1. Home
  2. Tag "ambaji"

અંબાજીમાં હવે ચિક્કી અને મોહનથાળ બન્ને પ્રસાદ અપાશે, ભક્તોની લાગણીનો થયો વિજય

ગાંધીનગરઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા સામે વિરોધ વ્યાપક બની રહ્યો હોવાથી રાજ્ય સરકારે ચિક્કી સાથે મોહનથાળનો પ્રસાદ આપવાની તૈયારી દર્શાવી છે, રાજ્ય સરકારે  મધ્યસ્થી કરીને ફરી એક વખત અંબાજીના મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ભકતોને મળે તે સુનિશ્ર્ચિત કર્યુ છે. જો કે ચીકકીનો પ્રસાદ પણ યથાવત રહેશે અને શ્રદ્ધાળુઓને કયો […]

અંબાજી તળેટીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 12મીથી 16મી ફેબ્રુઆરી દરમિયાન યોજાશે

અંબાજીઃ યાત્રાધામ અંબાજી ગબ્બર શક્તિ પીઠ તળેટીમાં આકાર પામેલા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની ઉજવણી આગામી તા. 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન કરાશે.  જેની તૈયારી અને આયોજનના ભાગરૂપે અંબાજીમાં એક બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર અને દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં અંબાજીના સર્વે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી […]

અંબાજીમાં ટેક્સ ન ભરનારા પ્રોપર્ટીધારકો સામે ઝૂંબેશ, 800 જેટલા બાકીદારો સામે કડક કાર્યવાહી

અંબાજીઃ ગુજરાતની મોટાભાગની નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો આર્થિક તંગીનો સામનો કરી રહી છે. તેથી વર્ષોથી બાકી ટેક્સધારકો સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. અંબાજીમાં 800થી વધુ બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાકીદારોને નોટિસ ફટકારી મિલકત પણ સીલ કરી વેરા વસુલાત કરવામાં […]

અંબાજીમાં શંભુ પંચ દશનામ અખાડાના સાધુ સંતોની શોભાયાત્રા નીકળી, કોટોશ્વરમાં શાહી સ્નાન કર્યું

અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે  શ્રી શંભુ પંચ દશનામ આવાહન અખાડા દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, નાગા બાવાઓ સહિતના ધર્મ પ્રેમી જનતા જોડાઈ હતી. ભવ્ય શોભાયાત્રામાં સાધુ સંતો અને નાગાબાવાઓ વિશાળ સંખ્યામાં હાથોમાં ધજાઓ લઈને નાચતા ગાતા અને હર હર ભોલેના નાદ સાથે અંબાજીના ગામમાં ઉત્સાહપૂર્વક શોભાયાત્રા કાઢવામાં આવી હતી. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજીમાં પૂજા-અર્ચના કર્યા બાદ ગબ્બરમાં મહાઆરતી કરી

અંબાજી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બનાસકાંઠાના પ્રવાસે આવી પહોંચ્યા હતા. અને શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરમાં માતાજીની પૂજા-અર્ચના કરીને ગબ્બરમાં મહાઆરતી કરી હતી. બનાસકાંઠાની મુલાકાત દરમિયાન વડાપ્રધાનના હસ્તે  રૂ. 6909 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લોકોએ રોડની બન્ને સાઈડ પર ઊભા રહીને […]

PM મોદી 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવશે, અમદાવાદમાં નવરાત્રિ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે

અમદાવાદઃ પીએમ નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. 29મી સપ્ટેમ્બરે સવારે લગભગ 11 વાગ્યે, પીએમ મોદી સુરતમાં 3400 કરોડ રૂ.થી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે અને લોકાર્પણ કરશે. ત્યારબાદ નરેન્દ્ર મોદી ભાવનગર જશે. ત્યાં બપોરે લગભગ 2 વાગ્યે, તેઓ રૂ. 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી પહેલોનું શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે. […]

વડાપ્રધાન મોદી 30મી સપ્ટેમ્બરે અંબાજી આવશે, કલેકટરે અધિકારીઓ સાથે બેઠક યોજી

પાલનપુરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જિલ્લાના અધિકારીઓ સાથે કાર્યક્રમની તૈયારીઓ માટે બેઠક યોજી હતી. જેમાં કલેક્ટરએ વિવિધ વિભાગો અને અધિકારીઓને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે માર્ગદર્શન આપી સૂચનો કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વડાપ્રધાન મોદીની મુલાકાતને […]

આદ્યશક્તિ અંબાજીના દર્શન કરીને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારાર્થે યુવા પરિવર્તન યાત્રાનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત  વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં યુવા કોંગ્રેસ દ્વારા યાત્રાધામ અંબાજીથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ કર્યો છે. અંબાજીથી ઉમરગામ સુધીની આ યાત્રા મહત્તમ ટ્રાઇબલ બેલ્ટના 14 જિલ્લામાંથી પસાર થશે.ખાસ કરી આદિવાસી વિસ્તારના યુવાનોને સજાગ કરી મતો અંકે કરવાના પ્રયાસો હાથ ધરાશે […]

અંબાજી ખાતે યોજાયેલ લોકસંપર્ક કાર્યક્રમને ભવ્ય પ્રતિસાદ મળ્યો

લોકસંપર્ક કાર્યક્રમને ભવ્ય પ્રતિસાદ મળ્યો આસ્થાનો મેળો માહિતીનો મેળો બન્યો ફોટો પ્રદર્શનને નિહાળી દેશભક્તિના રંગે રંગાયા ભક્તો સાબરકાંઠા: મા અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળ‍માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીની સંઘર્ષ ગાથાને રજૂ કરતા ફોટો પ્રદર્શને યાત્રાળુઓમાં અનેરુ આકર્ષણ જમાવ્યું હતું. સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે જાણકારી આપતાં અને આઝાદીની વિવિધ ચળવળને રજૂ કરતા આ ફોટો પ્રદર્શન […]

આજે ભાદરવી પુનમ – અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર, અહીં ખાસ રીતે ઉજવાય છે આજનો આ પાવનપર્વ

આજે ભાદરવી પુનમ હોવાથી અંબાજીમાં ભક્તોની ભીડ અંબાજીમાં આજનો પર્વ ખાસ રીતે ઉજવાય છે અંબાજીઃ- આજે ભાદરવી પુનમ હોવાથી ગુજરાતના મા અંબાજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઇમટ્યું છે, અહી ભાદરવી પુન કંઈક ખાસ રીતે ઉજવાય છે અને ભક્તો દરવર્ષે અહી મોટી સંખ્યામાં માતાજીના દર્શને આવતા હોય છે. આજના ખાસ દિવસે ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ખાસ વ્યલસ્થાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code