1. Home
  2. Tag "australia"

ઓસ્ટ્રેલિયા: બાળકો માટે પ્રતિબંધિત સોશિયલ મિડિયા પ્લેટફોર્મમાં યુ-ટ્યુબનો ઉમેરો કરાયો

ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નીચેની વયનાં બાળકો માટે પ્રતિબંધિત સોશિયલ મિડિયા પ્લેટફોર્મમાં યુ-ટ્યુબનો ઉમેરો કર્યો છે. કિશોરોને નુકસાનકારક ઓનલાઇન કન્ટેન્ટથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આલ્ફાબેટની માલિકીની યુટ્યુબ ચેનલને અગાઉ શૈક્ષણિક ઉપયોગને કારણે પ્રતિબંધમાંથી બાકાત રાખવામાં આવી હતી, પણ 37 ટકા કિશોરો યુ-ટ્યુબનું નુકસાનકારક કન્ટેન્ટ જોતાં હોવાનો સર્વે પ્રસિધ્ધ થયા બાદ તેનાં પર પ્રતિબંધ […]

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અને ફાસ્ટ બોલર પેટ કમિન્સે 62 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ તોડ્યો

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન પેટ કમિન્સે ઇતિહાસ રચ્યો છે. કમિન્સે 62 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે તેણે કપિલ દેવ સહિત અનેક દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારથી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસે પેટ કમિન્સે ઇતિહાસ રચ્યો છે. […]

ઓસ્ટ્રેલિયા પૂર્વ ક્રિકેટર સ્ટીવ વોએ યુવા બેસ્ટમેન વૈભવ સૂર્યવંશીની કરી પ્રશંસા

રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ IPL 2025 માં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. વૈભવ IPL રમનાર સૌથી યુવા બેટ્સમેન છે અને તેણે પોતાની પહેલી જ સિઝનમાં ધમાલ મચાવી હતી. વૈભવની ટીમ ભલે આ સિઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય ન થઈ હોય, પરંતુ આ સિઝન વૈભવ માટે યાદગાર રહી છે. ઓસ્ટ્રેલિયન અનુભવી ક્રિકેટર સ્ટીવ વો […]

નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી તરીકે ફરીથી ચૂંટાઈ આવવા બદલ એન્થોની અલ્બેનીઝને અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એન્થોની અલ્બેનીઝને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું હતું કે,”ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી તરીકે તમારી શાનદાર જીત અને ફરીથી ચૂંટાવા બદલ @AlboMPને અભિનંદન! આ ભવ્ય જનાદેશ તમારા નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન લોકોના સ્થાયી વિશ્વાસને દર્શાવે છે. હું ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને ઈન્ડો-પેસિફિકમાં […]

ભારતીય મહિલા હોકી ટીમ ઓસ્ટ્રેલિયા સામે 0-2 થી હારી

નવી દિલ્હીઃ ભારતીય મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસના પોતાના ત્રીજા મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જોરદાર મુકાબલો કર્યો હતો પરંતુ હોકી સ્ટેડિયમમાં તેમનો 0-2થી પરાજય થયો હતો. પ્રથમ ક્વાર્ટરમાં યજમાન ટીમ માટે કર્ટની શોનેલ (9 મિનિટ) એ ગોલ કરીને શરૂઆત કરી, જ્યારે અંતિમ તબક્કામાં ગ્રેસ સ્ટુઅર્ટ (52 મિનિટ) એ બીજો ગોલ કરીને પરિણામ સીલ કર્યું. ઓસ્ટ્રેલિયા A […]

ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી 2028માં ઓલિમ્પિકમાં રમવાની ઈચ્છા

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તે હજુ પણ T20 અને ટેસ્ટ મેચો માટે ઉપલબ્ધ રહેશે, પરંતુ તેણે તાત્કાલિક અસરથી તેની ODI કારકિર્દીનો અંત લાવી દીધો છે. ગયા મંગળવારે, ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા ભારત સામે 4 વિકેટથી હારી ગયું હતું. તે મેચ હાર્યા પછી, સ્મિથ તેની ટીમના સભ્યો પાસે ગયો […]

ચેમ્પિયન્સ ટ્રોફીઃ ભારતીય ટીમ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે

ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય સ્પિનરોનું વર્ચસ્વ જોવા મળ્યું. લો સ્કોરિંગ મેચમાં વરુણ ચક્રવર્તીની શાનદાર બોલિંગનાં કારણે ટીમ ઈન્ડિયાએ 44 રનથી જીત મેળવી છે. વરુણ ચક્રવર્તીને તેમનાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યાં. આગામી ચાર માર્ચના રોજ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મુકાબલામાં […]

મહિલા પ્રીમિયર લીગઃ ગુજરાત જાયન્ટ્સ ટીમની કમાન ઓસ્ટ્રેલિયાની આ ઓલરાઉન્ડરને સોંપાઈ

ગુજરાત જાયન્ટ્સે મહિલા પ્રીમિયર લીગ (WPL)ની આગામી સીઝન માટે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનરને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટની એક અગ્રણી વ્યક્તિ, ગાર્ડનરે 2017માં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. ગાર્ડનર બે વખત, બેલિન્ડા ક્લાર્ક એવોર્ડ વિજેતા છે અને તેમણે ઓસ્ટ્રેલિયાને 2022 કોમનવેલ્થ ગેમ્સમાં, સુવર્ણ ચંદ્રક જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે દક્ષિણ આફ્રિકામાં 2023ના […]

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી: અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 184 રનથી હરાવ્યું

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ રમાઈ રહેલી ડે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 184 રનથી હરાવીને 5 મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. 5માં દિવસે 340 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 155 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી માત્ર યશસ્વી જયસ્વાલે થોડી લડત આપી. તેણે 84 રનની શાનદાર અડધી સદીની ઈનિંગ રમી હતી. […]

મેલબોર્ન ટેસ્ટઃ નીતિશ રેડ્ડીએ પ્રથમ ટેસ્ટ સદી ફટકારી, ભારત ઓસ્ટ્રેલિયાથી 116 રન પાછળ

મેલબોર્નઃ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહી છે. આજે મેચના ત્રીજો દિવસે નીતીશ કુમાર રેડ્ડીએ અણનમ સદી ફટકારી હતી. આમ ભારતે ચોથી ક્રિકેટ ટેસ્ટના ત્રીજા દિવસે નવ વિકેટ ગુમાવીને 358 રન બનાવ્યા હતા જ્યારે ખરાબ પ્રકાશને કારણે રમત વહેલી સમાપ્ત થઈ હતી. ભારતીય ટીમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code