Homeગુજરાતીગુજરાતઅમદાવાદની સિવિલમાં 1200 બેડ મહિલા અને બાળ આરોગ્ય સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનો પ્રારંભ

અમદાવાદની સિવિલમાં 1200 બેડ મહિલા અને બાળ આરોગ્ય સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનો પ્રારંભ

અમદાવાદ: શહેરની સિવિલ મેડિસીટીની 1200 બેડ મહિલા અને બાળ આરોગ્ય સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતુ. 1200 બેડમાં કાર્યરત થયેલ 10 સ્પેશિયલ રૂમમાં તમામ રૂમ ઓક્સિજનની સુવિધા સાથેના છે. જેમાં જરૂર જણાયે ગણતરીની મિનીટોમાં વેન્ટિલેટરની પણ સુવિધા ઉપલબ્ધ થઇ શકે તે પ્રકારનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ રૂમોને આઇ.સી.યુ.માં પરિવર્તિત કરી શકાય તે પ્રકારની પણ વ્યવસ્થાને હાથ ધરીને નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગ્રે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલમાં કોર્પોરેટ હોસ્પિટલની સેવા-સુવિધાની પ્રતિતી કરાવતો આ અભિગમ દર્દીઓની જનસુખાકારીમાં વધારો કરશે. સારવાર દરમિયાન આક્સમિક પરિસ્થિતિમાં અલાયદી સારવાર અથવા સ્પેશિયલ સારવારની જરૂરીયાત ધરાવતા દર્દીઓ માટે ખૂબ જ નજીવા દરે સ્પેશિયલ રૂમની સુવિધા ઉભી કરવામાં આવી છે. આગમી સમયમાં દર્દીઓની જરૂરિયાત પ્રમાણે સિવિલ કેમ્પસમાં વધુ નવા સ્પેશિયલ રૂમ આધુનિક સુવિધાઓ થી સજ્જ કાર્યરત કરવામાં આવશે. સિવિલ હોસ્પિલટના ઉદ્ઘાટન દરમિયાન આરોગ્ય મંત્રીએ તરૂણોના રસીકરણનું પણ નિરીક્ષણ કર્યું હતું.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img