું પાણી પહોંચાડાશે

અમદાવાદઃ સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં માત્ર ગુજરાતના જ નહીં, અન્ય રાજ્યોના દર્દીઓ પણ સારવાર લેવા માટે આવતા હોય છે. હોસ્પિટલની વિવિધ વિભાગોની ઓપીડીમાં તો સવારથી દર્દીઓના સ્વજનોની કેસ કઢાવવા માટે લાંબી લાઈનો લાગી જાય છે. આ ઉપરાંત વેઈટિંગ એરિયામાં પણ દર્દીઓ અને તેમના સ્વજનોને કલાકો સુધી પ્રતિક્ષા કરવી પડતી હોય છે. ત્યારે દર્દીઓ અને […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનના સેવાયજ્ઞના ત્રણ વર્ષ પૂર્ણ, 139 બ્રેઈનડેડ દર્દીઓએ કર્યું અંગદાન

ગાંધીનગરઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલનું અંગદાનનું સેવાકાર્ય આજે ફક્ત ગુજરાત જ નહીં દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે. સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી ઝઝુમી રહ્યું હતુ, બીજી લહેરની શરૂઆત થવાની હતી આ પરિસ્થિતીઓની વચ્ચે 27 મી ડિસેમ્બર 2020ની વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન થયું હતુ. રાજ્ય સરકારના SOTTO(State Organ Tissue And Transplant Organisation) […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જન્મજાત અન્નનળીની ખામીથી પીડાતા બે બાળકોને નવું જીવન મળ્યું

ગાંધીનગરઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડોક્ટરો એ જન્મજાત અન્નનળીની ખામીથી પીડાતા બે બાળકોને નવું જીવન આપ્યું છે. અઢી વર્ષની ઉમર સુધી ખોરાકનો એક દાણો પણ ન લઇ શકતા બે બાળકોને  સિવિલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડોક્ટરો એ દુર્લભ સર્જરી કરીને પીડામુક્ત કર્યા. અંદાજીત  દર 3200 માંથી લગભગ એક બાળક ઇસોફેજલ એટ્રેસિયા નામની જન્મજાત ખામી […]

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બે બ્રેઈનડેડ દર્દીઓનું અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં બે અંગદાન થયા છે. ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસે અને સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસે થયેલ બે અંગદાનથી પાંચ જરૂરીયાતમંદોને નવજીવન મળ્યું છે. આ બે અંગદાનમાં મળેલ ચાર કિડની અને એક લીવરને જરુરીયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરીને દર્દીનું જીવન કાર્યક્ષમ બનાવવામાં સફળતા મળી છે. સિવિલ હોસ્પિટલમાં થયેલ ૧૩૦ માં અંગદાનની વિગતો […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બે અંગદાન : 6 દર્દીઓને નવજીવન

ગાંધીનગરઃ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવાઝોડાની સંભવિત અસરોના સમાચારની વચ્ચે માનવતાની મ્હેંક પ્રસરાવતા સમાચાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસમાં સતત બે અંગદાન થયા છે. જેના થકી 6 જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 27 ડિસેમ્બર 2020થી અંગદાનની સેવાકીય પ્રવૃતિની શરૂઆત થઇ હતી. જેમાં અઢી વર્ષમાં 100 લીવર અને […]

અમદાવાદ સિવિલ મેડીસીટીની 1200 બેડ હોસ્પિટલમાં કોરોના સંદર્ભે સજ્જતાની મોકડ્રીલ યોજાઈ

દેશમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના સૂચનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં બે દિવસીય મોકડ્રીલનું આયોજન કરવમાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ સિવિલ મેડિસીટીની ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૦ હજાર લીટર લિક્વિડ ઓક્સિજન, ૬૫૦ થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર, ૭ જેટલા પીએસએ પ્લાન્ટ […]

કોરોનાની દહેશતઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલના પરિસરમાં OPD સ્ક્રીનિંગ એરિયા ઉભો કરાયો

1200 બેડની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિની તૈયારીઓની સમીક્ષાને લઈને ‘મોકડ્રીલ’  યોજાઈ હોસ્પિટલમાં 20 ટનનો ઓક્સિજનનો પ્લાન્ટ પણ તૈયાર અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરની સરકારી હોસ્પિટલોમાં મંગળવારે કોરોનાની સંભવિત પરિસ્થિતિને લઇને ‘મોક ડ્રીલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત અમદાવાદની અસારવા 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા માટે મોકડ્રીલનું યોજાઇ હતી. આ મોકડ્રીલ દરમ્યાન […]

ત્રણ વર્ષના બાળકના કરોડના ભાગમાં ઉપસેલી ગાંઠની સફળતા પૂર્વક સર્જરી

અમદાવાદઃ રાજય સરકારના આરોગ્ય વિભાગનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આજે અનેક પરિવારોમાં ઉજાસ પાથરવાનું કામ કરી રહ્યો છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી સોજિત્રાના આજે ત્રણ વર્ષના થયેલા પિયુષ સંજયભાઇ તળપદા કે જેનો વર્ષ-2018માં જન્મ જતાંજ ખબર પડી ગઇ કે બાળકમાં Neural tube defect નામની બિમારી છે. Neural tube defect એટલે કે કરોડના ભાગમાં ઉપસેલી […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલના વધુ 3 તબીબો કોરોના સંક્રમણનો ભોગ બન્યા

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રોજબરોજ કેસ વધી રહ્યા છે. ત્યારે શુક્રવારે સિવિલ હોસ્પિટલના વધુ 3 ડોક્ટરો તેમજ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટના પીઆરઓ કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલના અન્ય કર્મીઓમાં ફફડાટ ફેલાયો હતો. જેમાં એક ડોક્ટરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે, જ્યારે બાકીના ડોક્ટર અને કર્મચારીને હોમ આઈસોલેશનમાં રખાયા છે. આજે નવા ચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code