વડોદરાઃ 26 નગરપાલિકા વિસ્તારોમાં પડેલા 4893 ખાડાઓને પેચવર્ક કરીને પૂરવામાં આવ્યા
અમદાવાદઃ વર્તમાન ચોમાસાની ઋતુ દરમિયાન પડેલા ભારે વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોને તત્કાલ રિપેર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવેલા અભિયાન અંતર્ગત વડોદરા પ્રાદેશિક નગરપાલિકા કમિશનર તાબા હેઠળની 26 નગરપાલિકાઓમાં યુદ્ધના ધોરણે ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં આવી છે. આ નગરપાલિકા વિસ્તારોમાં પડેલા નાનામોટા 4893 ખાડાઓને પેચવર્ક કરીને પૂરવામાં આવ્યા છે. નગરપાલિકા કમિશનરની કચેરીના અધિક કલેક્ટર […]