બરડાના જંગલમાં કાલથી સફારી પાર્કનો પ્રારંભ,
વન મંત્રીના હસ્તે કાલે બરડા સફારી પાર્કનો વિધિવત પ્રારંભ કરાશે, બરડા જંગલની સમૃદ્ધ વનસ્પતિ અને વિશિષ્ટ પ્રાણી સૃષ્ટિને નિહાળવાની તક મળશે. ઓપન જીપ્સીમાં પ્રવાસીઓ ગાઢ જંગલ અને પ્રાણીઓને નિહાળી શકશે પોરબંદરઃ જિલ્લાના બરડા જંગલમાં સફારી પાર્કનો આવતી કાલ તા. 29મીને મંગળવારથી પ્રારંભ થશે. બરડા જંગલ સફારીનો વન મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને પ્રારંભ કરવામાં આવશે. […]