1. Home
  2. Tag "Ahmedabad-Mumbai"

બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ નડિયાદ નજીક 1486 મેટ્રીક ટન સ્ટિલનો 100 મીટર લાંબો બ્રિજ લોન્ચ કરાયો

અમદાવાદઃ દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશના પ્રથમ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. દરમિયાન રાજ્યના નડિયા નજીક આ પ્રોજેક્ટ હેઠળ બીજો 100 મીટર લાંબો સ્ટિલનો બ્રિજ લોન્ચ કરવામાં આવ્યો છે. 1486 મેટ્રીક ટન સ્ટિલનો ઉપયોગ બ્રિજના નિર્માણમાં કરાયો છે, આ બ્રિજ ભુજમાં સ્થિત વર્કશોપમાં તૈયાર કરવામાં […]

અમદાવાદ-મુંબઈ વચ્ચે મંગળવારથી વધુ એક વંદે ભારત ટ્રેન શરૂ કરાશે, પ્રવાસીઓને થશે લાભ

અમદાવાદઃ રેલવેના પ્રવાસી ટ્રાફિકમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે વધુ ટ્રાફિક રહેતો હોવાથી વધુ એક વંદે ભારત ટ્રેન 12મી માર્ચને મંગળવારથી શરૂ કરવામાં આવશે. જે ગુજરાતને ચોથી વંદે ભારત ટ્રેનની ભેટ મળશે. 12મી માર્ચે અમદાવાદની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ-મુંબઈ વચ્ચેની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રશ્થાન કરાવશે ગુજરાતને […]

અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રક દીઠ અપ-ડાઉનનો 6000નો વસુલાતો ટોલ ટેક્સ, ઘટાડો કરવા માગ

વડોદરાઃ રાષ્ટ્રીય ધોરી માર્ગો પર ઠેર ઠેર ટોલનાકાને કારણે ટ્રાન્સપોર્ટરો પરેશાન છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે જ એટલા બધી ટોલનાકા છે. કે, એક ટ્રક અમદાવાદથી મુંબઈ જઈને પરત ફરે એટલે 6000 રૂપિયાનો ટોલ વસુલવામાં આવે છે. આ ઉપરાંત વધતા જતાં ડીઝલના ભાવ, વગેરેને કારણે ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ખર્ચ અને જોખમ સામે એટલું વળતર મળતુ નથી.  ટોલ […]

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે 50 કિમી બ્રિજનું કામ પૂર્ણ, 180 કિ.મી રૂટ્સ પર પિલ્લર બની ગયા

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન માટેના કોરિડોરનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. રેલવેના મંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ધ્યાન આપી રહ્યા છે. અને પીએમઓને રોજબરોજના કામનો રિપાર્ટ પણ મોકલવામાં આવી રહ્યો છે. અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ (બુલેટ ટ્રેન) રેલ કોરિડોર પ્રોજેક્ટના ભાગરૂપે ગુજરાતમાં 50.16 કિલોમીટર રૂટ […]

અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેનને મળતો ભરચક ટ્રાફિક, કાયમ 200થી વધુનું વેઈટિંગ

અમદાવાદઃ  મુંબઈ- અમદાવાદ વચ્ચે શરૂ  કરાયેલી સેમી હાઈસ્પીડ લક્ઝુરિયસ ટ્રેન વંદે ભારતને પુરતો ટ્રાફિક મળી રહ્યો છે. છેલ્લા ચારેક મહિનાથી નો-વેકન્સી જોવા મળી રહી છે. અને 200થી વધુ વેઈટિંગલિસ્ટ હોય છે. આમ વંદે ભારત ટ્રેન પેસેન્જરોની પહેલી પસંદ બની ગઈ છે. 1 ઓક્ટોબરે વંદે ભારત ટ્રેન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી સતત 129 દિવસથી હાઉસફૂલ […]

વંદે ભારત ટ્રેનને લીધે અમદાવાદ-મુંબઈ વચ્ચેની શતાબ્દી એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરાયો

અમદાવાદઃ ગાંધીનગરથી મુંબઈ વચ્ચે હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત ચાલુ થતાં હવે શતાબ્દિ એક્સપ્રેસના સમયમાં અને ગંતવ્યમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અને આ ફેરફાર આજે તા, 1લી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસના પ્રારંભના પરિણામે ટ્રેન નંબર 12009/12010 શતાબ્દી એક્સપ્રેસ હવે 1લી ઑક્ટોબર, 2022થી મુંબઈ સેન્ટ્રલ […]

હવા સાથે વાત કરતી નવી વંદે ભારત ટ્રેન હવે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેએ એક નવી સફળતા મેળવી છે. ભારતીય રેલ્વેની વંદે ભારત ટ્રેને ટ્રાયલ રન દરમિયાન 180 kmphની સ્પીડ લિમિટ તોડી હતી. રેલવે માટે આ એક નવી સફળતા છે. વીડિયો શેર કરતાં અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર લખ્યું, “આત્મનિર્ભર ભારતની ગતિ…”. નવી ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડાવવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. સુત્રોના જણાવ્યા […]

અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના 75 કિ.મીનું પિયર વર્કનું કામ પૂર્ણ થયુઃ રેલવે મંત્રાલય

અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું કામ રોકેટગતિએ આગળ વધી રહ્યું છે. રેલ્વે મંત્રાલયે તાજેતરમાં રાજ્યસભામાં માહિતી આપી હતી કે, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે જરૂરી કુલ 1396 હેક્ટર જમીનમાંથી લગભગ 90 ટકા જમીનનું સંપાદન પૂર્ણ થઈ ગયું છે. રાજ્યસભાના સાંસદ બ્રિજલાલના પ્રશ્નના જવાબમાં રેલ્વેએ માહિતી આપી હતી કે “ગુજરાતમાં 86 કિમી ફાઉન્ડેશન વર્ક  અને 75 […]

અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં હવે દર મહિને 50 પિલર બનાવાશે

વલસાડઃ દક્ષિણ ગુજરાતની સરહદે આવેલા  સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં 30 ઓકટોબરે પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે  આ બેઠકના પ્રભારી અને કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ પણ સંઘપ્રદેશમાં આવ્યા છે. રેલમંત્રીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ કહ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રોજેક્ટનું કામ પ્રગતિમાં છે. મહારાષ્ટ્ર સરકાર પણ આ પ્રોજેક્ટ માટે સહયોગ આપશે તેવો આશાવાદ વ્યકત […]

અમદાવાદ-મુંબઈ વચ્ચે તેજસ એક્સપ્રેસ ટ્રેન 7મી ઓગસ્ટથી પુનઃ શરૂ કરવાનો નિર્ણય

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા હવે જાહેર પરિવહન સેવાઓ રાબેતા મુજબ બની રહી છે. અને રેલવે વિભાગે ટ્રેનોની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. આગામી 7 ઓગસ્ટથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી તેજસ ટ્રેન ફરી શરૂ કરવામાં આવશે.  અમદાવાદ અને મુંબઈ બન્ને શહેરોમાં નિયમિત મુસાફરી કરતા લોકોને  મોટી રાહત મળશે. પશ્વિમ રેલવે વિભાગના સૂત્રોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code