1. Home
  2. Tag "amdavad"

કોરોના સંકટઃ અમદાવાદના 162 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થવાની સાથે માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલ અમદાવાદ શહેરમાં લગભગ 162 જેટલા વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં છે. શહેરના પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થયો છે. દરમિયાન મનપા […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન હવે પ્રજાના ટેક્સના પૈસામાંથી તમામ કોર્પોરેટરોને લેપટોપ અને પ્રિન્ટર આપશે

અમદાવાદ:  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની કરોડા રૂપિયાની આવક થાય છે. પરંતુ અણઘડરીતે કરાતા ખર્ચાઓને કારણે શહેરમાં રોડ રસ્તા બનાવવા અને કોન્ટ્રાક્ટરોને ચૂકવવા માટે પૈસા નથી જેના લીધે કરોડા બીલ પેન્ડીંગ પડ્યા છે. ત્યારે  મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દરેક ટેબલે કોમ્પ્યુટર હોવા છતાં 192 કાઉન્સિલરો તથા મ્યુનિ.કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ લેપટોપ આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ […]

અમદાવાદમાં કોરોનાના 97 ટકા દર્દીઓ હોમ ક્વોરન્ટાઈનઃ AMC કમિશનર લોચન સહેરા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. સૌથી વધારે પોઝિટિવ કેસ સામે અમદાવાદમાં આવી રહ્યાં છે. જેથી AMC તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ 93 જેટલા સંજીવની રથો દોડતા કરવામાં આવ્યાં છે. જો કે, રાહતની વાત એ છે કે, કોરોના પોઝિટિવ દર્દીઓમાં લક્ષણ ગંભીર નથી. એટલું જ નહીં 97 ટકા દર્દીઓ હાલ હોમ ક્વોરન્ટાઈન […]

કોરોના કહેરઃ અમદાવાદમાં ટેસ્ટીંગમાં વધારો કરાયો, 12 હજારથી વધારે ટેસ્ટ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી મનપા તંત્ર સફાળુ જાગ્યું છે. તેમજ ફ્લાવર શો અને પતંગ મહોત્સવ રદ કરવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયાં હોવાનું જાણવા મળે છે. શહેરમાં ટેસ્ટીંગમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દરરોજ હાલ […]

અમદાવાદમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલઃ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમદાવાદમાં પણ સવારથી આકાશ વાદળછાયુ રહ્યું હતું. તેમજ બપોરના સમયે વરસાદ વરસ્યો હતો. ભર શિયાળે અમદાવાદ શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ હતી. રાતના સમયે પણ અમદાવાદ શહેરમાં હળવો વરસાદ વરસ્યો હતો.   સુત્રોના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટમબર્સને કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગઈકાલે રાતના […]

કોરોના સંકટઃ અમદાવાદ શહેરમાં હવે AMTS-BRTS બસ 50 ટકા ક્ષમતા સાથે દોડશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મ્યુનિ.કોર્પોરેશને પણ કોરોનાની ગાઈડ લાઈનનું લોકો ચુસ્તતાથી પાલન કરે તેની તાકીદ કરી છે. છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કેસોને જોતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી હતી. આ બેઠકમાં મ્યુનિ.ના સ્વાસ્થ્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા. […]

અમદાવાદ જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનાં 1392 રીલ સાથે 3 વેપારીઓ પકડાયા

અમદાવાદઃ ઉત્તરાયણને હવે માંડ 10 દિવસ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લા એસઓજીએ અસલાલી અને ધોળકામાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી પકડી પાડી છે. પોલીસે રૂ.6.96 લાખની કિંમતના ચાઈનીઝ દોરીના 1392 રીલ સાથે 3 વેપારીની ધરપકડ કરી હતી. ત્રણેય વેપારીઓ ચાઈનીઝ દોરી વેચવા માટે લાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ […]

અમદાવાદમાં કોરોનાનો અજગર ભરડોઃ 4 દિવસમાં ચાર ગણુ સંક્રમણ ફેલાયું

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં કોરેટ ગતિએ વધારો થયો છે. જેમાં સૌથી વધારે પોઝિટિવ કેસ માત્ર અમદાવાદમાં સામે આવ્યાં છે. જેથી આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે અને સંક્રમણ વધારે ફેલતુ અટકાવવાની દિશામાં કવાયતને વધારે તેજ બનાવી છે. શહેરમાં ચાલ દિવસમાં કોરોનાનું સંક્રમણ ચાર ગણુ […]

અમદાવાદની સિવિલમાં 1200 બેડ મહિલા અને બાળ આરોગ્ય સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનો પ્રારંભ

અમદાવાદ: શહેરની સિવિલ મેડિસીટીની 1200 બેડ મહિલા અને બાળ આરોગ્ય સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતુ. 1200 બેડમાં કાર્યરત થયેલ 10 સ્પેશિયલ રૂમમાં તમામ રૂમ ઓક્સિજનની સુવિધા સાથેના છે. જેમાં જરૂર જણાયે ગણતરીની મિનીટોમાં વેન્ટિલેટરની પણ સુવિધા ઉપલબ્ધ થઇ શકે તે પ્રકારનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. […]

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

અમદાવાદઃ કોરોનાના કેસમાં થઈ રહેલા વધારેને પગલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. દરમિયાન રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેની અધ્યક્ષતામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સુપ્રીટેન્ડન્ટ અને ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક મળી હતી. જેમાં કોરોનાના વધી રહેલા કેસ અને તેને લઈને કરવામાં આવેલી તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોના કેસમાં ફરી એકવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code