1. Home
  2. Tag "Alang"

અલંગમાં બ્રેકિંગ માટે આવેલું 10 માળની હોટલ જેવું ક્રૂઝ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યુ

ભાવનગરઃ કોરોના કાળ હવે સમાપ્ત થતા દેશ-વિદેશોના અનેક જહાજો અલંગમાં ભાંગવા માટે આવી રહ્યા છે. અલંગ શિપયાર્ડ અલંગ ખાતે પ્લોટ નં-120માં અદ્યતન સુવિધાઓથી સજ્જ પેસેન્જર ‘અલ્ટ્રોસ’ ક્રૂઝ પોતાની અંતિમ મંજિલે આવી પહોંચ્યું છે. દુનિયાના દરિયામાં તરતી જન્નત સમાન આ ક્રૂઝ સફરો ખેડ્યા બાદ અવધિ પૂર્ણ થતાં ક્રૂઝમાલિકે અલંગ ભાંગવા માટે વેચ્યું છે. ઘણા સમય બાદ […]

ભાવનગરના અલંગ નજીક જુના વાહનો માટે સ્ક્રેપયાર્ડ શરૂ કરવા કેન્દ્રીય ટીમે સ્થળ નિરિક્ષણ કર્યું

ભાવનગરઃ દેશમાં વ્હિકલ સ્ક્રેપ અંગેની વિસ્તૃત પોલીસી ટુંક સમયમાં ઘોષિત થવાની છે, તે પૂર્વે ભાવનગરના અલંગ ખાતે  વ્હિકલ સ્ક્રેપ યાર્ડ સ્થાપવા માટે ભારત સરકારના રોડ-ટ્રાન્સપોર્ટ મંત્રાલયની ટુકડી ભાવનગર અને અલંગની મુલાકાતે આવી પહોંચી હતી, અને પોલીસી તૈયાર કરતા પૂર્વેનો અંતિમ રીપોર્ટ મંત્રાલયને સુપરત કરશે. ભાવનગર જિલ્લામાં અલંગ ખાતે વ્હિકલ સ્ક્રેપ યાર્ડ સ્થાપવા માટે જમીની હકીકતનો […]

ભાવનગરના અલંગ, ઘોઘા અને નવા બંદરને સાગરમાલા યોજના તળે કોસ્ટલ કનેક્ટિવિટી અપાશે

ભાવનગરઃ  જિલ્લાના અલંગ શિપબ્રેકિંગ યાર્ડ, ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસ ટર્મિનલ, ભાવનગરના નવા બંદરને સાગરમાલા યોજના તળે કોસ્ટલ કનેક્ટિવિટીથી જોડવા માટેનું કેન્દ્ર સરકારે આયોજન ઘડ્યુ છે. બંદર, વહાણવટા અને જળ માર્ગ માટેના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતુ કે, હયાત બંદરોને મોટા કરવા, વધારવા કે અસરકારક રીતે અને ટકાઉ રીતે એવી રીતે નવા […]

ભાવનગરના અલંગ નજીક જુના વાહનોના ભંગાણ માટે સ્ક્રેપ યાર્ડની થશે સ્થાપના

ભાવનગર:  કોરોનાને લીધે અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગને ફટકો પડ્યો છે. જિલ્લામાં બીજા કોઈ મોટા ઉદ્યોગ-ધંધા નથી ત્યારે અલંગનો શિપ બ્રેકિંગ અને તેના સંલગ્ન સ્ક્રેપ ઉદ્યોગને લીધે અનેક લોકોને રોજગારી મળી રહી છે. હાલ કોરોનાના કેમોમાં ઘટાડો થતા ફરીવાર અલંગ ઉદ્યોગમાં ઘીમી ગતિએ કામકાજ ચાલું થયું છે. જિલ્લામાં અલંગમાં  શિપબ્રેકિંગ અને રોલિંગ મિલોને કારણે દેશભરના સ્ટીલ […]

ભાવનગરનો અલંગનો શીપબ્રેકિંગ ઉદ્યોગ 45 દિવસથી બંધ હોવાથી કરોડોનું નુકશાન

ભાવનગર : કોરોનાને કારણે અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગને પણ ગ્રહણ લાગ્યુ છે.  ઓક્સિજનના પુરવઠાના વાંકે પાછલા 45 દિવસથી બંધ પડેલો અલંગનો શીપ બ્રાકિંગ ઉદ્યોગ હજુ તત્કાળ શરૂ થાય એવા કોઇ ચિહ્નો મળતા નથી. દિવસ-રાત ધમધમતો અલંગનો જહાજવાડો અને રિસાયક્લિગ બજારમાં સૂનકાર ભાસી રહ્યો છે. જહાજ કાપવા માટે એલપીજી અને ઓક્સિજનની સૌથી વધારે જરૂરિયાત રહેતી હોય […]

ભાવનગરના અલંગમાંથી રાજ્યની મોટાભાગની હોસ્પિટલોને ઓક્સિજનનો સપ્લાય કરાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની માગમાં વધારો થયો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં અલંગ સહિત જુદાજુદા વિસ્તાકોમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટ અડધા ગુજરાતની હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડે તેવી વ્યવસ્થા  છે. જેને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. ગુજરાતભરમાં બે દિવસથી અહીંથી ઓક્સિજનના સિલિન્ડર મોકલવામાં આવી રહયા છે. […]

બ્રિટનના એક ટ્રસ્ટે INS વિરાટને મ્યુઝિયમમાં ફેરવવાની તૈયારી દર્શાવી

દિલ્હીઃ ભારતીય નૌસેનામાં યશસ્વી યોગદાન આપનાર ‘ધ ગ્રાન્ડ ઓલ્ડ લેડી’ તરીકે જાણીતા યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટને સેવાનિવૃત થયા બાદ મેરીટાઈમ મ્યુઝિયમ તરીકે અમર રાખવાની લાખ્ખો ભારતીયોની ઈચ્છા હતી. પરંતુ જે પૂર્ણ થઈ શકી ન હતી. જો કે, બ્રિટનના એક ટ્રસ્ટે આઈએનએસ વિરાટને પરત બ્રિટનમાં લઈ જઈને મ્યુઝિટમ બનાવવાની તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code