1. Home
  2. Tag "airport"

અમદાવાદના એસવીપી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બાળકો માટે બનાવાયો ખાસ પ્લે એરિયા

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બાળ મુસાફરો માટે નવું નજરાણું બનાવવામાં આવ્યું છે. બોર્ડિંગ ગેટ પહેલાં સુરક્ષા હોલ્ડ એરિયામાં બાળકો માટે પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે. ટોય જોય ટેલ્સનાં નવાં આઉટલેટમાં 6 મહિનાથી 10 વર્ષની વયના બાળકો સ્વચ્છ, સલામત, મનોરંજક અને નિયંત્રિત વાતાવરણમાં રમત ગમતનો આનંદ માણી શકશે. શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ […]

અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટ થતાં ચંદીગઢ જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટના રન-વે પર  ગો-ફર્સ્ટ એરવેજની ફ્લાઈટને બર્ડ હિટ થતાં તેને ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. અમદાવાદ એરપોર્ટથી ઉડેલી ગો ફર્સ્ટની અમદાવાદ-ચંડીગઢ ફ્લાઇટને બર્ડ હિટ થતાં તેને ઇમર્જન્સિંગ લેન્ડ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટ એરપોર્ટ પરથી ઉડીને 25 મિનિટ બાદ પરત ફરવાની ફરજ પડી હતી.. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ એરપોર્ટ પર ગુરૂવારે બર્ડ […]

અમદાવાદઃ દુબઈથી આવેલા મુસાફર અને તેના સાગરિતની 4.21 કિલો સોના સાથે ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરી કરનારા દાણચોરો માટે સ્વર્ગ સમાન હોય તેમ અવાર-નવાર વિદેશથી સોનુ લઈને આવતા દાણચોરો ઝડપાય છે. દરમિયાન દુબઈથી ફ્લાઈટમાં આવેલા શખ્સને રૂ. 4.21 કરોડની કિંમતના 8 કિલો સોના સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. તેના સાગરિતને પણ ઝડપી લેવામાં આવ્યો હતો આ મુસાફરની તપાસમાં અન્ય આરોપીઓની સંડોવણી બહાર આવે તેવી શકયતા […]

અમદાવાદમાં એરપોર્ટની બહાર નિકળતા પ્રવાસીઓને કસ્ટમ અધિકારીના સ્વાંગમાં લૂંટતા ચાર ઠગ પકડાયાં

અમદાવાદઃ શહેરમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓ એરપોર્ટની બહાર નિકળે ત્યારે નકલી કસ્ટમના અધિકારીઓ એકલ-દોકલ પ્રવાસીઓને રોકીને પ્રવાસીનો સામાન ચેક કરવાને બહાને ધમકાવીને વિદેશથી લાવેલી ચિજ-વસ્તુઓ પડાવીને પલાયન થઈ જવાના બનાવો બની રહ્યા હતા.એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી કસ્ટમ ઓફિસર બની લૂંટ કરવાની ઘટનાઓ વધી જતા એરપોર્ટ પર સુરક્ષાને લઇને અનેક સવાલો […]

રાજકોટના એરપોર્ટ પર 4 નવા પાર્કિંગને અંતે મંજૂરી મળી, હવે 15મી જૂનથી નવી ફ્લાઈટ શરૂ થશે

રાજકોટઃ શહેરના એરપોર્ટ પર છેલ્લા 6 મહિનાથી પ્રવાસીઓના ટ્રાફિકમાં સારોએવો વધારો થયો છે. રાજકોટ શહેર અને જિલ્લો અનેક ઉદ્યોગો અને વેપાર-વણજ સાથે સંકળાયેલો હોવાથી દેશના અન્ય શહેરો સાથે પણ વેપારના કારોબારથી જોડાયેલો છે. એટલું જ નહીં પણ સૌરાષ્ટ્રના અન્ય શહેરોના પ્રવાસીઓ પણ દેશના અન્ય શહેરોમાં જવા માટે રાજકોટ એરપોર્ટ પરથી જતાં હોય છે. એટલે ટ્રાફિકમાં […]

