1. Home
  2. ગુજરાતી
  3. ભાવનગરના અલંગ, ઘોઘા અને નવા બંદરને સાગરમાલા યોજના તળે કોસ્ટલ કનેક્ટિવિટી અપાશે
ભાવનગરના અલંગ, ઘોઘા અને નવા બંદરને સાગરમાલા યોજના તળે કોસ્ટલ કનેક્ટિવિટી અપાશે

ભાવનગરના અલંગ, ઘોઘા અને નવા બંદરને સાગરમાલા યોજના તળે કોસ્ટલ કનેક્ટિવિટી અપાશે

0
Social Share

ભાવનગરઃ  જિલ્લાના અલંગ શિપબ્રેકિંગ યાર્ડ, ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસ ટર્મિનલ, ભાવનગરના નવા બંદરને સાગરમાલા યોજના તળે કોસ્ટલ કનેક્ટિવિટીથી જોડવા માટેનું કેન્દ્ર સરકારે આયોજન ઘડ્યુ છે. બંદર, વહાણવટા અને જળ માર્ગ માટેના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતુ કે, હયાત બંદરોને મોટા કરવા, વધારવા કે અસરકારક રીતે અને ટકાઉ રીતે એવી રીતે નવા બંદરો વિક્સાવવા જેથી મહદ અંશે નૂર ખર્ચ ઘટે અને વેપાર વૃદ્ધિ સુધરે એ માટે રાષ્ટ્રીય સ્તરે સંકલિત અભિગમ જરૂરી છે.

કેન્દ્રિય મંત્રી માંડવિયાએ  બંદર, વહાણવટા અને જળ માર્ગો માટેના મંત્રાલય દ્વારા આયોજિત મેરિટાઇમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (એમએસડીસી)ની 18મી મીટિંગની વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી હાથ ધરી હતી જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, મેરિટાઇમ ક્ષેત્રની એકંદર પ્રગતિને લગતા બહુ મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. કેટલાંક બિન-કાર્યરત બંદરો સહિત મેરિટાઈમ ક્ષેત્રના વિકાસ પર કેન્દ્ર અને રાજ્ય સરકારો બેઉ સંયુક્તપણે કાર્ય કરશે.

ભારતીય બંદર ખરડો, 2021, નેશનલ મેરિટાઇમ હૅરિટેજ મ્યુઝિયમ (એનએમએચસી), બંદરો સાથેની રેલ અને રસ્તાની કનેક્ટિવિટી, મેરિટાઇમ કામગીરી અને સી પ્લેનની કામગીરી માટે તરતી જેટ્ટીઓ, સાગરમાલા યોજનાઓ અને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઇપી) પ્રોજેક્ટ્સને સામેલ કરશે તેમ તેઓએ ઉમેર્યુ હતુ.તદ્ઉપરાંત સલામતી, સુરક્ષા અને પ્રદૂષણ અટકાયતને લગતા કેટલાંક પરંપરાગત આચાર પણ ભારતીય બંદર ખરડા 2021 (આઇપી બિલ 2021)માં તમામ બંદરો દ્વારા આવા આચારોમાં ઠરાવેયાલ તમામ જરૂરિયાતોના અમલીકરણ માટે સામેલ કરાયા છે.

સાગરમાલા કાર્યક્રમ અને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઇપી) દ્વારા ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા બંદર, વહાણવટા, અને જળ માર્ગોના મંત્રાલય પાસે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ છે જે સાગરમાલા અને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઇપી) હેઠળ હાથ ધરાયા છે. ભારતમાં માત્ર જૂજ બંદરો પાસે ઊંડા ડ્રાફ્ટ છે જે કેપસાઇઝ જહાજોને હાથ ધરી શકે. આ ઉપરાંત, ભારતના સમગ્ર કાંઠામાં આશરે 100 જેટલાં બિનકાર્યરત બંદરો છે. જહાજોનું કદ વધતું જ જાય છે અને એટલે વધારે ઊંડા ડ્રાફ્ટવાળા બંદરો હોવા અને ખરેખર મેગા પોર્ટ્સ વિક્સાવવાની જરૂર છે. એવી જ રીતે, બિન-કાર્યરત બંદરોને પણ અગ્રતા આપવાની અને વિક્સાવની જરૂર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code