1. Home
  2. Tag "Bhavnagar district"

ભાવનગર જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જળાશયોમાં 55.67 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ગત ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે મોટાભાગના જળાશયોમાં પાણીનો સંગ્રહ સારોએવો થયો હતો. ઉનાળાના પ્રારંભે ભાવનગર જિલ્લાના જળાશયોમાં સરેરાશ 55.67 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે ખેડુતોને સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે તેવી શક્યતા છે. જોકે જિલ્લામાં પાણીના તળ ખૂબ ઊંડા ઉતરી ગયા છે. અને કેનેલો દ્વારા સિંચાઈની તમામ તાલુકામાં […]

ભાવનગર જિલ્લામાં ધોરણ 9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની 57 જગ્યાઓ ખાલી,

ભાવનગરઃ ગુજરાતમાં ઘણીબધી ગ્રાન્ટેડ શાળાઓમાં પુરતા શિક્ષકો કે આચાર્યો નથી. એના લીધે શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે. ગ્રાન્ટેડ સ્કુલોના શાળા સંચાલક મંડળે અગાઉ અનેકવાર સરકારને રજુઆતો કરી છે, પણ ખાલી જગ્યાઓ ભરવામાં સરકારને કોઈ રસ હોય તેમ લાગતું નથી. ભણશે ગુજરાતના નારા સાથે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને લઈને મોટી મોટી વાતો કરવામાં આવે […]

ભાવનગર જિલ્લામાં રવિપાકના વાવેતરમાં વધારો, ડુંગળીનું વાવેતર 16,300 હેકટરમાં

ભાવનગરઃ ગોહિલવાડમાં ગત ચોમાસા દરમિયાન સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું ઉત્પાદમાં વધારો થયો હતો. દિવાળી બાદ ખેડુતોએ રવિપાકની વાવણીનો પ્રારંભ કર્યો હતો. જેમાં આ વખતે રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે. છેલ્લાં ત્રણ જ સપ્તાહમાં ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં 49,000 હેકટરનો વધારો નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં હાલ રવિ પાકનું […]

ભાવનગર જિલ્લાના વેપારીઓ 10ના ચલણી સિક્કા સ્વીકારતા ન હોવાથી ગ્રાહકોને પડતી મુશ્કેલી

ભાવનગરઃ જિલ્લામાં વેપારીઓ દ્વારા 10ના ચલણી સિક્કા સ્વીકારવામાં આવતા ન હોવાથી ગ્રાહકો પરેશાન બની રહ્યા છે. ભાવનગર શહેરમાં તો વેપારીઓ અને પાન – ગલ્લાની લારીઓ વાળાઓ લાંબા સમયથી રૂ. દસના સિક્કા લેવાનું બંધ કરતા લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. આ અગાઉ પાંચની નોટ પણ વેપારીઓ દ્વારા સ્વીકારવામાં આવતી નહતી. અને હવે દસના ચલણી સિક્કા લઈ […]

ભાવનગર જિલ્લાના રોડ-રસ્તાઓની હાલત બીસ્માર, વાહનચાલકોને ભોગવવી પડતી હેરાનગતી

ભાવનગરઃ ગોહિલવાડમાં મેઘરાજાનું  વાજતે-ગાજતે આગમન થઈ ગયું છે. ત્યારે બીજીબાજુ જિલ્લાના રોડ-રસ્તાઓ તો એટવા બધા બીસ્માર બની ગયા છે કે વાહનચાલકો હેરાન-પરેશાન બની ગયા છે. હાલ મોટાભાગના રોડ રસ્તાઓની આવી હાલત છે, તો થોડો વધારે વરસાદપડશે તો  કેવી સ્થિતિ હશે, સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના ઘણાબધા રોડ-રસ્તોઓ બીસ્માર બની ગયા છે. જેમાં મહુવાના […]

શિક્ષણમંત્રીના જિલ્લામાં વિદ્યાર્થીઓને પુસ્તકો વિના ભણવાની નોબત આવી, ક્યાથી ભણશે ગુજરાત?

ભાવનગરઃ  શહેરમાં ધો.1થી 12ની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂરું થઇને ગત તા.13 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે, પરંતુ શહેરની અને જિલ્લાની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાજ્ય પાઠયપુસ્તક મંડળના વાંકે પુસ્તકો વિના જ અભ્યાસ શરૂ કરવો પડ્યો છે. પુસ્તકો નહીં મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓને પુસ્તકો માટે દોડા દોડી કરવી પડી રહી છે. જેમ કે […]

ભાવનગર જિલ્લામાં 281 પ્રવાસી શિક્ષકોની 1લી માર્ચથી ભરતી કરવાનો નિર્ણય

ભાવનગરઃ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ભાવનગર જિલ્લામાં તાસદીઠ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરવા માટે ધો.1થી ધો.8 સુધીની શાળાઓમાં કુલ 281 પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કરાયો છે. ખાલી રહેલી જગ્યાઓ નિયમિત રીતે ન ભરાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય અટકે નહીં તે હેતુથી તાસ દીઠ માનદ વેતનથી ભરતી કરવામાં આવશે. જિલ્લાઓમાં ખાલી જગ્યાઓ અંગે જાણકારી […]

ભાવનગર જિલ્લામાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વાંચનાલયો બનાવાશે

ભાવનગરઃ જિલ્લાના અનેક વિદ્યાર્થીઓ રાજ્ય સરકારની નોકરી માટે બહાર પડાયેલી જુદી જુદી જગ્યાઓની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારીઓ કરી રહ્યા છે.સરકારી નોકરીઓ માટે હાલમાં અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી રહે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ લાયબ્રેરીના અભાવે તૈયારી કરી શકતા નથી અને ગ્રામ્યના લોકો પણ વાંચનનો શોખ પુરો કરી શકતા નથી. જેથી વિદ્યાર્થીઓને મદદરૂપ થવા અને ગ્રામ્યજનોની […]

ભાવનગર જિલ્લામાં 100થી વધુ સરકારી શાળાઓ મર્જના નામે બંધ કરવા સામે કોંગ્રેસનો વિરોધ

ભાવનગરઃ જિલ્લામાં જે સરકારી શાળાઓમાં ઓછા વિદ્યાર્થીઓ હોય તો તેવી શાળાઓને બીજી સાળાઓમાં મર્જ કરવામાં આવી રહી છે. સરકારની આ નીતિ સામે કોંગ્રેસે વિરોધ કર્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જિલ્લામાં 100 જેટલી શાળાઓ સરકારી નીતિને કારણે બંધ થઈ રહી હોવાનું  કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારના […]

ભાવનગર જિલ્લામાં ડુંગળીના પાકની ધૂમ આવક, તળાજા અને મહુવાના માર્કેટયાર્ડ છલકાયાં

ભાવનગરઃ ગોહિલવાડમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર તળાજા અને મહુવા પંથકમાં થયું હતું. આ વર્ષે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ડુંગળીના વાવેતરમાં વધારો થયો હતો. જિલ્લામાં હાલ ડુંગળીની ધૂમ આવક શરૂ છે. અને ભાવનગર તથા મુહવા-તળાજાના માર્કેટ યાર્ડમાં હજારો ગુણી ડુંગળીનો ભરાવો થઇ ગયો છે ત્યારે આ વર્ષે ગત વર્ષની તુલનામાં ભાવનગર જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code