તાપીઃ ઉકાઇ ડેમના 12 દરવાજા ખોલાતા 27 ગામોને એલર્ટ કરાયા
રાજ્યના અનેક વિસ્તારોમાં મોડી સાંજથી રાત સુધી ધોધમાર વરસાદ વરસવાના અહેવાલ છે. ગાંધીનગર ખાતેથી જાહેર થયેલા અહેવાલ અનુસાર ગઇકાલે સવારના છ વાગ્યાથી પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 198 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં તાપીના ડોલવણમાં સાડા છ ઇંચ કરતાં વધુ જ્યારે સુરતના બારડોલીમાં પાંચ ઇંચ કરતાં વધુ સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો.અરવલ્લીમાં મોડી સાંજે ધનસુરા […]