1. Home
  2. Tag "bangladesh"

ભારત-બાંગ્લાદેશ વચ્ચે બે દિવસ બાદ ફરીથી વેપાર શરૂ થયો

નવી દિલ્હીઃ પાડોશી દેશમાં હિંસાને કારણે બે દિવસથી બંધ રહેલો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો વેપાર  ફરી શરૂ થયો છે. બાંગ્લાદેશ કસ્ટમ્સે ફરી કામગીરી શરૂ કરી અને ઈન્ટરનેટ લિંક્સ પુનઃસ્થાપિત કર્યા પછી પશ્ચિમ બંગાળના પેટ્રાપોલ, ખોજડાંગા, ફુલબારી અને મહદીપુર જેવા મુખ્ય ભૂમિ બંદરો પર વેપાર ફરી શરૂ થયો. લેન્ડ પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (પેટ્રાપોલ)ના મેનેજર કમલેશ સૈનીએ […]

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે 4500થી વધુ ભારતીયો વતન પરત ફર્યા

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતના વિરોધમાં સતત હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. હિંસા વચ્ચે ભારતીયો વતન પરત આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 4500થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી વતન પરત ફર્યા છે. આ સિવાય 500 નેપાળી સ્ટુડન્ટ્સ, 38 ભૂટાની સ્ટુડન્ટ્સ અને 1 માલદીવિયન સ્ટુડન્ટ પણ ભારત આવ્યા હતા. ભારતીય હાઈ કમિશન પણ વિદ્યાર્થીઓને મદદ કરી […]

બાંગ્લાદેશઃ અનામત મુદ્દે ફાટી નીકળેલી હિંસામાં 32નાં મૃત્યુ, ઇન્ટરનેટ સેવા ઠપ્પ થઈ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિંસાને કારણે સ્થિતિ વધુ કાબૂ બહાર થઈ ગઈ છે. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ ગુરુવારે દેશના સરકારી બ્રોડકાસ્ટરને આગ ચાંપી દીધી હતી. ઢાકામાં થયેલી હિંસામાં ઓછામાં ઓછા 32 લોકોના મૃત્યુ થયા હતા. પ્રધાનમંત્રી શેખ હસીનાએ વધી રહેલી હિંસાને ડામવા માટે શાંતિની અપીલ કરી હતી. હાલની અનામત નાબૂદ કરવાની અને સિવિલ સર્વિસ રિક્રુટમેન્ટના નિયમોમાં સુધારાની […]

બાંગ્લાદેશમાં અનામતની આગ ભડકી, હિંસક અથડામણમાં ચાર વિદ્યાર્થીના મોત

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં અનામતને લઈને હોબાળો થઈ રહ્યો છે. લોકોએ રસ્તા પર ઉતરી આવીને સરકાર વિરોધ રોષ પ્રગટ કર્યો છે. તે ઉપરાંત અમુક હિંસક જૂથે પથ્થરમારો પણ કર્યો છે. જોકે આ વખતે બાંગ્લાદેશમાં અનામત માટે સમર્થકો અને વિરોધ પક્ષના લોકો સામસામે આવી ગયા છે. ત્યારે આ ઘમાસાણમાં 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. તે […]

ભારત-બાંગ્લાદેશ ટેરરિઝમ અને કટ્ટરવાદ મામલે સાથે મળીને કામ કરશે

નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક મળી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ અમારી ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ, એક્ટ ઈસ્ટ પોલિસી, વિઝન સાગર અને ઈન્ડો-પેસિફિક વિઝનના સંગમ પર સ્થિત છે. છેલ્લા એક જ વર્ષમાં અમે સાથે મળીને લોક કલ્યાણના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને પૂરા […]

ICC T20 વર્લ્ડ કપ: બાંગ્લાદેશ સામેની મેચમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે રચ્યો ઈતિહાસ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે શુક્રવારે  બાંગ્લાદેશ સામે રમાયેલી ICC T20 વર્લ્ડ કપની સુપર 8 મેચમાં હેટ્રિક લઈને એક વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. કમિન્સ T20 વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારો સાતમો અને બીજો ઓસ્ટ્રેલિયન બોલર બન્યો છે અને T20 વર્લ્ડ કપ 2024માં પ્રથમ હેટ્રિક લેનાર છે. પેટ કમિન્સની પ્રથમ બે વિકેટ 18મી ઓવરના […]

T20 વર્લ્ડ કપ: બાંગ્લાદેશ સામે દક્ષિણ આફ્રિકાનો સતત ચોથો વિજય

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ની 21મી મેચ સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશની વચ્ચે રમાઈ હતી. ન્યુયોર્કના નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે બાંગ્લાદેશને હરાવીને સુપર-8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ વખતે સાઉથ આફ્રિકાની ટીમ સુપર-8માં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ મેચ લો સ્કોરિંગ હતી, જેમાં સાઉથ […]

બાંગ્લાદેશના PM શેખ હસીનાએ સોનિયા ગાંધી અને તેમના પરિવારની મુલાકાત લીધી

નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા પડોશી દેશ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિના ગઈકાલે નરેન્દ્ર મોદીના શપથવિધી સમારોહમાં હાજરી આપ્યા બાદ આજે કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીને મળ્યાં હતા. બંને નેતાઓ વચ્ચે લંબાણપૂર્વકની બેઠક ચાલી હતી. કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે બપોરે નવી દિલ્હીમાં બાંગ્લાદેશના વડા […]

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ રવિવારે ભારત રત્ન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લીધી હતી. આ દરમિયાન અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણી પણ હાજર હતી. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના NDA નેતા નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે નવી દિલ્હીમાં છે. મોદી આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં […]

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા શેખ હસીના દિલ્હી પહોંચ્યા

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેઓ રવિવારે 9 જૂને સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના મંત્રીમંડળ સાથે શપથ લેશે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા શનિવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. આ સિવાય પ્રધાનમંત્રી શેખ હસીના રવિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code