અમેરિકા તાઈવાનને આપશે 66 એફ-16 યુદ્ધવિમાન, ચીનની પરિણામ ભોગવવાની ધમકી
વોશિંગ્ટન : અમેરિકાના વિદેશ મંત્રાલયે તાઈવાનને 66 એફ-16 યુદ્ધવિમાન વેચવાની મંગળવારે મંજૂરી આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તાઈવાનને લૉકહીડ માર્ટિન નિર્મિત યુદ્ધવિમાનના અત્યાધુનિક સંસ્કરણ એફ-16સી/ડી બ્લોક 70 મળશે. આ સોદો આઠ અબજ અમેરિકન ડોલરનો છે. વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ એક નિવેદનમાં કહ્યુ છે કે રાષ્ટ્રપ્રમુખે આ પ્રસ્તાવિત વેચાણને લીલીઝંડી આપી હતી. તાઈવાનના રાષ્ટ્રપ્રમુખના […]


