Homeગુજરાતીગુજરાતરાજ્યપાલ દેવવ્રતજીની પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રની કામગીરીને PM મોદીએ બિરદાવી

રાજ્યપાલ દેવવ્રતજીની પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રની કામગીરીને PM મોદીએ બિરદાવી

ગાંધીનગર, 24 નવેમ્બર, 2026 : PM Modi lauds Governor Devvratji’s work in the natural agriculture sector વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના લોકકલ્યાણકારી કાર્યો, સામાજિક સમરસતા, સ્વચ્છતા અભિયાન તેમજ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે કરવામાં આવી રહેલા પ્રયાસોની મુક્તકંઠે પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીના આ પ્રેરણાદાયી અને પ્રોત્સાહક ઉદગારો બદલ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ તેમનો અત્યંત વિનમ્રતાપૂર્વક અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યપાલના કાર્યોને બિરદાવતા જણાવ્યું હતું કે, “એક સજ્જન સમાજસેવી ગવર્નર પદની ગરિમા કેવી રીતે વધારે અને ગુજરાતના તાણાવાણા સાથે કેવી રીતે સહજતાથી ભળી જાય, તેનું ઉત્તમ ઉદાહરણ આચાર્ય દેવવ્રતજીએ પૂરું પાડ્યું છે”.

પ્રધાનમંત્રીએ વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે આચાર્ય દેવવ્રતજી ગામડાઓમાં જઈને વંચિત અને દલિત પરિવારોને અત્યંત સહજ રીતે પોતાના બનાવી રહ્યા છે, જેના પરિણામે સેંકડો પરિવારોને આજે ગુજરાતનું લોકભવન પોતાનું ઘર લાગવા માંડ્યું છે. આ ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્રનું જીવંત સ્વરૂપ છે. આ ઉપરાંત, રાજ્યપાલના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીનું કાર્ય ખૂબ જ પ્રોત્સાહક રીતે આગળ વધી રહ્યું છે, જે આગામી ૧૦૦ વર્ષ માટે ગુજરાતની ધરતી માતાની રક્ષા અને સમૃદ્ધિનો મજબૂત પાયો નાખશે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના આ સ્નેહપૂર્ણ શબ્દો અને પ્રોત્સાહન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતા રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના આ પ્રેરણાદાયી શબ્દો મારા માટે અત્યંત ગૌરવ અને આનંદનો વિષય છે. વડાપ્રધાનની દૂરદર્શી વિચારસરણી, તેમનું માર્ગદર્શન અને રાષ્ટ્ર પ્રથમનો સંકલ્પ જ આપણને સૌને સમાજના અંતિમ છેવાડાના માનવી સુધી પહોંચવા અને પ્રકૃતિના જતન માટે સતત કાર્યરત રહેવાની પ્રેરણા આપે છે.

રાજ્યપાલએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ, સામાજિક સમરસતા અને સ્વચ્છતાનું આ જનઆંદોલન વધુ વ્યાપક બનીને વિકસિત ભારત @ ૨૦૪૭ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img