1. Home
  2. Tag "Bhavnagar"

ભાવનગરને દિલ્હી સાથેની ટ્રેન સેવા બાદ હવાઈ સેવાને પણ છીનવી લેવામાં આવી

ભાવનગરઃ શહેરને દિલ્હી સાથેનો વ્યવહાર અનુકૂળ આવતો ન હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ભાવનગરને દિલ્હીની હવાઇ કનેક્ટિવિટી મળી હતી, અને આ હવાઇ સેવામાં પણ કુલ ક્ષમતાના 50 ટકા મુસાફરોની આવન-જાવન હતી, છતાં ફ્લાઇટ એકાએક બંધ કરી દેવામાં આવી છે. જ્યારે કોરોના અગાઉ રાજકોટ-સરાઇરોહિલા ટ્રેનમાં ભાવનગરના 5 ડબ્બા સુરેન્દ્રનગરથી જોડવામાં આવતા તે પણ બંધ […]

ભાવનગરના રાણિકા વિસ્તારમાં નજીવી વાતે બે જુથ બાખડી પડતા પથ્થરમારો

ભાવનગરઃ શહેરના રાણીકા વિસ્તારમાં સામાન્ય બાબતે યુવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ આ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ત્યારે આ સમગ્ર મામલે પોલીસને જાણ થતા સી-ડીવીઝન પોલીસ, એલસીબી, એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, આ ઘટનાને લઈ સી. ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. […]

ભાવનગર અને રાજકોટ રેલવે ડિવિઝનના તમામ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો

સુરેન્દ્રનગરઃ સમગ્ર રાજ્યમાં કોરોના કાળ દરમિયાન રેલવે જંક્શન પર પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો અને આ ભાડું વધતા મુસાફરો સહિત તેમના સગા સંબધીઓને હાલાકી પડી રહી હતી ત્યારે ભાવનગર અને રાજકોટ ડિવિઝનના રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ભાડા ઘટાડવાની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના રેલવે સ્ટેશનો પર હવે થી રૂ.30 […]

ભાવનગર માર્કેટ યાર્ડમાં મગફળીની બોરીઓ ચોરાતા વેપારીઓએ હરાજી ઠપ કરી

ભાવનગરઃ શહેરના માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીથી લઈને શાકભાજી સુધીની કૃષિની જણસની સતત આવકથી દિવસ-રાત યાર્ડ ધમધમતું રહેતું હોય છે આમ છતાં  રાત્રે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાંથી મગફળીની બે ગુણની ચોરી થતા વેપારીઓ રોષે ભરાયા હતા. આથી આજે સવારના સમયે એકાદ કલાક સુધી મગફળીના વેપારીઓએ હરાજી ઠપ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જોકે બાદમાં મગફળી હરાજી […]

વજન જોઈને જ ગેસનું સિલિન્ડર ખરીદજો,ભાવનગરમાં કૌભાંડ પકડાતા 6 લોકોની અટકાયત કરવામાં આવી

કુલ 96 ગેસ સિલિન્ડર સાથે ૬ શખ્સની અટકાયત ગઠિયાઓ બાટલામાંથી 3 કિલો ગેસ કાઢી લેતા વજન ચેક કરીને ગેસનું સિલિન્ડર લેવું ભાવનગર :લોકો ચોરી કરવા માટે હવે એવી હદ સુધી પહોંચી ગયા છે કે,ગેસના સિલિન્ડરમાંથી પણ ગેસ ચોરી રહ્યા છે. આ પ્રકારનું એક કૌભાંડ ભાવનગરમાં પકડાયું છે તેના કારણે લોકોએ હવે સતર્ક થવાની જરૂર છે, […]

ભાવનગરઃ જિલ્લા જેલમાં મહિલા કેદીએ કર્યો આપઘાત

અમદાવાદઃ ભાવનગરની જિલ્લા જેલમાં મહિલા કેદીએ બેરેકમાં ગળાફાંસો ખાઈને જીવન લીલા સંકેલી લેતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સુનિતા અજય મકવાણા નામની મહિલાએ ઘરકંકાસથી કંટાળીને રાજપરા-ખોડિયાળ મંદિર પાસે આવેલા તળાવમાં પોતાના સંતાનને ડુબાળીને હત્યા કરી હતી. તેમજ તેણે પણ નદીમાં ઝંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, લોકોએ મહિલાને બચાવી લીધી […]

ભાવનગર, પાલિતાણા અને મહુવા યાર્ડમાં કપાસ,મગફળીની ધૂમ આવક, સારા ભાવથી ખેડુતો ખૂશખૂશાલ

ભાવનગરઃ જિલ્લામાં ખરીફ પાકનું ઉત્પાદન સારૂએવું થયું છે. દિવાળી બાદ ભાવનગર, મહુવા અને પાલીતાણાના માર્કેટ યાર્ડો ફરી ધમધમતા થયા છે. ચોમાસાના બે મુખ્ય પાક મગફળી અને કપાસના વેચાણ માટે ખેડૂતોનો ધસારો વધ્યો છે. જો કે મહુવા યાર્ડમાં મગફળીની આવક વધી જતા ગુરૂવારથી મગફળી લાવવા પર પ્રતિબંધ ફરમાવાયો હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગર યાર્ડના સૂત્રોના જણાવ્યા […]

ભાવનગર અને રાજકોટ ડિવિઝન દ્વારા 13 ટ્રેનોમાં વધારાના કોચ લગાવાશે

ભાવનગરઃ દિવાળીના તહેવારોમાં વધી રહેલા ટ્રાફિકને પહોંચી વળવા માટે ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવી રહ્યા છે. જેમાં ભાવનગર ડિવિઝનની 6, રાજકોટ ડિવિઝનની 7 ટ્રેનોમાં અસ્થાયી ધોરણે વધારાના કોચ લગાવાશે. જેમાં  સોમનાથ-ઓખા-સોમનાથ સ્પેશિયલમાં એક વધારાના એસી થ્રી ટાયર કોચ, સોમનાથી રવિવારથી મંગળવાર સુધી  અને ઓખાથી સોમવાર સુધી સુધી લગાવાશે, પોરબંદર– દિલ્હી સરાય રોહિલ્લા –પોરબંદર સ્પેશિયલમાં એક […]

ભાવનગરમાં આવાસોના લોકાર્પણ બાદ રાષ્ટ્રપતિ સવારે દિલ્હી જવા રવાના થયા

ભાવનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમવાર ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. ભાવનગરથી તલગાજરડા ચિત્રકુટમાં સંત મોરારીબાપુ સાથે ધાર્મિક સત્સંગ કર્યા બાદ રાષ્ટ્રપતિએ ભાવનગર પરત ફરીને ઈ ડબલ્યુ એસ આવાસોનું લોકોર્પણ કર્યું હતું અને ભાવનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરી આજે  શનિવારે સવારે તેઓ દિલ્હી જવા રવાના થયા હતા. ભાવનગર પ્રથમ વાર આવેલા રાષ્ટ્રપતિ અને પરિવારના સભ્યો સર્કિટ […]

રાષ્ટ્રપતિ રામનાથજી શુક્રવારે ભાવનગરની મુલાકાતે આવશે, મોરારી બાપુ સાથે મુલાકાત કરશે

અમદાવાદઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાતના પ્રવાસે  આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ કોવિંદ આગામી 29 તારીખે ભાવનગર આવશે. ભાવનગરમાં આવાસ યોજનાનું લોકાર્પણ રાષ્ટ્રપતિના હસ્તે કરાશે. સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી 29 તારીખે રાષ્ટ્રપતિ કોવિંદ ભાવનગર આવશે. જ્યાં તેમના હસ્તે આવાસ યોજનાનું લોકાર્પણ કરાશે. એટલું જ નહીં મોરારીબાપુ સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code