1. Home
  2. Tag "attack"

ઇઝરાયલી સેનાએ ગાઝામાં નાસિર હોસ્પિટલ પર હુમલો કર્યો, બે ટોચના હમાસ કમાન્ડરો ઠાર મરાયાં

ઇઝરાયલ સંરક્ષણ દળોએ ગાઝામાં નાસેર હોસ્પિટલ પરના હુમલામાં બે ટોચના હમાસ કમાન્ડરોને ઠાર મારવામાં આવ્યાં હતા. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે X પરની એક પોસ્ટમાં લખ્યું હતું કે ગાઝામાં નાસેર હોસ્પિટલની અંદરથી કાર્યરત બે મુખ્ય હમાસ કમાન્ડરો માર્યા ગયા હતા. ગુપ્ત માહિતી એકત્રિત કર્યા પછી, આ હુમલો ચોકસાઈવાળા શસ્ત્રોથી કરવામાં આવ્યો હતો. ઇઝરાયલી સૈન્યએ હમાસ પર નાગરિક […]

મહાકુંભમાં અયોગ્ય સુવિધાઓના આક્ષેપ સાથે અખિલેશ યાદવે CM યોગી ઉપર કર્યાં પ્રહાર

લખનૌ: સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નામ લીધા વિના તેમના પર કટાક્ષ કરતા કહ્યું હતું કે,અભદ્ર નિવેદનો દર્શાવે છે કે જ્યારે નકારાત્મકતા ચરમસીમાએ હોય છે, ત્યારે દેશ, સમય અને સ્થળની ગરિમાની પરવા કર્યા વિના માનસિકતા શબ્દોના રૂપમાં પ્રગટ થાય છે. સમાજવાદી પાર્ટીના વડા યાદવે તેમના સત્તાવાર ‘X’ એકાઉન્ટ પર એક પોસ્ટમાં જણાવ્યું […]

બાંગ્લાદેશ એરફોર્સ બેઝ પર હુમલો, એક વ્યક્તિનું મોત

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં દેશના દક્ષિણ-પૂર્વ કિનારે કોક્સ બજારમાં સ્થિત વાયુસેના બેઝ પર ઘણા બદમાશોએ હુમલો કર્યો. આ ઘટના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર માટે વધુ એક આંચકો છે, જેના પર વારંવાર દેશમાં ચાલી રહેલી અરાજકતાને રોકવા માટે કોઈ નક્કર પગલાં ન લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. બાંગ્લાદેશ સશસ્ત્ર દળોની મીડિયા શાખા, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ […]

પશ્ચિમ બંગાળ બોર્ડર ઉપર બાંગ્લાદેશી ઘુસણખોરોએ BSF ના જવાનો ઉપર કર્યો હુમલો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ સરહદ દ્વારા ભારતમાં પ્રતિબંધિત વસ્તુઓની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા બાંગ્લાદેશી ઘુસણખોરોએ બુધવારે BSF પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો, જેમાં એક જવાન ઘાયલ થયો હતો. ઘુસણખોરો મોટી સંખ્યામાં લાકડીઓ લઈને આવ્યા હતા અને તેમની પાસે વાયર કટર પણ હતા. જ્યારે BSF જવાનોએ તેમને પડકાર ફેંક્યો, ત્યારે તેમણે રોકવાને બદલે તીક્ષ્ણ […]

યુક્રેન પર રશિયાનો ડ્રોન અને મિસાઇલોથી હુમલો, 11 લોકોના મોત

મોસ્કોના દળો પૂર્વી યુક્રેનમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. આ દરમિયાન રશિયાએ ફરીથી યુક્રેન પર હુમલો કર્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હુમલો 165 મિસાઇલો અને ડ્રોનથી કરવામાં આવ્યો હતો. તેમાં 11 લોકો માર્યા ગયા અને દેશભરમાં ડઝનબંધ રહેણાંક ઇમારતો તેમજ ઉર્જા માળખાને નુકસાન થયું છે. 18 ઇમારતો, એક કિન્ડરગાર્ટન અને […]

સૈફ અલી ખાન ઉપર હુમલો કરનાર આરોપીને સિમ કાર્ડ પશ્ચિમ બંગાળની મહિલાએ આપ્યાનું ખૂલ્યું

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. પોલીસે જણાવ્યું કે અભિનેતા પર હુમલો કરનાર આરોપીને સિમ કાર્ડ આપનાર મહિલા પશ્ચિમ બંગાળની રહેવાસી છે. આ મહિલાનું નામ ખુકુમોઈ શેખ છે. મુંબઈ પોલીસની એક ટીમ મહિલાની પૂછપરછ માટે પશ્ચિમ બંગાળ ગઈ હતી. પોલીસે ખુકુમોઈ શેખનું નિવેદન નોંધ્યું. જોકે, અત્યાર […]

ચાર્લી હેબ્દોની ઓફિસ બહાર હુમલો કરનાર પાકિસ્તાનીને 30 વર્ષની જેલ

પેરિસની સ્પેશિયલ ક્રિમિનલ કોર્ટે એક પાકિસ્તાની નાગરિકને 30 વર્ષની જેલની સજા ફટકારી છે. આ વ્યક્તિ પર વર્ષ 2020માં ફ્રેન્ચ સાપ્તાહિક વ્યંગાત્મક મેગેઝિન ચાર્લી હેબ્દોની જૂની ઓફિસની બહાર બે લોકોને મારવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો. આ કરવા માટે તેણે માંસ કાપવાની છરીનો ઉપયોગ કર્યો હતો. જોકે, તેના હુમલામાં બંને વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગેરકાયદેસર […]

સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી બાંગ્લાદેશી હોવાનું ખૂલ્યું, આરોપી 5 દિવસના રિમાન્ડ પર

મુંબઈઃ પોલીસે અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપીને બાંદ્રા કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે આરોપી મોહમ્મદ શહેઝાદને 5 દિવસની કસ્ટડીમાં મોકલી દીધો છે. જોકે, પોલીસે 14 દિવસની કસ્ટડી માંગી હતી. કોર્ટમાં રજૂ કરતા પહેલા, પોલીસે આરોપીનું મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલી ભાભા હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવી. મુંબઈ પોલીસને શંકા છે કે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન […]

દિલ્હી ચૂંટણીઃ પોસ્ટર વોર તેજ બન્યું, ભાજપાએ આમ આદમી પાર્ટી ઉપર કર્યા પ્રહાર

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો વચ્ચે પોસ્ટર વોર વધુ તીવ્ર બની રહ્યું છે. સોમવારે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ પોસ્ટરો દ્વારા આમ આદમી પાર્ટી (AAP) અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું અને AAP ને પૂર્વાંચલ વિરોધી અને અરવિંદ કેજરીવાલને એક મોટા ઠગ […]

અમેરિકામાં ગણતરીના કલાકોમાં વધુ એક હુમલો, ન્યૂયોર્ક નાઈટ ક્લબમાં થયેલા અંધાધૂંધ ગોળીબાર

અમેરિકામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન થયેલા હુમલામાં 15ના મોત થયાની ઘટનાની શાહી સુકાઈ નથી. દરમિયાન અમેરિકામાં વધુ એક હુમલો થતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. આ વખતે એક હુમલાખોરે ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં 11 લોકોને ગોળી મારી હોવાનું જાણવા મળે છે. રિપોર્ટ અનુસાર, શુટિંગ ક્વીન્સના એમેઝુરા નાઈટક્લબમાં થયું હતું. 1 જાન્યુઆરીએ રાત્રે લગભગ 11:45 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code