બનાસકાંઠાના મુક્તેશ્વર જળાશયની આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું
પાલનપુરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજરોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા ખાતે આવેલ મુક્તેશ્વર ડેમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યપાલએ જળાશયનું નિરીક્ષણ કરી તેની હાલની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે અધિકારીઓ પાસેથી પાણીની ઉપલબ્ધતા, સિંચાઈ તથા પીવાના પાણી માટેના ઉપયોગ વિશે વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુક્તેશ્વર જળાશય એ વડગામ તાલુકાની સૌથી […]