હોળી સ્પેશિયલ ટ્રેનો 2021-22માં 241 થી વધીને 2024-25માં 1,107 થઈઃ અશ્વિની વૈષ્ણવ
નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભાને સંબોધન કર્યું હતું. તેમણે ભારતીય રેલવેનાં વિવિધ પાસાંઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં માળખાગત વિકાસ, સમયપાલન, પર્યાવરણની સ્થિરતા, નિકાસ, રોજગારી અને નાણાકીય સ્થિતિ સામેલ છે. તેમણે ભારતીય રેલવેને આધુનિક, કાર્યદક્ષ અને પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થા બનાવવાની સરકારની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી […]