1. Home
  2. Tag "airport"

દેશના આ એરપોર્ટ પર આજથી શરૂ થઈ નવી ટેક્નોલોજી,ચહેરો બતાવ્યા વગર નહીં મળે એન્ટ્રી

દિલ્હી:દેશના દિલ્હી, વારાણસી અને બેંગ્લોર એરપોર્ટ પર ઘરેલુ મુસાફરો માટે ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી (FRT) પર આધારિત નવી સિસ્ટમ આજથી શરૂ થઈ છે.આમાં મુસાફરને તેના ચહેરા પરથી ઓળખવામાં આવશે અને તે ડિજી-યાત્રા મોબાઈલ એપ દ્વારા એરપોર્ટ પર પેપરલેસ એન્ટ્રી કરી શકશે.તેમનો મુસાફરીનો ડેટા ચહેરાની ઓળખ દ્વારા સુરક્ષા તપાસો અને અન્ય ચેક પોઈન્ટ પર આપમેળે પ્રક્રિયા કરવામાં […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે અરુણાચલ અને વારાણસીની મુલાકાત લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  19 નવેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. જેમાં સૌપ્રથમ પીએમ મોદી અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં બનેલા ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ પીએમ મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાં ‘કાશી તમિલ સંગમમ’ કાર્યક્રમમાં ભાગ લેશે. ડોની પોલો એર પોર્ટ પર વિવિધ  સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ એરપોર્ટ પર ILS […]

અમદાવાદ એરપોર્ટઃ બેંગ્લોર જતી ફ્લાઈટ રિ-શિડ્યૂલ કરતા મુસાફરોએ મચાવ્યો હંગામો

અમદાવાદઃ  અમદાવાદથી બેંગલુરુ જતી ખાનગી એરલાઈન્સ કંપનીના ફ્લાઈટના પેસેન્જરોને કડવો અનુભવ થયો હતો. 90 પેસેન્જરોનુ એક ગ્રુપ એક ઈવેન્ટ માટે બેંગલુરુ જતું હતું, જેમાં 40 બાળકો પણ હતા. પેસેન્જરો એરપોર્ટ પહોંચી ગયા, ત્યારે તેમને જાણવા મળ્યુ કે, આ ફ્લાઈટ રવિવાર રાતની જગ્યાએ સોમવારે સવારે 6.20 વાગ્યે ઉપડશે. આ માહિતી મળતા જ પેસેન્જરોએ કલાકો સુધી એરપોર્ટ […]

મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બની માહિતી મળતા હડકંપ,દિલ્હી એરપોર્ટ પર મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારાયા

દિલ્હી:મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતાં અફરાતફરી ફેલાઈ જવા પામી છે.ફ્લાઇટ સવારે 3.20 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ પછી તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બરને નીચે ઉતારવામાં આવ્યા હતા. આ પછી ફ્લાઈટની તપાસ કરવામાં આવી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણ થઈ હતી. આ […]

અમદાવાદ એરપોર્ટ સંકુલમાં શ્વાનનો ત્રાસ, જવાબદારી મામલે AMC અને એરપોર્ટ ઓથોરિટીનો એક-બીજાને ખો

અમદાવાદઃ શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે, શ્વાનની સમસ્યાના નિરારકણ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ એરપોર્ટ સંકુલમાં પણ શ્વાનનો ત્રાસ વધ્યો છે. આ સમસ્યાના નિરાકરણને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એરપોર્ટ ઓથોરીટી એક-બીજાને ખો આપી રહ્યાં છે. અમદાવાદના એરપોર્ટ પર કૂતરાનો ત્રાસ સતત વધી રહયો છે અને અનેક વખત આ કૂતરાઓને કઢાયા […]

રાજકોટના એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઈટ 5 કલાક મોડી પડતા મુસાફરોએ હોબાળો મચાવ્યો

રાજકોટઃ શહેરના એરપોર્ટ પર  એર ઈન્ડિયાની ફ્લાઈટ પાંચ કલાક મોડી પડતા વિમાની મથકે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. એરપોર્ટ પર મુસાફરોએ અધિકારીઓને ઉધડા લીધા હતા. કારણ કે એર ઇન્ડિયાની ફ્લાઈટ પાંચ કલાક મોડી ઉપડતા 100 જેટલા મુસાફરો રઝળી પડ્યા હતા. બપોરના 3.30 વાગ્યાની ફ્લાઈટ સાંજે 7 વાગ્યા સુધી પણ ન ઉપડતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. તેમજ […]

અમદાવાદના એસવીપી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બાળકો માટે બનાવાયો ખાસ પ્લે એરિયા

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બાળ મુસાફરો માટે નવું નજરાણું બનાવવામાં આવ્યું છે. બોર્ડિંગ ગેટ પહેલાં સુરક્ષા હોલ્ડ એરિયામાં બાળકો માટે પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે. ટોય જોય ટેલ્સનાં નવાં આઉટલેટમાં 6 મહિનાથી 10 વર્ષની વયના બાળકો સ્વચ્છ, સલામત, મનોરંજક અને નિયંત્રિત વાતાવરણમાં રમત ગમતનો આનંદ માણી શકશે. શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ […]

અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટ થતાં ચંદીગઢ જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટના રન-વે પર  ગો-ફર્સ્ટ એરવેજની ફ્લાઈટને બર્ડ હિટ થતાં તેને ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. અમદાવાદ એરપોર્ટથી ઉડેલી ગો ફર્સ્ટની અમદાવાદ-ચંડીગઢ ફ્લાઇટને બર્ડ હિટ થતાં તેને ઇમર્જન્સિંગ લેન્ડ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટ એરપોર્ટ પરથી ઉડીને 25 મિનિટ બાદ પરત ફરવાની ફરજ પડી હતી.. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ એરપોર્ટ પર ગુરૂવારે બર્ડ […]

અમદાવાદઃ દુબઈથી આવેલા મુસાફર અને તેના સાગરિતની 4.21 કિલો સોના સાથે ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરી કરનારા દાણચોરો માટે સ્વર્ગ સમાન હોય તેમ અવાર-નવાર વિદેશથી સોનુ લઈને આવતા દાણચોરો ઝડપાય છે. દરમિયાન દુબઈથી ફ્લાઈટમાં આવેલા શખ્સને રૂ. 4.21 કરોડની કિંમતના 8 કિલો સોના સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. તેના સાગરિતને પણ ઝડપી લેવામાં આવ્યો હતો આ મુસાફરની તપાસમાં અન્ય આરોપીઓની સંડોવણી બહાર આવે તેવી શકયતા […]

અમદાવાદમાં એરપોર્ટની બહાર નિકળતા પ્રવાસીઓને કસ્ટમ અધિકારીના સ્વાંગમાં લૂંટતા ચાર ઠગ પકડાયાં

અમદાવાદઃ શહેરમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓ એરપોર્ટની બહાર નિકળે ત્યારે નકલી કસ્ટમના અધિકારીઓ એકલ-દોકલ પ્રવાસીઓને રોકીને પ્રવાસીનો સામાન ચેક કરવાને બહાને ધમકાવીને વિદેશથી લાવેલી ચિજ-વસ્તુઓ પડાવીને પલાયન થઈ જવાના બનાવો બની રહ્યા હતા.એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી કસ્ટમ ઓફિસર બની લૂંટ કરવાની ઘટનાઓ વધી જતા એરપોર્ટ પર સુરક્ષાને લઇને અનેક સવાલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code