1. Home
  2. Tag "Arrested"

આસામમાં 7 શંકાસ્પદ ડ્રગ પેડલર ઝડપાયાં, 1.9 કિલો હેરોઈન અને 800 કિલો ગાંજો જપ્ત કરાયો

નવી દિલ્હીઃ આસામ પોલીસે શનિવારે રાત્રે કચર અને કરીમગંજ જિલ્લામાં ત્રણ અલગ-અલગ ઓપરેશનમાં, મણિપુરના બે રહેવાસીઓ સહિત 7 શંકાસ્પદ ડ્રગ પેડલર્સની ધરપકડ કરી હતી અને 1.9 કિલોગ્રામ હેરોઈન અને 800 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સવારે સોશિયલ મીડિયા દ્વારા માહિતી શેર કરી હતી. “ગઈકાલે, આસામ પોલીસના મજબૂત ગુપ્તચર નેટવર્કના આધારે […]

ભરૂચમાં ખેતરમાં ગાંજાના છોડના વાવેતરનો પર્દાફાશ, ખેતર માલિકની ધરપકડ

અમદાવાદઃ અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની સીમમાં ભરૂચ એસઓજી પોલીસે એક ખેતરમાં વાવેતર કરેલા 52 નંગ ગાંજાના છોડ સાથે ખેતર માલીક ની ધરપકડ કરી રૂ 3 લાખ 96 હજારની કિંમત નો 39 કિલોગ્રામ ગાંજા ના છોડ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ માહિતી મુજબ ભરૂચ એસઓજી પોલીસની ટીમ ” નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેંગ” […]

અમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચાર આતંકી ઝડપાયાં

ગાંધીનગરઃ અમદાવાદ એરપોર્ટ પરથી ગુજરાત ATSએ ચાર આતંકવાદી ઝડપી પાડ્યા હતા. એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન એવા ISISના ચાર ચાર આતંકવાદીની ધરપકડ કરી છે. આ ચારે મૂળ શ્રીલંકાન નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં અથવા અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે કે નહીં તે શોધવાની […]

ગુવાહાટી રેલવે સ્ટેશન પાસેથી અલકાયદાના બે આતંકવાદી ઝડપાયાં

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદી પ્રવૃતિઓને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આસામના ગુવાહાટી ખાતેથી આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા બે આતંકીઓને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધા હતા. આ બંને બાંગ્લાદેશી નાગરિક હોવાનું અને ગેરકાયદે રીતે ભારતમાં ઘુસી આવ્યાનું ખૂલ્યું હતું. એટલું જ નહીં આ આતંકવાદીઓ યુવાનોને આતંકવાદી પ્રવૃતિઓ […]

નેધરલેન્ડની યુનિવર્સિટી ઓફ એમ્સ્ટરડેમમાં 125 થી વધુ પેલેસ્ટાઈની સમર્થકોની કરી ધરપકડ

નવી દિલ્હીઃ નેધરલેન્ડની યુનિવર્સિટી ઓફ એમ્સ્ટરડેમમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં ચાલી રહેલા પ્રદર્શનને લઈ પોલીસે કડક કાર્યવાહી કરી છે. એમ્સ્ટર્ડમ પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ કરી રહેલા 125 થી વધુ પેલેસ્ટાઈન સમર્થકોની પણ ધરપકડ કરી છે. પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ કરી રહેલા કથિત વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં કેમ્પ લગાવ્યા હતા, તેને પોલીસે ઉખેડી નાખ્યા છે. એક અહેવાલ મુજબ , વહેલી […]

ખેડબ્રહ્મા : પ્રિસાઈડિંગ ઓફિસર નશામા પકડાતા ફરિયાદ નોંધાઈ

ખેડબ્રહ્મા: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં સઘન પેટ્રોલીંગ અને તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ ચૂંટણી પંચના અધિકારીઓ-કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત બન્યાં છે. દરમિયાન ખેડબ્રહ્મામાં ચૂંટણીની કામગીરીમાં જોતરાયેલા પ્રિસાઈડીંગ ઓફિસર દારૂના નશામાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. લોકસભાની ચૂંટણીને લઈ […]

પોરબંદર નજીક દરિયામાંથી ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાની નાગરિકો ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળાકારોને તોડી પાડવા અને આવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે. ભારતીય કોસ્ટગાર્ડે એક ઓપરેશન હાથ ધરીને દરિયામાંથી 90 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 14 જેટલા પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને […]

પોતાના કર્મોને કારણે કેજરિવાલની ધરપકડ થઈઃ અન્ના હજારે

નવી દિલ્હીઃ લીકર પોલીસી કૌભાંડમાં ડીઈએ ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની ધરપકડ કરી હતી. તેમની ધરપકડ બાદ ઈડી ગઠબંધનના નેતાઓએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યાં છે. બીજી તરફ સામાજીક આગેવાન અન્ના હજારેએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરિવાલના કર્મોને કારણે તેમની ધરપકડ થઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની ધરપકડને લઈને અન્નાએ […]

તમિલનાડુઃ ડ્રગ્સ રેકેટમાં ફિલ્મ નિર્માતા અને રાજકીય આગેવાનની ધરપકડ

બેંગ્લુરુઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ગયા મહિને રૂ. 2,000 કરોડના ડ્રગ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કર્યા પછી, એજન્સીને હવે બીજી મોટી સફળતા મળી છે. આ કેસમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના ભૂતપૂર્વ અધિકારી અને તમિલ ફિલ્મ નિર્માતા જાફર સાદિકની ધરપકડ કરી છે. NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ઓપરેશન્સ) જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે, “તે ભારત-ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્કનો […]

તુલસીશ્યામ રેન્જમાં બે યુવાનોને સિંહ સાથે સેલ્ફી લઈને વિડિયો વાયરલ કરવાનું ભારે પડ્યું

ધારીઃ અમરેલીના ખાંભા-તુલસીશ્યામ રોડ પર કારમાં જઈ રહેલા અમદાવાદના બે યુવાનોએ રોડ પર સિંહને બેઠેલો જોતા હોર્ન મારીને સિંહની પજવણી કર્યા બાદ કારમાંથી ઉતરીને સિંહ સાથે સેલ્ફી લઈને તેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેની વન વિભાગને જાણ થતાં બન્ને યુવાનોની ધરપકડ કરી તેમની સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ નંબર 9 મુજબ ગુનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code