1. Home
  2. Tag "bharuch"

ભરૂચના સમની પાસે રૂપિયા 23 કરોડના ખર્ચે બનાવાયેલો ફ્લાયઓવરબ્રિજ 25 દિવસમાં તૂટી ગયો

ભરૂચઃ રાજ્યમાં કરોડોના ખર્ચે વિકાસના કામો કરવામાં આવે છે, પણ ભ્રષ્ટ તંત્રને લીધે વિકાસ કામોનું નબળું બાંધકામ મહિનામાં જ તૂટી જતું હોય છે. ભરૂચના સમની નજીક રેલવે ફાટક ઉપર બનાવાયેલો ફલાય ઓવરબ્રિજ માત્ર 25 દિવસમાં જ તૂટી ગયો છે. આ બ્રિજ ઉપર મસમોટા ગાબડાં પડી ગયા છે. રૂ. 23 કરોડના ખર્ચે આ ફલાય ઓવર બનાવવામાં […]

ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રેસ બનાવતી કંપનીમાં ભિષણ આગ

અમદાવાદઃ ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં આગ લાગતના નાસભાગ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રેસ બનાવતી એક કંપનીમાં અચાનક આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં […]

ભરૂચના વાલીયા તાલુકામાં લિગ્નાઈટ કોલસાનો મોટો ભંડાર મળ્યો, GMDC દ્વારા જમીન સંપાદન કરાશે

ભરૂચઃ રાજ્યના  ગોહિલવાડ બાદ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાંથી કથ્થઈ સોના તરીકે ઓળખાતો લિગ્નાઈટ કોલસાનો મોટો ભંડાર મળી આવ્યો છે. વાલીયા તાલુકાની જમીનમાં કરોડો રૂપિયાનું ખનીજ ધરબાયેલુ છે. એક માઈનિંગ તો છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે. જ્યારે 18 ગામોને આવરી લેતી મોટી લિગ્નાઈટની ખાણ મળતા જીએસડીસીના ઉચ્ચ અધિકારીઓએ જમીન સંપાદન માટે સરકારની મંજુરી માગી છે. સૂત્રોના […]

ભરૂચઃ દરિયાના પાણીનું શુદ્ધિકરણ કરીને ઔદ્યોગિક એકમોને પુરુ પડાશે, દેશના પ્રથમ ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ

અમદાવાદઃ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ-૨ ઔદ્યોગિક વસાહત ખાતે રૂા.881 કરોડના ખર્ચે ઔદ્યોગિક હેતુ માટે નવનિર્મિત દેશના સૌપ્રથમ 100 એમ.એલ.ડી.ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બનાવવામાં રાજ્યના ઉદ્યોગોનો સિંહફાળો છે. ઉદ્યોગો રાજ્યની કરોડરજ્જુ સમાન છે, ત્યારે ઉદ્યોગકારોની સમસ્યાઓ-રજૂઆતોના નિરાકરણ માટે રાજ્ય સરકાર […]

ભરૂચમાં તસ્કરોનો તરખાટઃ બિલ્ડરના ઘરમાંથી લગભગ એક કરોડની ઘરફોડ ચોરી

અમદાવાદઃ ગુજરાતમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન તસ્કરોએ ભરૂચમાં તસ્કરોએ તરખાડ મચાવીને એક બિલ્ડરના બંધ ઘરના તાળા તોડીને અંદરથી લગભગ એક કરોડની મતાની ચોરી કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચમાં રહેતા જાણીતા બિલ્ડર ધર્મેશ તાપીયાવાલા પરિવાર સાથે ઘરને બંધ કરીને કુળદેવી મોઢેશ્વરી માતાજીના દર્શન […]

સહકારી સંસ્થાઓ વિના ગુજરાતના અર્થતંત્રના વિકાસની કલ્પના કરી શકાતી નથીઃ અમિત શાહ

નવી દિલ્હી/અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના ભરૂચ ખાતે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડના ‘સહકારી શિક્ષણ ભવન’નો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે,  સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડના તાલીમ ભવનનું નિર્માણ માત્ર લોકોને શિક્ષિત જ નહીં કરે પરંતુ સહકારી ક્ષેત્રના મૂળભૂત તત્વો, જ્ઞાન અને મહત્વને […]

ભરૂચના દહેજ GIDCમાં એક કંપનીમાં પ્રચંડ સાથે આગ લાગી, એક શ્રમજીવીનું મોત

અમદાવાદઃ ભરૂચમાં દહેજ જીઆઈડીસીમાં એક કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ગયો હતો. કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગી હતી. જેથી આ ઘટનામાં 20 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં એક શ્રમજીવીનું મોત થયાનું જાણવા મળે છે. દહેજમાં એક મહિનામાં આગની આ પાંચમી ઘટના બનતા જીઆઈડીસીમાં કામ કરતા શ્રમજીવીઓમાં […]

સરકાર નિષ્ઠાપૂર્વક સંકલ્પ સાથે લાભાર્થી સુધી પહોંચે તો અર્થપૂર્ણ પરિણામો પ્રાપ્ત થાયઃ PM મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાતના ભરૂચમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘ઉત્કર્ષ સમારોહ’ને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમ જિલ્લામાં રાજ્ય સરકારની ચાર મુખ્ય યોજનાઓની 100% સંતૃપ્તિની ઉજવણીને ચિહ્નિત કરે છે, જે જરૂરિયાતમંદોને સમયસર નાણાકીય સહાય પૂરી પાડવામાં મદદ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની મહિલાઓએ PM  મોદીને એક વિશાળ રાખડી અર્પણ […]

પીએમ મોદી આવતીકાલે ભરૂચમાં ‘ઉત્કર્ષ સમારોહ’ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે

ભરૂચમાં આવતીકાલે ‘ઉત્કર્ષ સમારોહ’ યોજાશે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે સંબોધન યોજનાઓની 100% સંતૃપ્તિની ઉજવણીનો કાર્યક્રમ અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી મે 2022ના રોજ સવારે 10:30 વાગ્યે ગુજરાતના ભરૂચમાં ‘ઉત્કર્ષ સમારોહ’ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે.આ કાર્યક્રમ જિલ્લામાં રાજ્ય સરકારની ચાર મુખ્ય યોજનાઓની 100% સંતૃપ્તિની ઉજવણીને ચિહ્નિત કરશે,જે જરૂરિયાતમંદોને સમયસર નાણાકીય સહાય પૂરી પાડવામાં મદદ કરશે. વિધવાઓ, વૃદ્ધો અને નિરાધાર નાગરિકોને […]

ભરૂચના આમોદ નજીક ઢાઢર નદીમાં મગરોની સંખ્યા વધતા લોકો નદીકાંઠે જતા પણ ડરી રહ્યા છે

ભરૂચઃ  શહેર નજીક આવેલા આમોદ પાસે ઢાઢર નદીમાં એકસાથે 20 મગરનું ઝુંડ દેખાતાં સ્થાનિક લોકોમાં આશ્ચર્ય સાથે ફફડાટ ફેલાયો છે. ઢાઢર નદીમાં મગરોનું ઝુંડ જોવા માટે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. ગામના રહિશો હવે મગરોના ઝૂંડને જોઈને નદીના કાંઠે જતાં પણ ડર અનુભવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના આમોદ નજીક ઢાઢર નદીના પુલનો એક વીડિયો સોશ્યલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code