સુરતઃ એરપોર્ટનું નવું વર્લ્ડ-ક્લાસ ટર્મિનલ બિલ્ડીંગ બનશે

અમદાવાદઃ ભારતમાં હીરા અને કાપડના વ્યવસાયનું સુરત હબ બન્યું છે. મોટી સંખ્યામાં હવાઈ પ્રવાસીઓને આકર્ષે છે. પેસેન્જર ટ્રાફિકમાં થયેલા ભવ્ય વધારાને ધ્યાનમાં રાખીને, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ) રૂ. 353 કરોડના પ્રોજેક્ટ ખર્ચ સાથે એરપોર્ટના સર્વગ્રાહી વિકાસ માટે વ્યાપકપણે કામ કરી રહી છે. વિકાસ પ્રોજેક્ટમાં હાલના ટર્મિનલ બિલ્ડીંગને 8474 ચો.મી.થી 25520 ચો.મી. સુધી વિસ્તરણનો સમાવેશ […]

અમદાવાદના એરપોર્ટ પર કસ્ટમ અધિકારીના સ્વાંગમાં બે શખસોએ દુબઈથી આવેલા યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ  રાજ્યમાં નકલી પોલીસ, નકલી CBI ઓફિસર, નકલી IT ઓફિસર, નકલી ટ્રાફિક પોલીસ બનીને લોકો સાથે છેતરપિંડી થતી હોવાના બનાવો બનતા હોય છે. હવે કસ્ટમ અધિકારીના સ્વાંગમાં બે ગઠિયાએ એરપોર્ટ પર ઉતરેલા એક યુવાન સાથે છેતરપિંડી કરી હતી. શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીની ઓળખ આપીને દુબઈથી આવેલા યુવકને લૂંટી લેવામાં આવ્યો […]

અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સુવિધાનો પ્રારંભ,

અમદાવાદ: શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈલેક્ટ્રિકલ વાહનો માટે સૌ પ્રથમ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સસ્ટેનેબિલિટીના પ્રાઇમ ફોકસ સાથે ATGL (અદાણી ટોટલ ગેસ લિમિટેડ) દ્વારા સ્થાપિત આ નવી સુવિધાનો શુભારંભ થયો છે. ગ્રાહકોની બહેતર સુવિધા માટે આ નવું EV ચાર્જિંગ સ્ટેશન એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલની એન્ટ્રી પોઈન્ટની નજીકમાં જ સ્થાપિત કરવામાં આવ્યું છે. […]

દિવ્યાંગ પેસેન્જર્સને રાજકોટ એરપોર્ટ પર મળશે ખાસ સુવિધા

એરપોર્ટ પર દિવ્યાંગ પેસેન્જર્સમાટે ખાસ સુવિધા એરપોર્ટ પર એમ્બ્યુલિફ્ટ શરૂ કરવામાં આવ્યું દિવ્યાંગો વાહનમાં બેસી સીધા ફલાઇટની અંદર જઇ શકશે રાજકોટ એરપોર્ટ પરથી દરરોજ ૧૧ જેટલી ફ્લાઇટ ઉડાન ભરી રહી હોવાથી મોટી સંખ્યામાં પેસેન્જરો ટ્રાવેલિંગ કરી રહ્યા છે , જેમાં ઘણી વખત દિવ્યાંગ પેસેન્જર્સ મુસાફરી કરતા હોય છે તેની સુવિધા માટે રાજકોટ એરપોર્ટ પર એમ્બ્યુલિફ્ટ […]

રાજકોટ એરપોર્ટ પર પ્રવાસીઓનો ધસારો, પણ પાર્કિંગના અભાવે નવી ફ્લાઈટ્સ શરૂ થઈ શકતી નથી

રાજકોટઃ શહેરમાં કોરોના કાળ પૂર્ણ થતાં એર ટ્રાફિકમાં સારોએવો વધારો થઈ રહ્યો છે. હાલ એરપોર્ટ પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. બીજી બાજુ શહેરના એરપોર્ટ પર પાર્કિંગની વધુ સુવિધા ન હોવાથી કોલકત્તા સહિત અન્ય શહેરોની ફ્લાઈટ્સ શરૂ થઈ શક્તી નથી  એરપોર્ટ પરથી હાલ દિવસ દરમિયાન દિલ્હી અને મુંબઈની 4-4, ગોવા અને બેંગ્લોરની 1-1 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code