નવી દિલ્હી, 16 ઓગસ્ટ 2026: વિશ્વના નંબર વન ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસને સતત બીજી વખત ઈ-સ્પોર્ટ્સ વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. ફ્રાન્સના પેરિસમાં રમાયેલી ફાઇનલમાં કાર્લસને બેલારુસના ગ્રાન્ડમાસ્ટર ડેનિસ લાઝાવિકને ૨-૦થી હરાવ્યા હતા.
‘ટીમ લિક્વિડ’નું પ્રતિનિધિત્વ કરતા 35 વર્ષીય નોર્વેજીયન ખેલાડી કાર્લસન સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અજેય રહ્યા હતા. દરમિયાન, અમેરિકન ગ્રાન્ડમાસ્ટર હિકારુ નાકામુરાએ બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં અલીરેઝા ફિરોઝજાને 4-1થી હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. તકનીકી ખામીઓ અને ઇન્ટરનેટ કનેક્શનમાં અવરોધોને કારણે આ સ્પર્ધામાં ઘણી વખત વિક્ષેપ પડ્યો હતો.
આ ચેમ્પિયનશિપ માટે ત્રણ-સેટનું માળખું અપનાવવામાં આવ્યું હતું. પ્રથમ બે સેટમાંના દરેક સેટમાં ચાર ગેમ્સ રમવામાં આવી હતી, જ્યારે અંતિમ સેટ બે ગેમ્સનો હતો અને જરૂર પડ્યે ટાઈ-બ્રેકર રમવાનું હતું.
વધુ વાંચો: વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓ માટે મફત ઓનલાઇન કોચિંગની જાહેરાત કરી

