1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જુહાપુરામાંથી નકલી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયુ
જુહાપુરામાંથી નકલી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયુ

જુહાપુરામાંથી નકલી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયુ

0
Social Share

અમદાવાદના જુહાપુરાના એક મકાનમાંથી નકલી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયુ છે.નકલી નોટોના જથ્થા સાથે ચાર આરોપીની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. ભારતીય ચલણની રૂપિયા 500ના દરની નકલી નોટો મળી આવી છે. જેની કુલ કિંમત રૂ.48 હજાર મળી આવી છે.

ATS વિભાગને મળેલ માહિતી મુજબ અમદાવાદના સરખેજના ફતેવાડીના સહેજાદ પાર્કમાં 4 શખ્સો દ્વારા ભારતીય ચલણની નકલી નોટોની હેરફેરી કરવા સાથે છાપીને બજારમાં ઘૂસાડવાના કોભાંડનો પર્દાફાશ કર્યો છે. ATS દ્વારા સહેજાદ પાર્કમાં રેડ પાડીને 500 રૂપિયાની નકલી 48 હજારની નોટો કબજે કરેલ અને નોટો છાપવા માટેનું કલર પ્રિન્ટર, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ATS દ્વારા આરીફ મકરાણી, ફૈઝાન મોમીન, મુજમીલ ઉર્ફે મુજજો શેખ અને અસલમ ઉર્ફે રિસ્કી શેખને ઝડપી પાડવામાં આવ્યા છે. અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને તપાસ હાથ ધરેલ છે. નકલી નોટો બનાવવા માટે પ્રિન્ટિંગ મશીન અને કલર સહિતનો ઉપયોગ અહીં કરતા હોવાની માહિતી મળી હતી.

છેલ્લા ઘણા સમયથી આરોપીઓ નકલી નોટ બનાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. જો કે અત્યાર સુધીમાં આ આરોપીઓએ નકલી નોટો બજારમાં કોઇ જગ્યાએ વેચી છે કે કેમ તે દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. ATS દ્વારા ધરપકડ બાદ આરોપીઓની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. આ નકલી નોટ બનાવવાની સામે આ આરોપીઓ 60 ટકા જેટલુ પેમેન્ટ મેળવતા હતા. હાલ તો આ આરોપીઓ સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલુ છે અને આ નેટવર્ક અન્ય કેટલા સ્થળે ફેલાયેલુ છે. અન્ય આરોપીઓ ક્યા છે તે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code