1. Home
  2. Tag "ATS"

ગાંધીનગરઃ કારમાંથી મોતનો સામાન મળવાના કેસમાં એકની ધરપકડ, ATS તપાસમાં જોડાઈ

અમદાવાદઃ પાટનગર ગાંધીનગર નજીક સરગાસણમાંથી હથિયારો ભરેલી બિનવારસી મોટરકાર મળી આવી હતી. કારમાં હથિયારો મળી આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. દરમિયાન અમદાવાદમાંથી કારના માલિકની ધરપકડ કરીને તપાસ આરંભી છે. પોલીસે હથિયારોને લઈને આરોપીની પૂછપરછ આરંભી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આરોપી સામે અગાઉ પણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હોવાનું જાણવા […]

જુહાપુરામાંથી નકલી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયુ

અમદાવાદના જુહાપુરાના એક મકાનમાંથી નકલી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયુ છે.નકલી નોટોના જથ્થા સાથે ચાર આરોપીની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. ભારતીય ચલણની રૂપિયા 500ના દરની નકલી નોટો મળી આવી છે. જેની કુલ કિંમત રૂ.48 હજાર મળી આવી છે. ATS વિભાગને મળેલ માહિતી મુજબ અમદાવાદના સરખેજના ફતેવાડીના સહેજાદ પાર્કમાં 4 શખ્સો દ્વારા ભારતીય ચલણની નકલી નોટોની […]

ગુજરાતમાં એક વર્ષમાં 1900 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સનું નેટવર્ક તોડી પાડવા પોલીસનો એક્શન પ્લાન

અમદાવાદઃ ગુજરાતમાં યુવા પેઢીને નશાખોરીને રવાડે ચડતા અટકાવવા અને ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં પોલીસે વિવિધ વિસ્તારોમાંથી લગભગ 1900 કરોડથી વધુની કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે તેમજ નશાનો કાળો કારોબાર કરતા અનેક આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાન […]

નવી મુંબઈઃ ગેરકાયદે વસવાટ કરતા ચાર બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત

મુંબઈઃ દેશમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશ તથા અન્ય દેશના નાગરિકોને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન મહારાષ્ટ્રમાં નવી મુંબઈથી એટીએસની ટીમે ચાર જેટલા બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી લેવા હતા. તેમજ તેમને પરત તેમના દેશ મોકલી આપવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નવી મુંબઈમાં ગેરકાયદે રીતે કેટલાક બાંગ્લાદેશી નાગરિકો […]

ચૂંટણીના ધમધમાટ વચ્ચે ATS-GSTનું મેગા ઓપરેશન, 150 સ્થળો ઉપર દરોડા

અમદાવાદઃ ગુજરાત ATS અને GST વિભાગે સંયુક્ત ઓપરેશનમાં શનિવારે સુરત, અમદાવાદ, જામનગર, ભરૂચ અને ભાવનગર સહિત 150 સ્થળોએ દરોડા પાડ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે આ સંયુક્ત ઓપરેશનમાં ટેક્સ ચોરી અને આંતરાષ્ટ્રીય માર્ગોથી નાણાની લેવડ-દેવડની તપાસ કરવામાં આવી રહી છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન સુરક્ષા એજન્સીઓએ ગુજરાતમાં 71.88 કરોડ રૂપિયાની વિક્રમી જપ્તી કરી છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં […]

UP: બાંગ્લાદેશી આતંકવાદી સંગઠનનો પર્દાફાશ, ATSએ 8 ત્રાસવાદીઓને ઝડપી લીધા

લખનૌઃ દેશની સુરક્ષા એજન્સીઓએ આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ઉત્તરપ્રદેશની એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ (એટીએસ)ની ટીમે આઠ આતંકવાદીઓને ઝડપી લીધા હતા. આ આતંકવાદીઓ જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હોવાનું ખુલ્યું છે. ચોક્કસ બાતમીના આધારે એટીએસની ટીમે તમામ આતંકવાદીઓની આગવીઢબે પૂછપરછ આરંભી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એટીએસની ટીમે વિવિધ વિસ્તારમાં દરોડા પાડીને લુકમાન, કારી મુખ્તાર, […]

પીએફઆઈ અંગે અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળો ઉપર દરોડા

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓએ પીએફઆઈ સામે દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, બનાસકાંઠા અને નવસારીમાં પણ દરોડા પાડવામાં આવ્યાં હતા. સમગ્ર રાજ્યમાંથી લગભગ 10 શખ્સોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં એટીએસ અને એસઓજી સાથે મળીને એનઆઈએની ટીમે ગુજરાતમાં દરોડા પાડ્યાં છે. એનએઆઈ દ્વારા […]

આતંકવાદી હબીબુલના મોબાઈલમાંથી આતંકવાદીઓના 100 વીડિયો મળ્યાં

નવી દિલ્હીઃ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હબીબુલ નામના શખ્સને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો હતો. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આરોપી પાસેથી આતંકી આકાઓના ઝેર ઓકતા વિડીયો મળી આવ્યાં હતા. એટલું જ નહીં આરોપી આતંકવાદી તાલીમ માટે પાકિસ્તાન જવાનો હોવાનું જામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદી સંગઠન જૈશ સાથે જોડાયેલા આતંકી હબીબુલ ઈસ્લામના મોબાઈલમાંથી […]

લઠ્ઠાકાંડઃ રોજિદામાં મૃતકોની અંતિમયાત્રામાં સમગ્ર ગામ હિબકે ચડ્યું

અમદાવાદઃ બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ પ્રકરણમાં 25થી વધારે વ્યક્તિઓના લઠ્ઠાકાંડમાં મૃત્યુ થવાનું જાણવા મળે છે. દરમિયાન રોજિદા ગામમાંથી મૃતકોની અંતિમ યાત્રા યોજાઈ હતી. એક સાથે મૃતકોની અંતિમ યાત્રા યોજાતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર આજે વહેલી સવારથી જ એકસાથે 5-5 મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી રહી છે. […]

કચ્છના મુન્દ્રા બંદરેથી રૂ. 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી નશીલા દ્રવ્યોના નેટવર્કને તોડી પાડવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન એટીએસની ટીમે કચ્છના મુંદ્રા બંદરેથી રૂ. 350 કરોડનું 70 કિલો જેટલુ હેરોઈનનો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો એક કન્ટેનરમાંથી મળી આવ્યો હતો આ કન્ટેનર દુબઈથી નીકળ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મુંદ્રા બંદરે દુબઈથી એક કન્ટેનર આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code