1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં RTO કચેરીના 66 કર્મચારીઓને વસતી ગણતરીની કામગીરી સોંપાઈ
અમદાવાદમાં RTO કચેરીના 66 કર્મચારીઓને વસતી ગણતરીની કામગીરી સોંપાઈ

અમદાવાદમાં RTO કચેરીના 66 કર્મચારીઓને વસતી ગણતરીની કામગીરી સોંપાઈ

0
Social Share

અમદાવાદ, 7 મે 2026: 66 employees of RTO office in Ahmedabad assigned to census work ગુજરાતમાં વસતી ગણતરીનો જુન મહિનાથી પ્રારંભ થશે. વસતી ગણતરીની કામગીરી શિક્ષકો ઉપરાંત સરકારી કર્મચારીઓને પણ સોંપવામાં આવી છે. અને હાલ સરકારી કર્મચારીઓને વસતી ગણતરી માટે તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદની આરટીઓ કચેરીના કૂલ 69 કર્મચારીઓમાંથી 66 કર્મચારીઓને વસતી ગણતરીની કામગીરી સોંપવામાં આવી છે. આરટીઓ કચેરીના કર્મચારીઓ વસ્તી ગણતરીની કામગીરી કરવા જાય ત્યારે આરટીઓ બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેથી આરટીઓના અધિકારીઓએ સ્ટાફ વધારવા માટે માંગ કરી છે. તેમજ હવે આરટીઓ કચેરી બંધ ન થાય તે માટે ઓફિસના સમય પછી વસતી ગણતરીની કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ ટ્રેનિંગ માટે પણ અડધો અડધો સ્ટાફ બોલાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં જુન 2026થી વસતી ગણતરી હાથ ધરવામાં આવશે. જે માટે અલગ અલગ સરકારી કર્મચારીઓને વસતી ગણતરીની કામગીરી સોંપવામાં આવી છે. અમદાવાદ આરટીઓમાં અત્યારે સ્ટાફની અછત વચ્ચે 69 કર્મચારીઓનું મહેકમ છે. તેમ છતાં 66 જેટલા કર્મચારીઓને વસતી ગણતરીની કામગીરી કરવા માટેના ઓર્ડર કરવામાં આવ્યા છે. ત્રણ કર્મચારીઓને  ઓર્ડર એટલા માટે કરવામાં આવ્યા નથી કે એક કર્મચારી બે મહિના પછી રિટાયર્ડ થાય છે તો બે કર્મચારી થોડા સમય પહેલા જ જોડાયા છે. જેથી ત્રણને છોડીને અન્ય બધા જ કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી કરવા માટે ફિલ્ડમાં જવું પડશે. વસતી ગણતરીની કરવા માટે જ્યારે કર્મચારીઓ ફીલ્ડમાં જાય ત્યારે આરટીઓ કચેરી બંધ કરવી તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જો કે સોમવારે એક દિવસ માટે 66 કર્મચારીઓને ટ્રેનિંગ માટે બોલાવવામાં આવતા તમામ કામગીરી બંધ કરવી પડી હતી. દરરોજ ડ્રાઇવિંગ લાયસન્સ માટે 250, વાહન સહિતની કામગીરી માટે 200 તો પરમિટ સહિતની કામગીરી માટે 350 જેટલા અરજદારો આરટીઓ આવતા હોય છે. જેથી સ્ટાફ જ ન હોવાથી તમામ અરજદારોના કામ થઈ શક્યા નહતા. અને બીજા દિવસે ધક્કો ખાવો પડ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code