1. Home
  2. Tag "announced"

એતિહાદ રેલવે દ્વારા અબુ ધાબી અને દુબઈ માટે હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરાઈ

એતિહાદ રેલવે દ્વારા અબુ ધાબી અને દુબઈ માટે હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી. જેનાથી અબુ ધાબી અને દુબઈ વચ્ચેનું અંતર માત્ર 30 મિનિટમાં કાપી શકાશે. આ ટ્રેન 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે, જે મુસાફરીના સમયમાં ઘટાડો કરશે, તેમજ અબુ ધાબી અને દુબઈ વચ્ચે જોડાણ વધારશે. એતિહાદ રેલવે મુજબ આ પહેલ આગામી 50 વર્ષોમાં […]

કેનેડામાં ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ પ્રધાનમંત્રી પદ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી

કેનેડામાં ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ પ્રધાનમંત્રી પદ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી. કેનેડાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના રાજીનામાના થોડા દિવસો પછી તેમણે આ જાહેરાત કરી હતી. ચંદ્ર આર્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે તેઓ કેનેડાના આગામી પ્રધાનમંત્રી બનવા માંગે છે અને દેશના પુનર્નિર્માણ અને સમૃદ્ધિ માટે કામ કરવા માંગે છે. […]

ઉત્તરાખંડઃ ચમોલીમાં ઊંચાઈવાળા વિસ્તાર માટે હિમસ્ખલનની ચેતવણી જાહેર કરાઈ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના સરહદી જિલ્લા ચમોલીમાં ત્રણ હજાર મીટરની ઊંચાઈએ આવેલા વિસ્તારોમાં હિમસ્ખલનની ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યા બાદ જિલ્લા વહીવટીતંત્રે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરી છે. નદીઓના જળસ્તરની દેખરેખની સાથે આર્મી, આઈટીબીપી અને પોલીસ સહિતના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંબંધિત વિભાગોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. ચંદીગઢ સ્થિત ડિફેન્સ જીઓ-ઈન્ફોર્મેટિક્સ રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટની ચેતવણી બાદ જિલ્લામાં […]

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે પ્લેઈંગ 11ની જાહેરાત કરી

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ માટે યજમાન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે તેના પ્લેઈંગ 11ની જાહેરાત કરી છે. ટ્રેવિસ હેડને આ ટીમમાં રમવા માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. આ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ હશે જે ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર રમાશે. કેપ્ટન પેટ કમિન્સે પુષ્ટિ કરી છે કે તેમની ટીમ બે ફેરફારો સાથે આ […]

UGCએ આવતા વર્ષથી UG અને PG પ્રવેશ માટે CUETમાં ફેરફારોની જાહેરાત કરી

નવી દિલ્હીઃ વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ -UGCએ આવતા વર્ષથી પૂર્વસ્નાતક-UG અને અનુસ્નાતક – PG પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ – CUETમાં ફેરફારોની જાહેરાત કરી છે. CUET-UG 2025 થી માત્ર કમ્પ્યુટર આધારિત ટેસ્ટ સીબીટી મોડમાં જ લેવાશે. UGCના અધ્યક્ષ એમ જગદેશ કુમારે માધ્યમોને જણાવ્યું કે વિદ્યાર્થીઓને ધોરણ-12માં ભણેલા વિષયોને ધ્યાનમાં લીધા વિના કોઈ પણ વિષયમાં […]

જમ્મુઃ આતંકવાદી બનવા પાકિસ્તાન ગયેલી. મહિલા સહિત 14 વ્યક્તિને ભાગેડુ જાહેર કરાઈ

કોર્ટે રાજોરી જિલ્લાના કોત્રંકા સબ-ડિવિઝનમાંથી એક મહિલા સહિત 14 લોકોને ભાગેડુ જાહેર કર્યા છે અને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે. આ બધા ઘણા વર્ષો પહેલા આતંકવાદી બનવા માટે પાકિસ્તાન ગયા હતા અને આજદિન સુધી પાછા ફર્યા નથી. મેજિસ્ટ્રેટે ચેતવણી આપી છે કે જો આ તમામ લોકો 30 દિવસની અંદર પોતાને પોલીસને હવાલે નહીં કરે […]

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને AAPએ બનાવી ખાસ રણનીતિ, 11 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે અને 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે હવે આગામી 3 મહિનામાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રાજકીય પક્ષોએ અત્યારથી જ પોતાની તૈયારીઓના શ્રી ગણેશ કરી દીધા છે. દરમિયાન […]

ઉત્તરપ્રદેશઃ ગોરખપુરમાં વર્લ્ડ ક્લાસ રોઇંગ સ્પોર્ટ્સ સેન્ટર બનાવાશે

લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેરાતથી ગોરખપુરમાં રોઇંગ સ્પોર્ટ્સ સેન્ટર બનાવવાનો માર્ગ મોકળો થયો છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે સરકાર રામગઢતાલ નજીક વર્લ્ડ ક્લાસ રોઇંગ સ્પોર્ટ્સ સેન્ટર બનાવવા માટે રોઇંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (RFI)ને વોટર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જગ્યા આપશે. રામગઢ તાલમાં આયોજિત 25મી સબ જુનિયર નેશનલ રોઇંગ ચેમ્પિયનશિપના સમાપન સમારોહમાં ખેલાડીઓ અને સભાને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી તમામ રાજકીય પક્ષો દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.  તેમજ ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન  કોંગ્રેસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં 23 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 48 ઉમેદવારો અને […]

ઝારખંડ વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસના 21 ઉમેદવારોની યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. તમામ પક્ષો ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસે 13 જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પાર્ટીએ પ્રથમ યાદીમાં પાંચ મહિલાઓને ટિકિટ આપી છે. જેમાં દીપિકા પાંડે સિંહને મહાગામા અને અંબા પ્રસાદ સાહુને બરકાગાંવથી મેદાનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code