
મારો પેલેસ્ટાઇન સાથે એટલોજ ગાઢ સંબંધ છે, જેટલો ઇઝરાયેલ સાથેઃ PM મોદી
લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કાના મતદાન પહેલા PM મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. એક ખાનગી ચેનલને આપેલ ઇન્ટરવ્યુમાં PM મોદીએ ચૂંટણીમાં હિન્દુ-મુસ્લિમ ભેદભાવના વિપક્ષના આરોપો પર મોટો ખુલાસો કર્યો છે. ઈન્ટરવ્યુમાં PM મોદીએ કહ્યું કે, રમઝાન દરમિયાન અમે ગાઝામાં ખાસ દૂત મોકલ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે મેં રમઝાન મહિનામાં ગાઝામાં બોમ્બ ધડાકા રોકવા માટે પહેલ કરી હતી. હું તેનો પ્રચાર કરતો નથી. તેમણે કહ્યું કે, ઘણાએ પ્રયત્ન કર્યો જ હશે, મેં પણ પ્રયાસ કર્યો હતો. PM મોદીએ કહ્યું કે, રમઝાનનો મહિનો હતો. મેં મારા ખાસ દૂતને ઈઝરાયેલ મોકલ્યા. તેમને કહ્યું કે વડાપ્રધાન (બેન્જામિન નેતન્યાહુ)ને ઓછામાં ઓછા રમઝાન દરમિયાન ગાઝા પર બોમ્બમારો ન કરવા માટે સમજાવો.
PM મોદીએ કહ્યું હું ડોળ કરતો નથી
ખાનગી ચેનલને આપેલ ઇન્ટરવ્યુમાં PM મોદી વધુમાં કહ્યું કે, મારો પેલેસ્ટાઈન સાથે એટલો જ ગાઢ સંબંધ છે જેટલો મારો ઈઝરાયેલ સાથે છે. તેમણે કહ્યું કે પહેલા અહીં ફેશન હતી કે જો કોઇને ઇઝરાયેલ જવુ છે તો પેલેસ્ટાઇનની મુલાકાત લેવી પણ જરૂરી છે.. ધર્મ નિરપેક્ષતા કરો અને પાછા આવી જાવ, પરંતુ મેં એમ ન કર્યુ .
મોદી માટે બધા આકાશમાં એક સાથે
PM મોદીએ કહ્યું કે, જ્યારે હું પેલેસ્ટાઈન ગયો ત્યારે જોર્ડનના રાષ્ટ્રપતિને ખબર પડી કે હું ત્યાંથી પસાર થવાનો છું. તેઓ મોહમ્મદ સાહેબના સીધા વારસદાર છે. તેમણે કહ્યું કે મોદીજી, તમે આવી રીતે ન જઈ શકો. તમે અમારા મહેમાન છો. મારા હેલિકોપ્ટરથી જશો. હું ગયો ભોજન કર્યુ અને પાછો આવ્યો. પણ હેલિકોપ્ટર જોર્ડનનું હતું, ડેસ્ટિનેશન પેલેસ્ટાઈન હતું અને ઈઝરાયેલના વિમાનો મને એસ્કોર્ટ કરી રહ્યા હતા. ત્રણેયની દુનિયા અલગ છે પરંતુ મોદી માટે બધા આકાશમાં એક સાથે છે.