1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં OPD લાઈનમાં ઊભા રહેતા દર્દીના સ્વજનો પીવાનું પાણી પહોંચાડાશે
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં OPD લાઈનમાં ઊભા રહેતા દર્દીના સ્વજનો પીવાનું પાણી પહોંચાડાશે

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં OPD લાઈનમાં ઊભા રહેતા દર્દીના સ્વજનો પીવાનું પાણી પહોંચાડાશે

0
Social Share

અમદાવાદઃ સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં માત્ર ગુજરાતના જ નહીં, અન્ય રાજ્યોના દર્દીઓ પણ સારવાર લેવા માટે આવતા હોય છે. હોસ્પિટલની વિવિધ વિભાગોની ઓપીડીમાં તો સવારથી દર્દીઓના સ્વજનોની કેસ કઢાવવા માટે લાંબી લાઈનો લાગી જાય છે. આ ઉપરાંત વેઈટિંગ એરિયામાં પણ દર્દીઓ અને તેમના સ્વજનોને કલાકો સુધી પ્રતિક્ષા કરવી પડતી હોય છે. ત્યારે દર્દીઓ અને તેમના સ્વજનોને વેઈટિંગ એરિયા અને ઓપીડીની લાઈનમાં ઊબા હોય ત્યાં જ પીવાનું પાણી પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા હોસ્પિટલ ઉપરાંત હોસ્પિટાલીટીને પ્રાધાન્ય આપી નવીન પહેલ હાથ ધરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ તેમજ  1200 બેડની હોસ્પિટલની ઓ.પી.ડી. બિલ્ડીંગમાં આવતા દર્દી અને તેમના સ્વજનો તેમજ ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગજનોને હોસ્પિટલ તંત્રના સ્ટાફ દ્વારા પીવાનું પાણી આપવામાં આવશે. વેઇટીંગ એરિયામાં બેસેલા લોકોને વ્યક્તિગત સ્તરે પહોંચી પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓ અને રાજ્ય બહારના દર્દીઓ પણ સારવાર મેળવવા આવે છે. દુર અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા દર્દી અને સ્વજનો જ્યારે વેઇટીંગ એરિયામાં, કેસ કઢાવવા રાહ જોતા હોય કે પછી તબીબને મળવાની રાહ જોતા હોય તે વખતે કોઇ ડિહાઇડ્રેટ ન થઇ જાય તે હેતુથી આ સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટએ જણાવ્યું હતું કે,  ઓ.પી.ડી. બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વોટર કુલર કાર્યરત છે, પરંતુ ઘણી વખત તબીબને મળવાની કે કેસ કઢાવવા રાહ જોતા દર્દી કે સ્વજન કતાર તોડીને ત્યાં જતા નથી. જેથી આ સમસ્યાના સમાધાન હેતું હોસ્પિટલ સ્ટાફ દ્વારા વોટર જગ અને ગ્લાસ ધરાવતી ટ્રોલીને સમગ્ર વિસ્તારમાં મુવ કરીને જરૂરીયાતમંદોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે મુજબ ઓ.પી.ડી. બિલ્ડીંગમાં સર્જિકલ, ઓર્થોપેડિક, મેડિસીન ઓ.પી.ડી, કેસ બારી, લેબ સેમ્પલ વિસ્તાર, આર.એમ.ઓ. ઓફિસ વિસ્તાર અને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટની બહાર ઉપલબ્ધ દર્દી અને સ્વજનોને આ સેવાનો લાભ આપવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દરરોજ અંદાજીત 4000થી વધુ લોકો ઓ.પી.ડી. સેવાનો લાભ મેળવે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code