આણંદ, 24 નવેમ્બર, 2026 : CM Bhupendra Patel participated in Dada Bhagwan’s 119th birth anniversary શહેરમાં દાદા ભગવાનની ૧૧૯મી જન્મજયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિત રહી દાદા ભગવાનના દર્શન કર્યા હતા અને મન, વચન તથા કર્મથી માનવ કલ્યાણની સેવા કરવા માટેના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
કાર્યક્રમની શરૂઆત પૂજ્યશ્રીના આગમન બાદ ભગવંતો અને દાદાને વંદન તથા ત્રિમંત્રના પઠન અને નમસ્કાર વિધિથી થઈ હતી. પૂજ્ય દ્વારા જન્મજયંતીનો સંદેશ પાઠવ્યા બાદ ભાવનાની સામાયિક કરવામાં આવી હતી.
સ્ટેજની મધ્યમાં બિરાજમાન દાદાની મૂર્તિ તેમજ દાદા-નીરુમાના ફોટાનું ભાવપૂર્વક પૂજન કર્યા બાદ આરતી કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીએ પણ પૂજ્ય સાથે જોડાઈને આરતીનો લાભ લીધો હતો.
આ પ્રસંગે સૌ વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાદા અને પૂજ્યને હાર પહેરાવી અભિવાદન કર્યું હતું, જ્યારે પૂજ્યના હસ્તે મુખ્યમંત્રીને ‘શંકા બુક’ (Shanka Book) ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પૂજ્યએ આગામી જન્મજયંતી મહોત્સવ જામનગર ખાતે ઉજવવાની જાહેરાત કરતા જામનગરના મહાત્માઓએ સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું.
પૂજ્ય દાદા ભગવાનની ૧૧૯ મી જન્મજયંતી મહોત્સવ પ્રસંગે મંત્રી રમણભાઈ સોલંકી, પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડા, મંત્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જીલુભા સિંધા, સાંસદ મિતેશભાઈ પટેલ, મેયર દીપિકાબેન પટેલ, ધારાસભ્યો યોગેશભાઈ પટેલ, હર્ષદ પરમાર, વિપુલભાઈ પટેલ, ચિરાગ પટેલ, જિલ્લા કલેક્ટર ઉત્સવ ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ અને મ્યુનિસિપલ કમિશનર આર.એન. ડોડીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહાત્માઓ અને મુમુક્ષુઓ ઉપસ્થિત રહ્યા હતા.








