1. Home
  2. Tag "airport"

દેશમાં 2047 સુધીમાં એરપોર્ટની સંખ્યા બમણી કરવાનો સરકારનો લક્ષ્યાંક

નવી દિલ્હીઃ દેશ આજે માળખાકીય સેવામાં ખુબ પ્રગતિ સાધી રહ્યો છે. વિશ્વકક્ષાના એરપોર્ટ, એક્સપ્રેસ હાઇવે, નેશનલ હાઇવે, આધુનિક ટ્રેન અને બસ સુવિધા સહિત જનસુખાકારીનાં કાર્યો દ્વારા નાગરિકોને શ્રેષ્ઠ સુવિધા આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે આ બધાની વચ્ચે સરકારે ઉડ્ડયન ક્ષેત્રના વિકાસ માટે પણ આગામી ૨૫ વર્ષનું આયોજન કર્યું છે, વર્ષ 2047 સુધીમાં ભારત તેના […]

દિલ્હી: એરપોર્ટના ટર્મિનલ 1ની છતનો ભાગ ધરાશાયી થતા 1 વ્યક્તિનું મૃત્યુ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં મુશળધાર વરસાદને પગલે  દિલ્હી એરપોર્ટ ખાતે ટર્મિનલ 1ની છતનો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં 8 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે અને સારવાર દરમિયાન 1 વ્યક્તિનું મૃત્યું થયું છે. આ ઘટનાને પગલે ટર્મિનલ 1 પાસે પાર્ક કરાયેલા વાહનોને પણ મોટું નુકસાન થવા પામ્યુ છે. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીના જણાવ્યા મુજબ ત્રણ ફાયરની […]

પેરિસ-મુંબઈ વિસ્તારા ફ્લાઈટમાં બોમ્બની ધમકી, એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર

મુંબઈઃ ફ્રાન્સની રાજધાની પેરિસથી 306 જેટલા પ્રવાસીઓને લઈને મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ ધમકી બાદ તરત જ પ્લેન આવે તે પહેલા મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. વિમાન રવિવારે સવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, પેરિસના ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટથી મુંબઈ જતી ફ્લાઈટ UK 024માં […]

પ્રજ્વલ રેવન્નાની એરપોર્ટ પર ઉતરતાજ ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજુ

સેક્સ સ્કેન્ડલના આરોપી જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્નાની એસઆઇટીએ ધરપકડ કરી છે. બેંગ્લોર એરપોર્ટ પર ઉતરતાની સાથે જ પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરાઇ હતી.. પ્રજ્વલ 35 દિવસથી જર્મનીમાં હતા.27 એપ્રિલે તેઓ જર્મની ભાગી ગયા હતા આ અગાઉ બુધવારે કોર્ટે તેમની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. જે બાદ એસઆઇટી તેમની ધરપકડ કરવા માટે તૈયાર હતી..એસઆઇટીને બાતમી મળી […]

વારાણસી અને કાનપુર સહિત 30 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, હાઈએલર્ટ જાહેર કરાયું

લખનઉઃ દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન દેશના 30 જેટલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેલ મળતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટ ઉપર તપાસ કરી હતી પરંતુ કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસે ધમકી ભર્યો ઈ-મેલ મોકલનારને શોધી લેવા કવાયત શરૂ […]

દુબઈના રણમાં ભારે વરસાદ, એરપોર્ટ પાણીથી ભરાઈ ગયું

નવી દિલ્હીઃસંયુક્ત આરબ અમીરાતમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. UAE મંગળવારે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક શહેરો જામ થઈ ગયા છે. પડોશી દેશ ઓમાનમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે 18 લોકોના મોત થયા છે. ઓમાનમાં તાજેતરના દિવસોમાં પૂરને કારણે 18 લોકોના મોત થયા છે. જેમાં 10 શાળાના બાળકોનો સમાવેશ થાય […]

અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે 4 રોબોટ સફાઈનું કામ કરશે

અમદાવાદ:  શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને ચોખ્ખુ-ચણાક રાખવા માટે સ્વચ્છતા પર ખાસ તકેદારી રાખવામાં આવે છે.  એરપોર્ટ પર સૌપ્રથમવાર ઈન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ્સ તૈનાત કરવામાં આવ્યા છે. હવે એરપોર્ટ ટર્મિનલ પર પ્રવાસીઓને વધુ સ્વચ્છ અને સુઘડ વાતાવરણ મળી રહે તેની રોબોટ્સ ખાતરી કરશે. અમદાવાદના  સરદાર પટેલ એરપોર્ટ પર સ્વચ્છતા પર વધુ ધ્યાન અપાશે. વધુ ટ્રાફિકવાળા […]

અમદાવાદના એરપોર્ટ પર દિલ્હી જતી ફ્લાઈટમાં ખામી સર્જાતા 160 પ્રવાસીઓ રઝળી પડ્યાં

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામી સર્જાતા ફ્લાઈટ રોકી રાખવામાં આવી હતી. ત્યાર બાદ ખામી દુર કરાયા બાદ પ્રવાસીઓ ફ્લાઈટમાં બેસવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં પાઈલટની ડ્યુટી પુરી થતી હોવાથી ફ્લાઈટ ટેકઓફ થઈ શકી નહતી, દરમિયાન રન વે પણ બંધ કરવાનો સમય થતાં 160 જેટલા પ્રવાસીઓ રઝળી પડ્યા […]

મુંબઈ એરપોર્ટ ઉપર વિદેશી મહિલા મુસાફર 1.63 કરોડના સોના સાથે ઝડપાઈ

કસ્ટમ ડિપાર્ટમેન્ટે સોનાની દાણચોરીનો કર્યો પર્દાફાશ મહિલા પાસેથી 3465 ગ્રામ સોનું ઝડપાયું મહિલાએ કપડાની નીચે સોનુ છુપાવ્યું હતું મુંબઈઃ દેશમાં સોનાના ભાવમાં થયેલા વધારા વચ્ચે દાણચોરો દ્વારા વિદેશથી સોનાની દાણચોરી કરવામાં આવતી હોવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સોનાની દાણચોરીને અટકાવવા માટે કસ્ટમ સહિતની એજન્સીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન મુંબઈ એરપોર્ટ […]

અમદાવાદમાં ભારત-પાક, વર્લ્ડ કપ મેચને લીધે એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનનો જમાવડો થવાની શક્યતા

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. હવે તો ફ્લાઈટ્સની આવન-જાવનથી એરપોર્ટ 24 કલાક ધમધમતું જોવા મળી રહ્યું છે. જ્યારે ગાંધીનગર કે અમદાવાદમાં કોઈ મોટી ઈવેન્ટ હોય ત્યારે ચાર્ટર્ડ પ્લેનથી વીવીઆઈપી આવતો હોય છે, તેના લીધે ક્યારેક સ્થિતિ એવી ઊભી થતી હોય છે. કે. એરપોર્ટ પર પાર્કિંગ જગ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code