
મિસેકેરેજ ન થાય તે માટે આટલી બાબતો અવશ્ય ધ્યાનમાં રાખો, ઘણી દવાઓ પણ બની શકે છે મિસ કેરેજનું કારણ
મિસકેરેજ થવાનું દર્દ માતા બનવાની રાહ જોઇને બેઠેલી સ્ત્રીને જ ખબર પડે.. મિસકેરેજ થવાના કારણો અલગ-અલગ હોય છે, અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવવા જઇ રહ્યા છે જે મિસ કેરેજ ન થાય તે માટે ખુબ મહત્વની બની રહે છે.
ડોક્ટરને મળી જરૂરી ટેસ્ટ કરાવો
ઘણી હોર્મોનલ સમસ્યાઓ પણ મિસકેરેજનો ખતરો વધારી શકે છે. ઘણા પ્રકારના હોર્મોન પણ પ્રેગ્નેન્સીને પ્રભાવિત કરે છે માટે પ્રેગ્નેન્સી પ્લાન કરતા પહેલા ડોક્ટરને મળો અને બધા જરૂરી ટેસ્ટ કરાવો.
બિન જરૂરી દવાઓનું સેવન ન કરો
ઘણા પ્રકારની દવાઓનું સેવન પણ ગર્ભપાતનું કારણ બની શકે છે. માટે પ્રેગ્નેન્સી શરૂ થયા બાદ ડોક્ટરની સલાહ લિધા વગર કોઈ પણ દવા ન ખાઓ. તેનાથી ગર્ભપાતનો ખતરો વધી શકે છે.
ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખો
એક્સપર્ટ્સ કહે છે કે ડાયાબિટીઝના કારણે ગર્ભપાત થઈ શકે છે માટે ડાયાબિટીઝને નિયંત્રિત રાખવું ખૂબ જ જરૂરી છે માટે સમય પર ડોક્ટરની સલાહ અનુસાર દવાઓ લો અને બિનજરૂરી દવાઓનો ઉપયોગ ન કરો.
ધુમ્રપાન અને આલ્કોહોલથી દુર રહો
આજકાલ મોડર્ન થઈ રહેલા સમાજમાં મહિલાઓમાં ધૂમ્રપાન અને દારૂનું ચલણ વધી ગયું છે. જેમાં મહિલાઓના એગની ક્વોલિટી પર ખરાબ અસર પડે છે અને આવી મહિલાઓને બાળક કંસીવ કરવામાં મુશ્કેલી આવે છે અને તેમનામાં મિસકેરેજના કેસ વધી જાય છે.