Homeગુજરાતીગુજરાતઅમદાવાદના એસવીપી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બાળકો માટે બનાવાયો ખાસ પ્લે એરિયા

અમદાવાદના એસવીપી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બાળકો માટે બનાવાયો ખાસ પ્લે એરિયા

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બાળ મુસાફરો માટે નવું નજરાણું બનાવવામાં આવ્યું છે. બોર્ડિંગ ગેટ પહેલાં સુરક્ષા હોલ્ડ એરિયામાં બાળકો માટે પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે. ટોય જોય ટેલ્સનાં નવાં આઉટલેટમાં 6 મહિનાથી 10 વર્ષની વયના બાળકો સ્વચ્છ, સલામત, મનોરંજક અને નિયંત્રિત વાતાવરણમાં રમત ગમતનો આનંદ માણી શકશે.

શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ડોમેસ્ટિક ટર્મિનલ પર આ બાળકો માટેની નવી સુવિધા ઉમેરવામાં આવી છે. બાળકો મુક્તપણે રમી શકે તે સુનિશ્ચિત કરવા માટે રમત ગમતના વિસ્તારને સંપૂર્ણ સલામતી સાથે સંચાલિત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં બાળકોની ચિંતા કર્યા વિના માતા-પિતા મુક્તપણે ખરીદી કે આરામ ફરમાવી શકે છે. સામાન્ય રીતે બાળકો સાથે મુસાફરી કરતા હોય ત્યારે માતા-પિતા માટે ફ્લાઇટની રાહ જોવા માટે કાપવો પડતો સમય તણાવપૂર્ણ રહેતો હોય છે. તેવામાં બાળકોને વ્યસ્ત અને મનોરંજનમાં મસ્ત રાખવાનો આ ઉત્તમ વિકલ્પ મુસાફરીના અનુભવમાં સોનામાં સુંગંધ જેવો બની રહેશે.

શહેરના એરપોર્ટ પરની ટીમ મુસાફરોને અવનવી સુવિધાઓ પ્રદાન કરવા સતત પ્રયાસરત અને તેમની જરૂરિયાતોને સંતોષવા સમર્પિતપણે કામ કરી રહી છે. તાજેતરમાં ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન માટે ઉબેર હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી હતી. આરામદાયક મુસાફરી માટે એરપોર્ટ પર ખાસ સ્લીપિંગ પોડ્સ પણ સક્રિય કરવામાં આવ્યા છે. હવે નવો ઉમેરો બાળકો માટે છે, તેઓ મુક્તપણે રમી શકે છે અને એરપોર્ટ પર મનોરંજનના સંભારણા સાચવી પણ શકે છે. એરપોર્ટ સ્થિત જોય ટેલ્સ પ્લે ઝોનમાં અલગ-અલગ બેબી અને જુનિયર ઝોન, સ્લાઇડ્સ અને કલરિંગ એક્ટિવિટી શીટ્સ સાથેના સોફ્ટ પ્લે એરિયાનો સમાવેશ થાય છે. અહીંયા થતી તમામ રમતગમતની પ્રવૃત્તિઓ સંપૂર્ણ રીતે દેખરેખ હેઠળ અને પ્રશિક્ષિત સહાયકોની મદદથી કરવામાં આવે છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img