1. Home
  2. Tag "amit shah"

મણિપુરમાં શસ્ત્રો અને દારૂગોળા સાથે ચાર ઉગ્રવાદીઓની ધરપકડ

ઇમ્ફાલઃ મણિપુરમાં અલગ-અલગ ઓપરેશનમાં વિવિધ સંગઠનો સાથે જોડાયેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો. પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, સર્ચ ઓપરેશન દરમિયાન, પોલીસ દળોએ નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ (ઇસાક મુઇવાહ) અને પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ના એક-એક ઉગ્રવાદીને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત […]

રાજસ્થાન:અમિત શાહે ‘સહકાર કિસાન સંમેલન’માં ખેડૂતોને સંબોધન કર્યું

દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે ગંગાપુર શહેરમાં ‘સહકાર કિસાન સંમેલન’ ને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે મોદી સરકારે ખેડૂતોના ઉત્થાન માટે લીધેલા પગલાંની વાત કરી હતી. ભાજપ સરકારે ખેડૂતોનું માન વધાર્યું છે.ભાજપ સરકારે ખેડૂતોનું માન વધાર્યું છે. ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી હતી. મોદીજીએ ખેડૂતોના ખાતામાં 6-6 હજાર રૂપિયા નાખીને કિસાન  […]

મણિપુરમાં શસ્ત્રો અને દારૂગોળોનો મોટો જથ્થો ઝડપાયો, 1500થી વધારેની અટકાયત

સુરક્ષા એજન્સીઓએ 123 સ્થળો ઉપર ઉભા કર્યા ચેકપોસ્ટ વિવિધ જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું ખોટી અફવાઓથી દૂર રહેવા માટે પ્રજાને કરાઈ અપીલ નવી દિલ્હીઃ મણિપુરમાં હિંસાની ઘટનાઓ બાદ હાલ પરિસ્થિતિ ધીમે-ધીમે થાળે પડી રહી છે. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો છે. એટલું જ નહીં […]

અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે, 28મી યોજાનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં રહેશે ઉપસ્થિત

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તા. 28મી ઓગસ્ટના રોજ આયોજીત વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ઉપસ્થિત રહશે. આ ઉપરાંત તેઓ અન્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી શકયતા છે. વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના ટોપના નેતાઓ સાથે મીટીંગ કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ […]

અમિત શાહે ગ્રેટર નોઈડામાં વૃક્ષારોપણ કર્યું, કહ્યું- વૃક્ષો આપણને ઘણી પેઢીઓ સુધી લાભ આપે છે

દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે અહીં એક છોડનું વાવેતર કર્યું, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) દ્વારા દેશવ્યાપી વૃક્ષારોપણ અભિયાન હેઠળ વાવેલા રોપાઓની સંખ્યા ચાર કરોડ થઈ ગઈ. કેન્દ્રીય ગૃહમંત્રીએ ‘પીપળ’ના છોડને રોપ્યા બાદ તેના પર પાણી રેડ્યું. મંત્રીએ દેશભરમાં આઠ અલગ-અલગ CRPF સંકુલોમાં 15 નવી બાંધવામાં આવેલી ઈમારતોનું ઈ-ઉદઘાટન પણ કર્યું, જેમાં જવાનો […]

હર ઘર તિરંગા અભિયાન:અમિત શાહે તેમના નિવાસસ્થાન ઉપર તિરંગો ફરકાવ્યો અને તિરંગા સાથે સેલ્ફી પણ શેર કરી

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે હર ઘર તિરંગા અભિયાન હેઠળ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાન ઉપર તિરંગો ફરકાવ્યો હતો અને તિરંગા સાથે તેમની સેલ્ફી શેર કરી હતી. ટ્વીટ દ્વારા અમિત શાહે કહ્યું કે સ્વતંત્રતા દિવસ પહેલા ભારતના આકાશમાં લહેરાતા લાખો તિરંગા ભારતને ફરીથી મહાનતાનું પ્રતિક બનાવવાની રાષ્ટ્રની સામૂહિક ઇચ્છાનું પ્રતીક છે. કેન્દ્રીય ગૃહ […]

પીએમ મોદી અને ગૃહમંત્રી શાહે વિસ્થાપનનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી

દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ દિવસો પર ખાસ લોકોને ક્યારેય યાદ કરવાનું ભૂલતા નથી શહીદ દિવસ હોય કે દેશની સેવાનેલ ગતો કોઈ પણ દિવસ હોય ત્યારે આજરોજ 14 ઓગસ્ટ વિભાજન  વિભાજન દિવસ નિમિત્તે 1947માં દેશના વિભાજનનો ભોગ બનેલા લોકોને નમન કરી તેઓને શ્રદ્ધાંજલી પાઠવી છે. વિભજન વિભિષિકા સ્મૃતિ દિવસ આજે દેશમાં ‘વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ’ […]

મણિપુરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા તૈનાત, પહાડી અને ઘાટીમાં 123 ચોકીઓ ઉભી કરાઈ

નવી દિલ્હીઃ મણિપુરમાં હિંસા બાદ હવે ધીમે-ધીમે પરિસ્થિતિ થાળે પડી રહી છે. જો કે, ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે હજુ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હિંસાગ્રસ્ત વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પહાડી અને ઘાટીમાં લગભગ 123 જેટલી ચોકીઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત […]

યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન 140 પોલીસ કર્મચારીઓને પ્રાપ્ત થયો

ગુજરાતના છ પોલીસ અધિકારીઓને મળ્યો મેડલ એનઆઈએ અને સીબીઆઈના 27 કર્મચારીઓનો સમાવેશ ઉત્તરપ્રદેશ અને કેરળના 9-9 અધિકારીઓને મેડલ મળ્યો નવી દિલ્હીઃ વર્ષ 2023 માટે “યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન” (તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે કેન્દ્રીય ગૃહ મંત્રીનો ચંદ્રક) 140 પોલીસ કર્મચારીઓને એનાયત થયો છે. આ પુરસ્કારો મેળવનાર કર્મચારીઓમાં 15 કર્મચારીઓ સીબીઆઈનાં, 12 એનઆઇએનાં, […]

નેનો ડીએપીના કારણે દેશના ખેડૂતો વધારે સમૃદ્ધ બનશેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હવાઈ માર્ગે ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. બે દિવસના રાજ્યના પ્રવાસે આવેલા અમિત શાહે શનિવારે કચ્છમાં વિવિધ યોજનાઓનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું. ગાંધીધામમાં કંડલા ઈફ્કોના નેનો ડીપીએ પ્લાન્ટનું ભૂજન કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, નેનો ડીપીએના કારણે ખેડૂતોની જમીનને બિલકુલ નુકશાન નહીં થાય. બીજી તરફ દેશના ખેડૂતો વધારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code