1. Home
  2. Tag "air service"

દિલ્હી એરપોર્ટની આસપાસ ગાઢ ધુમ્મસ, હવાઈ સેવાને અસર

નવી દિલ્હીઃ દિલ્હી એનસીઆર સહિત દેશના વિવિધ ભાગોમાં શિયાળાના કારણે ધૂમ્મસવાળુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. દિલ્હીનાં એરપોર્ટ વિસ્તારમાં ઘાઢ ધૂમ્મસનાં કારણે એરક્રાફ્ટ ઓપરેશન પણ ખોરવાઈ શકે છે. આ દરમિયાન દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “જ્યારે દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેક ઓફ ચાલુ રહે છે ત્યારે […]

દિલ્હીમાં ગાઢ ધુમ્મસને પગલે રેલવે અને હવાઈ સેવાને વ્યાપક અસર

દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI)એ ગાઢ ધુમ્મસને કારણે એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં એરપોર્ટે યાત્રીઓને ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઈટ ઓપરેશનમાં થઈ રહેલી સમસ્યાઓ વિશે પણ જાણકારી આપી છે. દિલ્હી એરપોર્ટે જણાવ્યું છે કે CAT III અનુરૂપ ફ્લાઈટ્સથી સજ્જ ન હોય તેવી ફ્લાઈટ્સ વિલંબ અથવા રદ થઈ શકે છે. એડવાઈઝરી આગળ જણાવે છે કે, “જે ફ્લાઈટ્સ […]

મુંબઈમાં ભારે વરસાદને કારણે હવાઈ સેવાને અસર, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયાં

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સતત વરસાદને કારણે ફ્લાઈટ સેવાને માઠી અસર પહોચી છે. જેને ધ્યાનમાં રાખીને ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ તેમના મુસાફરો માટે માર્ગદર્શીકા જાહેર કરી છે. ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ મુસાફરોને  પડતી મુશ્કેલઓ અને અસુવિધા ટાળવા માટે એરપોર્ટ માટે રવાના થતા પહેલા તેમની ફ્લાઈટ્સની સ્થિતિ પર જાણી લેવાની સલાહ આપી છે. ઈન્ડિગોએ એક માર્ગદર્શીકા જાહેર […]

એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર્સ ફરજ પર પરત ફર્યાં, બે દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે

નવી દિલ્હીઃ ટાટા ગ્રૂપની આગેવાની હેઠળની એર ઈન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સ (કેબિન ક્રૂ) હવે કામ પર પાછા ફરવાનું શરૂ કરી દીધું છે. કેબિન ક્રૂની હડતાળને કારણે ફ્લાઈટ્સમાં ઘણી વિક્ષેપ પડ્યો હતો પરંતુ હવે હડતાલ પાછી ખેંચી લેવામાં આવી છે. હડતાલને કારણે એરલાઈને ત્રણ દિવસમાં 170 ફ્લાઈટ રદ કરી હતી. હડતાળ પર ઉતરેલા ક્રૂ મેમ્બર્સ કામ પર […]

ઈરાન-ઇઝરાયલ વચ્ચે તણાવને પગલે એર ઈન્ડિયાએ ઈઝરાયલની હવાઈ સેવા બંધ કરી

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય એરલાઈન કંપની એર ઈન્ડિયાએ 30 એપ્રિલ સુધી તેલ અવીવ માટે તેની તમામ ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે 30 એપ્રિલ, 2024 સુધી તેલ અવીવ જતી અને જતી ફ્લાઈટ્સ સ્થગિત […]

ભારત અને ગુયાના વચ્ચે હવાઈ સેવા કરારને મંજૂરી

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત સરકાર અને કો-ઓપરેટિવ રિપબ્લિક ઓફ  સરકાર ગુયાના વચ્ચે હવાઈ સેવા કરાર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી હતી. હવાઈ સેવા કરાર પક્ષકારો વચ્ચે રાજદ્વારી નોંધોના વિનિમય પછી અમલમાં આવશે જે પુષ્ટિ કરશે કે દરેક પક્ષે આ કરારના અમલમાં પ્રવેશ માટે જરૂરી આંતરિક પ્રક્રિયા પૂર્ણ કરી છે. ગુયાનામાં […]

પોરબંદર – દિલ્હી વચ્ચે હવાઇ સેવાનો પ્રારંભ, સપ્તાહમાં ચાર દિવસ ઉડશે ફ્લાઇટ

પોરબંદરઃ રાજ્યમાં દરિયાકાંઠે આવેલા પોરબંદરને પણ વિમાની સેવાનો લાભ મળી રહ્યો છે. પોરબંદરથી દિલ્હી વચ્ચે હવાઇ સેવાનો પ્રારંભ કરાયો છે. એક અઠવાડિયામાં ચાર દિવસ ફ્લાઇટ ઊડાન ભરશે. હાલ પોરબંદર એરપોર્ટ પરથી પોરબંદર-મુંબઈ વચ્ચે હવાઇ સેવા કાર્યરત છે. હવે દિલ્હી સાથે હવાઈ કનેક્ટીવીટી શરુ થતા પોરબંદરને મોટો ફાયદો થશે. પોરબંદર શહેર અને જિલ્લાના લોકોને વધુ એક […]

ભાવનગરને દિલ્હી સાથેની ટ્રેન સેવા બાદ હવાઈ સેવાને પણ છીનવી લેવામાં આવી

ભાવનગરઃ શહેરને દિલ્હી સાથેનો વ્યવહાર અનુકૂળ આવતો ન હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ભાવનગરને દિલ્હીની હવાઇ કનેક્ટિવિટી મળી હતી, અને આ હવાઇ સેવામાં પણ કુલ ક્ષમતાના 50 ટકા મુસાફરોની આવન-જાવન હતી, છતાં ફ્લાઇટ એકાએક બંધ કરી દેવામાં આવી છે. જ્યારે કોરોના અગાઉ રાજકોટ-સરાઇરોહિલા ટ્રેનમાં ભાવનગરના 5 ડબ્બા સુરેન્દ્રનગરથી જોડવામાં આવતા તે પણ બંધ […]

ગુજરાતઃ જિલ્લાઓના વિવિધ શહેરોની જોડતી હવાઈ સેવા શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાતના વિવિધ શહેરોને જોડતી વિમાની સેવાનો દિવાળી બાદ પ્રારંભ કરવામાં આવશે. ચાર શહેર સાથે સુરત એર કનેક્ટિવીટીથી જોડાશે. જેથી હવે લોકો સુરતથી મોટા શહેરમાં ફ્લાઇટના માધ્યમથી જઇ શકશે. રાજ્યના વિવિધ જિલ્લાઓને જોડતી ફ્લાઈટ સેવા શરૂ કરાશે. જેનો સીધો ફાયદો વેપારીઓ અને પ્રવાસીઓને થવાની શકયતા છે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, […]

અફઘાનિસ્તાન સાથેની હવાઈ સેવા ફરીથી શરૂ કરવા તાલિબાને ભારતને લખ્યો પત્ર

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન બાદ મોટાભાગના દેશોએ અપઘાનિસ્તાન સાથેના સંબંધ ઘટાડ્યાં છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોએ અફઘાનિસ્તાન સાથેની હવાઈ સેવા બંધ કરી છે. દરમિયાન તાલિબાને ભારતને પત્ર લખીને પુનઃ હવાઈ સેવા શરૂ કરવા અપીલ કરી છે. તાલિબાન તરફથી ભારતને પહેલી વખત કોઈ સત્તાવાર પત્ર લખવામાં આવ્યો છે. અફઘાન સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા ભારતમાં ડાયરેક્ટોરેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code