1. Home
  2. Tag "AMERICA"

અમેરિકાઃ જન્મજાત નાગરિકતા સમાપ્ત કરવાના આદેશ પર કોર્ટે સ્ટે ફરમાવ્યો

કોર્ટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર રોક લગાવી દીધી છે, જેમાં તેમણે બર્થરાઇટ નાગરિકતા સમાપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ યુએસ બંધારણના 14મા સુધારાનું ઉલ્લંઘન કરે છે, અને હવે તે કાનૂની લડાઈનો સામનો કરી રહ્યો છે. ડેમોક્રેટના નેતૃત્વ હેઠળના ચાર રાજ્યોએ કોર્ટમાં અરજી કરી જન્મજાત નાગરિકતા અંગે ટ્રમ્પના નિર્ણય સામે ડેમોક્રેટના નેતૃત્વ હેઠળના […]

અમેરિકાઃ જન્મ અધિકાર નીતિમાં ફેરફારના આદેશ સામે 22 રાજ્યોએ દાવો દાખલ કર્યો

અમેરિકાના 22 રાજ્યોના એટર્ની જનરલોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બર્થરાઇટ નીતિમાં ફેરફાર કરવાના પગલા સામે દાવો દાખલ કર્યો. આ નીતિ માતાપિતાના ઇમિગ્રેશન દરજ્જાને ધ્યાનમાં લીધા વિના USમાં જન્મેલા બાળકોને નાગરિકત્વની ગેરંટી આપે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બર્થરાઇટ નીતિને મળેલી મંજૂરી કાનૂની અવરોધોમાં અટવાયેલી હોય તેવું લાગે છે. ટ્રમ્પે દેશની બર્થરાઇટ નીતિની ટીકા કરતા કહ્યું હતું […]

ચીન ઉપર 10 ટકા ટેરિફ લાદવાનો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમની સરકાર 1 ફેબ્રુઆરીથી ચીન પર 10 ટકા ટેરિફ લાદવાનું વિચારી રહી છે. ટ્રમ્પે કહ્યું કે ચીન પર ટેરિફ લાદવાનો નિર્ણય એ હકીકત પર આધારિત હશે કે તે મેક્સિકો અને કેનેડામાં ફેન્ટાનાઇલ મોકલી રહ્યું છે કે નહીં. ફેન્ટાનાઇલ એક એવું માદક દ્રવ્ય છે જે હેરોઈન કરતાં 50 ગણું વધુ […]

અમેરિકામાં TikTok પરથી 75 દિવસ માટે પ્રતિબંધ હટાવાયો

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે જેમાં ચીનની માલિકીના શોર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ TikTokની કામગીરી 75 દિવસ સુધી લંબાવવામાં આવી છે. ટ્રમ્પે કહ્યું કે હું આ એટલા માટે કરી રહ્યો છું જેથી મારા પ્રશાસનને વ્યવસ્થિત રીતે આગળ વધવાનો યોગ્ય રસ્તો નક્કી કરવાની તક મળી શકે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ […]

અમેરિકાઃ નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કેપિટોલ રમખાણોમાં સામેલ 1500 લોકોને કર્યા માફ

અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે શપથ લીધા બાદ તેમની ઓફિસ પહોંચ્યા હતા. કડક વલણ અપનાવતા, તેમણે અગાઉના બિડેન વહીવટનાં 78 નિર્ણયો રદ કર્યા. અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. તેમણે કહ્યું કે યુનાઈટેડ સ્ટેટ્સ ઐતિહાસિક પેરિસ ક્લાઈમેટ સમજૂતીમાંથી બહાર નીકળી જશે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે 6 જાન્યુઆરીના કેપિટોલ રમખાણોમાં સામેલ તમામ લોકોને માફ કરી […]

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના શપથગ્રહણ કરનાર ટ્રમ્પને દુનિયાભરના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ

ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેમણે શપથ લીધા બાદ સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન પાઠવતા લોકોનો ધસારો જોવા મળ્યો હતો. તેને દુનિયાભરમાંથી અભિનંદનના સંદેશા મળવા લાગ્યા હતા. બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટારમેરે તેમની એક-પોસ્ટમાં લખ્યું છે કે, “બ્રિટન વતી, હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે પદગ્રહણ કરવા બદલ હૃદયપૂર્વક […]

અમેરિકાઃ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભીડ તરફ ફેંકી પેન

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. આ દરમિયાન, એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા પછી, ટ્રમ્પે ચાહકો અને સમર્થકોની ભીડ તરફ પોતાની પેન ફેંકી હતી. તેમણે પહેલા લાકડાની ટ્રે પર રાખેલી પેન પર નજર કરી, પેન ઉપાડીને ભીડ તરફ ફેંકી. આ પછી તેમણે ભીડ તરફ અનેક પેન ફેંકી હતી. રાષ્ટ્રપતિની પેન મેળવવા માટે […]

અમેરિકાઃ જંગલમાં લાગેલુ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાયો, 26થી વધારે લોકોના મૃત્યુ

લોસ એન્જલસઃ અમેરિકાના પશ્ચિમ કિનારાના લોસ એન્જલસના જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક 26 પર પહોંચી ગયો છે અને હજારો ઘરો નાશ પામ્યા છે. હવામાનશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે આ અઠવાડિયે પવન વધુ તીવ્ર બનશે, જેને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડે આગ ઓલવવાના પ્રયાસો તેજ કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 16 લોકો ગુમ છે અને […]

અમેરિકામાં લોસ એન્જેલસના જંગલોમાં ભિષણ આગ લાગી, પાંચના મોતની આશંકા

અમેરિકાના લોજ એન્જલસના જંગલોમાં આગ લાગી છે. અને આગને કારણે 5 લોકોના મૃત્યુ થયા છે. આગ હવે ઝડપથી શહેર તરફ પ્રસરી છે તેમજ હવાને કારણે આગ ઓલવવાનું કામ કપરું બન્યું છે અને દોઢ લાખ ઘરની વીજળી જતી રહી છે. તેમજ હજારો ઇમારતોને પણ અસર થઈ છે. રાષ્ટ્રપતિ જો બાઇડને લોસ એન્જલસની આગમાં આગની ઘટનામાં શકય […]

કેનેડાને અમેરિકાનો ભાગ બનાવવા માટે ‘આર્થિક બળ’નો ઉપયોગ કરાશેઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ કેનેડાને યુ.એસ.નો એક ભાગ બનાવવા માટે “આર્થિક બળ” નો ઉપયોગ કરશે. ટ્રમ્પની આ ટિપ્પણી પર કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તીખી પ્રતિક્રિયા આપી છે. જ્યારે ફ્લોરિડામાં માર-એ-લાગો (ટ્રમ્પનો ખાનગી રિસોર્ટ અને ક્લબ) ખાતે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે શું તેઓ કેનેડાને વશ કરવા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code