1. Home
  2. Tag "amreli"

અમરેલીના રાજુલા અને જાફરાબાદમાંથી છેલ્લા બે વર્ષમાં 31 સિંહને પાંજરે પુરીને સ્થળાંતર કરાયું

અમરેલીઃ  જિલ્લામાંથી સ્થળાંતર કરાયેલા સિંહનો મુદ્દો તાજેતરમાં  વિધાનસભામાં પણ ગુંજ્યો હતો. ધારાસભ્ય અંબરીશ ડેરના સવાલના જવાબમાં રાજ્ય સરકારે અમરેલી જિલ્લામાંથી બે વર્ષમાં 31 સિંહનું સ્થળાંતર કરાયું હોવાનો સ્વીકાર કર્યો હતો. બીમારી કારણોસર સિંહનું સ્થળાંતર કરાયું હોવાનો દાવો કરાયો છે. જો કે, સિંહપ્રેમીઓ આ દાવાને નકારી રહ્યા છે. અમરેલી જિલ્લામાં ધારીના વન વિસ્તારથી લઈને છેક રાજુલાના […]

અમરેલી જિલ્લામાં ભારે વરસાદ, ધાતરવાડી-2 ડેમના 12 દરવાજા ખોલાતા 10 ગામોને એલર્ટ કરાયાં

અમરેલીઃ ગુજરાતમાં સતત વરસી રહેલી મેઘમહેર વચ્ચે રાજ્યના અનેક ડેમો અને નદીઓમાં પાણીની આવક વધી રહી છે. જેમાં અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તેમજ વરસાદની સાથે પાણીની ભરપુર આવક શરૂ થઈ છે . જેના લીધે ધાતરવડી-2 ડેમના એક સાથે 12 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના 10 ગામોને […]

સાવરકુંડલા નજીક રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે સિંહનું મોત

અમરેલી : જિલ્લાના રાજુલા, ધારી સહિતના વિસ્તારોમાં પણ સિંહ જોવા મળી રહ્યા છે. ગીરનો પૂર્વ વિસ્તાર વનરાજોને અનુકૂળ આવી ગયો છે. પરંતુ આ વિસ્તારમાં રેલવે ટ્રેક પર સિંહ ટ્રેનની અડફેટ આવવાના બનાવો વધી રહ્યા છે. જિલ્લાના સાવરકુંડલા નજીક આવેલા ખડકાળા ગામના રેલવે ટ્રેક પર સિંહ કપાઈ જવાની ઘટના બની છે. આ અરેરાટીભરી ઘટનાથી જીવદયાપ્રેમીઓમાં દુખની […]

ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન 2.0: અમરેલી, વડોદરા અને અરવલ્લીમાં ફ્રીડમ દોડ યોજાઈ

દિલ્હીઃ ભારત સરકારના યુવા બાબતો અને રમત મંત્રાલય હેઠળ નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા દરેક જિલ્લામાં જિલ્લા મથકો અને દેશભરના 75 ગામોમાં ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વડોદરામાં પણ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રીડમ રનને પ્રસ્થાન કરાવવા માટે અતિથિ વિશેષ તરીકે વડોદરા શહેરના બીજેપી પ્રમુખ ડૉ. વિજય […]

અમરેલી જિલ્લાનો પણ ઈતિહાસ છે અનોખો, વાંચો 1730થી લઈને 1960 સુધીની આ જિલ્લાની સફર

અમરેલી જિલ્લાનો કંઇક આવો છે ઈતિહાસ 1730 થી લઈને 1960 સુધીની સફર એક સમયે વડોદરા રાજ્યનો ભાગ હતું અમરેલી અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલું છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. નાગનાથ મંદિરમાંના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી હતું. આ જિલ્લો ભૂતપૂર્વ વડોદરા રાજયનો ભાગ બન્યો તે પહેલાની […]

સાવરકુંડલાના બાઢડા નજીક રોડની સાઈડમાં સૂતા પરિવાર ઉપર ટ્રક ફરી વળીઃ 8ના મોત, 4 ગંભીર

અમદાવાદઃ અમરેલીના બાઠડા ગામ પાસે પૂરઝડપે પસાર થતા ટ્રકના ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક રોડની સાઈડમાં સૂઈ રહેલા પરિવાર ઉપરથી ફરી વળી હતી. જેથી શ્રમજીવીઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દૂર્ઘટનામાં આઠ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે 12 લોકોને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે […]

અમરેલીમાં નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર બનશે, 1500 લોકોને રોજગારી મળશે

અમદાવાદઃ રાજ્યમાં વાયબ્રન્ટ સમિટને કારણે અનેક ઉદ્યોગો સ્થપાયા છે. ત્યારે દેશમાં પહેલીવાર નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન ગુજરાતમાં શરૂ કરવામાં આવશે. રાજ્યના સિવિલ એવિએશન વિભાગે ખાનગી કંપની એરો ફ્રેયર ઇંક સાથે એમઓયુ કર્યા છે, જેને પગલે કંપનીએ અમરેલી એર સ્ટ્રિપ પાસે મેન્યુફેક્ચરિંગ યુનિટની શરૂ કરવાની કાગમીરી શરૂ કરી દીધી છે અને ઓક્ટોબર સુધીમાં પ્લાન્ટની કામગીરી […]

જેલમાં કેદીઓને ગેરકાયદે સુવિધા આપવી જેલરને ભારે પડી

અમરેલીઃ જિલ્લાની જેલમાં કેદીઓને માગે તે સુવિધા આપવામાં આવતી હતી. જિલ્લા જેલમાં ગત વર્ષે કેદીઓ સાથે સાંઠગાંઠ કરી પીસીઓ ચલાવવાના પ્રકરણમા ગુનો નોધાયા પછી બે સિપાઇએ જેલરના કહેવાથી આ કામ થતુ હોવાની કબુલાત આપતા તેમની ધરપકડ કરી જે જેલમાં તેઓ જેલર હતા ત્યાં જ કેદી તરીકે ધકેલી દેવાયા છે. અમરેલી એલસીબી દ્વારા અમરેલી જિલ્લા જેલના […]

ડીસા અને અમરેલીમાં વીજળી પડતાં બે મહિલાના મોત, ધોધમાર વરસાદ

પાલનપુરઃ  બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો હતો. આ દરમિયાન મોડીરાતે એક મહિલા પર વીજળી પડતાં તેનુ કરૂણ મોત નીપજ્યું હતું, મહિલાના મોત થતા બે માસૂમ દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ છવાયો હતો. ઘટના બાદ મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ ઉપરાંત અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામે પણ […]

અમરેલી અને ભાવનગર પંથકમાં બે દિવસમાં દીપડા અને સિંહના હુમલાની ત્રણ ઘટના, એક બાળકીનું મોત

અમરેલીઃ સૌરાષ્ટ્રમાં દીપડાના આતંકના બનાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન અમરેલી અને ભાવનગરમાં દીપડાના હુમલાની ત્રણ ઘટનાઓ બની હતી. જેમાં એક બાળકીનું મોત નિપજ્યું હતું તેમજ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અમરેલી જિલ્લામા આવેલા ધારી ગીર પૂર્વની સરસીયા રેન્જ ચલાલા બીટ વિસ્તારના ગરમલી નજીક રાત્રીના  સંગીતાબેન રવીનભાઈ ઠાકર (ઉંમર વર્ષ 30) તથા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code