1. Home
  2. Tag "attack"

પાકિસ્તાનમાં આતંકવાદીઓએ સુરક્ષા ચોકી ઉપર કર્યો હુમલો, 11 સૈનિકના મોત

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં ગુનાખોરી વધવાની સાથે આતંકવાદી પ્રવૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે. આતંકવાદને સમર્થન કરનાર પાકિસ્તાન સામે આતંકવાદીઓએ હવે હથિયાર ઉઠાવ્યાં હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાનના ડરબનમાં આતંકવાદીઓએ હુમલો કર્યાનું જાણવા મળે છે.  રિપોર્ટ અનુસાર આતંકવાદીઓએ એક સુરક્ષા ચોકી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અત્યાર […]

ઈઝરાયલ ઉપર હુમલો કરનાર ઈરાન ઉપર અમેરિકાએ નવા પ્રતિબંધ લગાવ્યાં

નવી દિલ્હીઃ અમેરિકાએ તેના મિત્ર ઈઝરાયેલ પર હુમલાને લઈને આકરુ વલણ અપનાવ્યું છે. ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલ હુમલાના પગલે વોશિંગ્ટને ઈરાનના ઓઈલ અને પેટ્રોકેમિકલ્સ સેક્ટર પર નવા પ્રતિબંધો લાદ્યા છે. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે, આ કાર્યવાહીથી ઈરાન પર નાણાકીય દબાણ વધશે. તે મહત્વપૂર્ણ ઉર્જા આવક પેદા કરવાની, પ્રદેશમાં સ્થિરતાને નબળી પાડવાની અને યુએસ ભાગીદારો […]

ઈઝરાયલ ઉપર હુમલો હાનિયા અને હસન નસરલ્લાહના મોતનો બદલો લેવા કર્યોઃ ઈરાન

અમને સ્વરક્ષણનો અધિકારઃ ઈરાન ઈઝરાયલ ઉપર અનેક રોકેટ છોડીને કર્યો હુમલો નવી દિલ્હીઃ મીડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ ધીમે-ધીમે અન્ય દેશોમાં પણ વિસ્તરી રહ્યું છે. દરમિયાન ઈરાને ઈઝરાયલ ઉપર રોકેટથી હુમલો કર્યો હતો. ઈરાનના વિદેશ મંત્રાલયે ઈઝરાયેલ પરના હુમલાને લઈને એક નિવેદન જાહેર કર્યું છે. ઈરાને નિવેદનમાં કહ્યું છે કે, તેણે […]

ગાઝામાં સ્કૂલ પર ઈઝરાયેલનો હુમલો, 8 લોકોના મોત

નવી દિલ્હીઃ ગાઝા શહેરની પૂર્વમાં વિસ્થાપિત લોકોના એક શાળાના આવાસ પર ઈઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા આઠ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. પેલેસ્ટિનિયન સુરક્ષા સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે બુધવારે ઇઝરાયલી વિમાનોએ શુજૈયા વિસ્તારમાં વિસ્થાપિત લોકો માટે આશ્રય સ્થાન ‘ઇબ્ન અલ-હૈથમ’ સ્કૂલ પર બોમ્બમારો કર્યો હતો. ગાઝા સિવિલ ડિફેન્સે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારી ટીમોએ ઈઝરાયેલના […]

સુદાનમાં પેરા મિલિટરી રેપિડ સપોર્ટ ફોર્સે કરેલા હુમલામાં 25 લોકોના મોત

RSF એ અબુ શૌક કેમ્પ માર્કેટમાં 4 શેલ છોડ્યા હતાં હુમલામાં 30થી વધારે લોકો ઈજાગ્રસ્ત નવી દિલ્હીઃ શ્ચિમી સુદાનના ઉત્તર ડાર્ફુર રાજ્યની રાજધાની અલ ફાશરમાં અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 25 લોકો માર્યા ગયા છે અને 30 અન્ય ઘાયલ થયા છે. ઉત્તર ડાર્ફુર રાજ્યના આરોગ્ય પ્રમુખ ઇબ્રાહિમ ખાતિરે 27 ઓગસ્ટે […]

ઈઝરાયેલ-હમાસ યુદ્ધની અસર હવે પશ્ચિમ કાંઠે પણ દેખાઈ, પેલેસ્ટિનિયના પશ્ચિમ કાંઠા પર હુમલો

હુમલા માટે જોર્ડને ઇઝરાયેલને જવાબદાર ઠેરવ્યું ઓક્ટોબર મહિનાથી ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ નવી દિલ્હીઃ ઈઝરાયેલ-હમાસ યુદ્ધની અસર હવે પશ્ચિમ કાંઠે પણ દેખાઈ રહી છે. વેસ્ટ બેંકમાં પેલેસ્ટાઈનીઓ પર હુમલાની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કાલકિલિયામાં પેલેસ્ટાઈનીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં એક યુવકનું મોત થયું છે. આ દરમિયાન જોર્ડનના વિદેશ […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે રફાહ નજીક રાહત શિબિર ઉપર હુમલો, 22ના મોતની આશંકા

નવી દિલ્હીઃ રફાહ શહેરના ઉત્તર ભાગમાં પેલેસ્ટિનિયન વિસ્થાપિત લોકોની રાહત શિબિરમાં શુક્રવારે હુમલો થયો હતો. વિસ્થાપિત લોકોથી ઘેરાયેલા આ વિસ્તારમાં ગોળીબારમાં 22 લોકોના મોત થયા છે. આ સમયગાળા દરમિયાન, 45 ઘાયલ થયા હતા.. તમામ ઘાયલ લોકોને રેડક્રોસ ફિલ્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઈન્ટરનેશનલ કમિટી ઓફ રેડ ક્રોસ અનુસાર, 21 જૂને થયેલા હુમલામાં 22 લોકો […]

મણિપુરમાં CM એન બિરેનસિંહના સુરક્ષા કાફલા ઉપર ઉગ્રવાદીઓનો હુમલો

નવી દિલ્હીઃ કાંગપોકપી જિલ્લામાં મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. રિપોર્ટ અનુસાર આ હુમલામાં એક જવાન ઈજાગ્રસ્ત થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સીએમ એન બિરેન સિંહનો સુરક્ષા કાફલો મણિપુરના હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લામાં જઈ રહ્યો હતો, પરંતુ તે દરમિયાન અચાનક અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેને જોતા સુરક્ષા દળોએ […]

ઇઝરાયેલના પશ્ચિમ રફાહ પર હુમલામાં 45 લોકોના મોત

નવી દિલ્હીઃ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ગત વર્ષથી ચાલી રહેલી યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. આ વખતે ઇઝરાયેલી સેનાએ દક્ષિણ ગાઝાના પશ્ચિમ રફાહમાં મોટી જવાબી કાર્યવાહી કરી હતી. ઈઝરાયેલે અહીં હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં 45 લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં 23 મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. […]

રશિયાનો ખાર્કિવ પર S-300 મિસાઇલોથી હુમલો, 7 લોકોનાં મોત

નવી દિલ્હીઃ રશિયાએ વહેલી સવારે યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ પર S-300 મિસાઇલોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા હતા, જ્યારે 16 લોકો ઘાયલ થયા હતા. ક્ષેત્રના ગવર્નર ઓલેહ સિનિહુબોવે રશિયાએ કરેલા આ હુમલાની પુષ્ટિ કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ રશિયન હુમલાને ‘અત્યંત ક્રૂર’ ગણાવ્યો હતો અને પશ્ચિમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code