ક્રિટિકલ મિનરલ રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવા માટે સરકારે રૂ. 1,500 કરોડની પ્રોત્સાહક યોજનાને મંજૂરી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં ક્રિટિકલ મિનરલને ગૌણ સ્ત્રોતોમાંથી અલગ કરવા અને ઉત્પાદન કરવા માટે રિસાયક્લિંગ ક્ષમતા વિકસાવવા માટે રૂ. 1,500 કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજના નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન (NCMM) નો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય ક્રિટિકલ મિનરલની સ્થાનિક ક્ષમતા અને સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવાનો છે. […]