1. Home
  2. Tag "Arrested"

રાજસ્થાનના જોધપુર અને જેસલમેરમાંથી ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ

નવી દિલ્હી: રાજસ્થાનના જોધપુરમાં આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને ગુપ્તચર બ્યુરો (IB) એ અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને ગુપ્તચર બ્યુરો (IB) ના સંયુક્ત ઓપરેશનમાં ત્રણ કથિત આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા શંકાસ્પદો પર આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો અને ભંડોળ નેટવર્ક સાથે સંબંધો હોવાની શંકા છે. આ બાબતની માહિતી આપતાં, […]

આપ’ના નેતા રાજુ કરપડા અને પ્રવિણ રામની ધરપકડ કરી બોટાદ પોલીસને સોંપાયા

બોટાદના હડદડમાં પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ કેસમાં કરાઈ ધરપકડ, આપના બન્ને નેતાઓ આમણાંત ઉપવાસ પર બેસવાના હતા ત્યારે જ ધરપકડ કરાઈ, ખેડૂતોને ભડકાવવાના આરોપસર બંને નેતા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. અમદાવાદઃ  બોટાદ નજીક આવેલા હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે બોટાદ […]

પશ્ચિમ બંગાળ: મેડિકલ વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપના કેસમાં વધુ બે શંકાસ્પદોની અટકાયત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરની એક કોર્ટે એક ખાનગી કોલેજમાં મેડિકલ વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપના કેસમાં વધુ બે શંકાસ્પદોને પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. આ ઘટનામાં સામેલ અન્ય ત્રણ આરોપીઓને પહેલાથી જ દસ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉ. સી.વી. આનંદ બોઝ ગઈકાલે દુર્ગાપુરમાં પીડિતાને મળ્યા હતા. આ ઘટનાને “હૃદયદ્રાવક” ગણાવતા, રાજ્યપાલે […]

જાતીય સતામણી કેસ માં સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથીની ધરપકડ

દક્ષિણ પશ્ચિમ જિલ્લાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અમિત ગોયલે રવિવારે જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસે ગઈકાલે મોડી રાત્રે આગ્રાની એક હોટલમાંથી સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીની ધરપકડ કરી હતી. ટીમ આગ્રાથી દિલ્હી માટે રવાના થઈ ગઈ છે અને દિવસના અંતમાં સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીને કોર્ટમાં રજૂ કરશે. દિલ્હી પોલીસે ગઈકાલે મોડી રાત્રે આગ્રામાં સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ […]

મુંબઈમાં ગણેશ વિસર્જન સમયે બ્લાસ્ટ થવાની ધમકીભર્યો મેસેજ કરનાર નોઈડાથી ઝડપાયો

મુંબઈઃ મુંબઈમાં ગણેશ વિસર્જન સમયે બ્લાસ્ટ થવાની ધમકીભર્યો મેસેજ કરનારા અશ્વિની નામના વ્યક્તિને પોલીસે નોઈડાથી પકડી પાડ્યો છે. આરોપીએ મુંબઈ ટ્રાફિક પોલીસના સત્તાવાર વોટ્સએપ નંબર પર ધમકીભર્યો મેસેજ મોકલીને શહેરમાં મોટા આતંકી હુમલાની ચેતવણી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી છેલ્લા પાંચ વર્ષથી નોઈડામાં રહેતો હતો. તપાસ દરમ્યાન મળેલી માહિતીના આધારે મુંબઈ પોલીસએ નોઈડા પોલીસનો […]

નાલાસોપારા: ગેરકાયદેસર બાંધકામ સાથે જોડાયેલા કેસમાં ચાર લોકોની ધરપકડ

મુંબઈઃ નાલાસોપારામાં સાઇઠ એકર સરકારી અને ખાનગી જમીન પર ગેરકાયદેસર બાંધકામ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગઈકાલે વસઈ-વિરાર શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ કમિશનર અનિલ પવાર, ટાઉન પ્લાનિંગના સસ્પેન્ડેડ ડેપ્યુટી ડિરેક્ટર વાય.એસ. રેડ્ડી, બિલ્ડર સીતારામ ગુપ્તા અને તેમના ભત્રીજા અરુણ ગુપ્તા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. સંયુક્ત પૂછપરછ બાદ આરોપીઓને મુંબઈમાં કસ્ટડીમાં લેવામાં […]

બનાવટી પાસપોર્ટ કૌભાંડમાં મુખ્ય સુત્રધાર બોબી પટેલનો ભાગીદાર બિપન દરજી ઝડપાયો

અમદાવાદઃ બોગસ પાસપોર્ટના આધારે અમેરિકા મોકલવાના ચકચારી કેસમાં વોન્ટેડ કુખ્યાત બોબી પટેલ અને તેના ભાગીદારને ઝડપી લેવા માટે પોલીસે તપાસ આરંભી હતી. દરમિયાન બોબી પટેલના ભાગીદાર બિપીન દરજીની મહેસાણાથી પકડાયો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના સોલા હાઈકોર્ટ પો.સ્ટે.માં વિવિધ કલમ હેઠળ તથા ભારતીય પાસપોર્ટ એકટ કલમ-૧૨ મુજબના કબુતરબાજીના ગુનાની તપાસ સ્ટેટ […]

છત્તીસગઢઃ દારૂ કૌભાંડમાં પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ધરપકડ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના નિવાસસ્થાને નવા દરોડા પાડ્યા હતા. દરમિયાન, કેન્દ્રીય એજન્સીએ ચૈતન્ય બઘેલની ધરપકડ કરી છે. કેસમાં નવા પુરાવા મળ્યા બાદ, ED પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ભિલાઈમાં ચૈતન્ય બઘેલના ઘરની તપાસ કરી રહી […]

ઉત્તરાખંડમાં ઢોંગીઓ સામે ‘ઓપરેશન કલાનેમી’ ચાલુ, પોલીસે 25 નકલી બાબાઓની ધરપકડ કરી

ઉત્તરાખંડ પોલીસે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નિર્દેશ પર ચલાવવામાં આવી રહેલા ઓપરેશન કલાનેમી હેઠળ આજે (શુક્રવાર, 11 જુલાઈ) 25 નકલી બાબાઓની ધરપકડ કરી છે. તેમાં એક બાંગ્લાદેશી નાગરિકનો પણ સમાવેશ થાય છે, જે બાબાના વેશમાં લોકોને છેતરતો હતો. એસએસપી દેહરાદૂન અજય સિંહે એબીપી સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમારું અભિયાન હજુ પણ ચાલુ છે. […]

કોલકાતા લો કોલેજમાં વિદ્યાર્થીની સાથે ગેંગરેપ, ત્રણ આરોપીઓની ધરપકડ

દક્ષિણ કોલકાતાના કસ્બા વિસ્તારમાં આવેલી દક્ષિણ કોલકાતા લો કોલેજમાં એક વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 25 જૂનના રોજ સાંજે 7:30 થી 10:50 વાગ્યાની વચ્ચે કોલેજ કેમ્પસમાં બની હતી. પીડિતાની ફરિયાદના આધારે, કસ્બા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં ત્રણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code