1. Home
  2. Tag "bangladesh"

બાંગ્લાદેશઃ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડા બનાવવાની આંદોલનકારીઓની માંગણી

ઢાકાઃ બાંગ્લાદેશમાં સરકાર વિરોધી ઉગ્રઆંદોલન વચ્ચે વડા પ્રધાન શેખ હસીનાએ અચાનક રાજીનામું આપી દીધું અને દેશ છોડ્યો તેના એક દિવસ પછી, આંદોલનકારીઓએ કહ્યું કે તેઓ દેશની વચગાળાની સરકારના વડા તરીકે નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મોહમ્મદ યુનુસને નિયુક્ત કરવા ઈચ્છે છે. ચળવળના મુખ્ય સંયોજકોમાંથી એક નાહિદ ઇસ્લામે સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું […]

બાંગ્લાદેશની પરિસ્થિતિ ઉપર ભારત સરકાર સતત નજર

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલને લઈને તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. પીએમ મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિની આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉપરાંત અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં એ […]

બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદા ઝિયાને જેલમાંથી મુક્ત કરવા રાષ્ટ્રપતિએ કર્યો આદેશ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાજકીય અશાંતિ વચ્ચે શેખ હસીનાએ સોમવારે પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દેશ છોડી દીધો હતો. જે બાદ પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને ઢાકામાં બંગભવન ખાતે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ સાથે વચગાળાની સરકારની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં BNP […]

બાંગ્લાદેશના રાજકારણમાં શેખ હસીના પરત નહીં ફરે

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ચાલી રહેલી ઊથલ-પાથળ વચ્ચે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદ ઝાઈનું નિવેદન સામે આવ્યું છે. સજીબ વાઝેદે દાવો કર્યો છે કે, તેમની માતા રાજકરણમાં પાછા નહીં કરે. પૂર્વ મુખ્ય સલાહકાર સજીબે સોમવારે જણાવ્યું હતું કે તેમની માતા હસીનાએ પરિવારની વિનંતી પર તેમની સુરક્ષા માટે દેશ છોડી દીધો. લંડનમાં એક એજન્સીને આપેલા […]

બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ ભારતમાં હાઈ એલર્ટ, બોર્ડર પર BSF એલર્ટ

નવી દિલ્હીઃ પાડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. સ્થિતિ વણસી ગયા બાદ વડાપ્રધાન શેખ હસીનાએ સોમવારે  પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા BSFએ ભારત-બાંગ્લાદેશ સરહદ પર હાઈ એલર્ટ જાહેર કર્યું છે. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, બીએસએફના ડીજી પણ કોલકાતા પહોંચી […]

બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર રચાશેઃ આર્મી ચીફ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાંથી સતત રાજકીય ઉથલપાથલના અહેવાલો આવી રહ્યા છે. રોઇટર્સના અહેવાલ મુજબ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને સોમવારે તેઓ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા છે. વાસ્તવમાં ઢાકામાં વિરોધ પ્રદર્શન ખૂબ ઉગ્ર બની ગયા છે. શેખ હસીના અને તેની બહેન શેખ રેહાનાએ બાંગ્લાદેશ છોડી દીધું બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક […]

બાંગ્લાદેશમાં હિંસક અથડામણ વચ્ચે પરિવર્તનના ભણકારા, શેખ હસીનાએ રાજીનામું આપી દેશ છોડ્યો !

બાંગ્લાદેશમાં સરકાર વિરોધી દેખાવો વચ્ચે ફાટી નીકળેલી હિંસા હવે ઉગ્ર બની છે. આ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડ્યો હોવાના અહેવાલો છે. દરમિયાન બાંગ્લાદેશી સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે વધતી અશાંતિ વચ્ચે વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું હતું અને બાંગ્લાદેશ છોડી દીધું હતું. આ સાથે તેમની 15 વર્ષની સત્તાનો અંત આવ્યો હતો. […]

બાંગ્લાદેશમાં હિંસા ભડકીઃ અત્યાર સુધી 101થી વધારે વ્યક્તિઓના મોત

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસામાં મૃત્યુઆંક વધીને 101 થઈ ગયો છે. અનામત સુધારાની માંગ સાથે શરૂ થયેલું આંદોલન સરકાર બદલવાના આંદોલનમાં પરિવર્તિત થયું છે. સરકારના રાજીનામાની માંગ કરી રહેલા વિરોધીઓ અને સરકારના સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. વિરોધીઓએ પ્રધાનમંત્રી શેખ હસીનાના મંત્રણા માટેના આમંત્રણને પણ નકારી કાઢ્યું છે. બે જૂથો વચ્ચેના સંઘર્ષમાં અત્યાર […]

બાંગ્લાદેશમાં જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ, આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસ કરાશે

નવી દિલ્હીઃ સરકારી નોકરીઓમાં અનામતને લઈને દેશભરમાં વિદ્યાર્થીઓના હિંસક વિરોધને પગલે બાંગ્લાદેશ સરકારે જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. બાંગ્લાદેશ સરકારે કટ્ટરપંથી પક્ષ પર આંદોલનનો ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે, જેમાં ઓછામાં ઓછા 150 લોકો માર્યા ગયા હતા. માહિતી અનુસાર, જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ શાસક વડા પ્રધાન શેખ હસીનાની અવામી લીગની આગેવાની હેઠળના 14-પક્ષીય ગઠબંધનની […]

પ્રવાસીઓ માટે સૌથી અસુરક્ષિત શહેરમાં પાકિસ્તાનનું કરાચી અને બાંગ્લાદેશના ઢાકાનો સમાવેશ

નવી દિલ્હીઃ પાકિસ્તાન ઘણા આતંકવાદી સંગઠનોનો ગઢ રહ્યો છે. પેશાવરથી ક્વેટા સુધી દરરોજ આતંકવાદી ઘટનાઓ બનતી રહે છે. આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલુ પાકિસ્તાન ઈચ્છે છે કે પ્રવાસીઓ તેમના દેશ આવે, જેથી વિદેશી આવક થાય, પરંતુ એક અહેવાલે તેની આશાઓ પર પાણી ફરીવી નાખ્યું છે. હકીકતમાં, રિપોર્ટમાં કરાચીને પ્રવાસીઓ માટે બીજા નંબરનું સૌથી જોખમી શહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code