1. Home
  2. Tag "Bhavnagar"

ભાવનગરના માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવકનો પ્રારંભ, રૂપિયા 1142થી 1561ના ભાવ બોલાયા

ભાવનગર : ગોહિલવાડ પંથકમાં ચોમાસાના આગમન ટાણે જ સારા વરસાદને લીધે ખરીફ પાકનું સારૂએવું વાવેતર થયું હતું. જો કે ચામાસા દરમિયાન કેટલાક વિસ્તારોમાં સમયાંતરે પડેલા ભારે વરસાદને લીધે કપાસ સહિતના પાકને થોડુઘણું નુકશાન પણ થયું હતુ. જિલ્લામાં આ વર્ષે 2,56,600 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરાયુ હતું. કપાસનો પાક તૈયાર થઈ જતાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સોમવારે […]

ભાવનગરના હિલપાર્ક નજીક ભરાયેલા પાણીમાં નાહવા પડેલા બે બાળકોના ડુબી જતાં મોત

ભાવનગરઃ ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદને કારણે નદી-નાળાં-તળાવો ભરાયેલા છે. તેથી ઘણા યુવાનો અને બાળકો નાહવા માટે નદી કે તળાવોમાં જતા હોય છે. અને અકસ્માતે ઊંડાં પાણીમાં ડુબી જવાના બનાવો બની રહ્યા છે. રવિવારે જ ચોરવાડ ઉપલેટા અને ખેડાના ગળતેશ્વરની મહિસાગરમાં ડુબી જવાના ત્રણ બનાવોમાં ચાર યુવાનોના મોત નિપજ્યા હતા. આ બનાવ તાજો જ છે, […]

ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, BMCએ ઢોર પકડવા અને ટેગીંગની કામગીરી બંધ કરી

ભાવનગરઃ ગુજરાતમાં અન્ય શહેરોની તુલનાએ ભાવનગર શહેરમાં જાહેર રોડ-રસ્તાઓ પર રખડતા ઢોરના ટોળાં વધુ જોવા મળતા હોય છે. ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન પાસે રખડતા ઢોર પકડવા માટેની અલાયદી કોઈ વ્યવસ્થા નથી. મ્યુનિ.ના સત્તાધિશો દ્વારા રખડતા ઢોર પકડવા અને ટેગિંગ કરવા ટેન્ડર બહાર પાડવામાં આવે છે પરંતુ કોઈ એજન્સી તૈયાર થતી નથી. માથાભારે પશપપાલકો સામે તંત્ર પણ ઢીલુ […]

ભાવનગરમાં સરકારી મેડિલક કોલેજનું બિલ્ડિંગ માત્ર 20 વર્ષમાં જ જર્જરિત બની ગયું

ભાવનગરઃ રાજ્યમાં નવા બનાવેલા પુલો તેમજ સરકારી ઈમારતોના નબળા બાંધકામની કાયમ બુમો ઉઠતી હોય છે. સરકાર દ્વારા બાંધકામોનો કોન્ટ્રાક્ટ અપાતો અપાતો હોય છે. અને નબળા બાંધકામ સામે કોઈ મોનિટરિંગ કરાતું નથી. અને તેના લીધે સરકારી બહુમાળી બિલ્ડીંગો  તેના આયુષ્ય કરતા વહેલા જર્જરીત બની રહ્યા છે.  ભાવનગરમાં સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલના બિલ્ડીંગ માત્ર […]

ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ઉનાળુ પાકની ધુમ આવક, સારા ભાવથી ખેડુતોને રાહત

ભાવનગર:  જિલ્લાના માર્કેટ યાર્ડ્સમાં ઉનાળું પાકની લારીએવી આવક થઈ રહી છે. જેમાં મહુવા માર્કેટ યાર્ડમાં ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી પાકને લઈ વેચવા આવી રહ્યા છે. ખેડૂતોને સારી ક્વોલીટીની મગફળીમાં મણના 2,095 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી .મહુવા માર્કેટ યાર્ડ મગફળીનો નીચો ભાવ 1,300 રૂપિયા રહ્યો હતો. મહુવા માર્કેટ યાર્ડમાં આજે કુલ 73 […]

ભાવનગરના ફ્લાઈઓવર બ્રિજનું કામ ફેબ્રુઆરીમાં પૂર્ણ કરવાની મુદત, પણ 50 ટકા કામ પુરૂ થયું નથી

ભાવનગરઃ શહેરમાં પ્રવેશવાના મુખ્ય રોડ પર વર્ષોથી ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ કામ ક્યારે પુરૂ થશે તે કોઈ કહી શકતું નથી. કોંગ્રેસ દ્વારા પણ ફ્લાઈઓવર બ્રિજનું કામ સત્વરે પૂર્ણ કરવા માટે ભૂતકાળમાં આંદોલનો પણ કરાયા હતા. ઓવરબ્રિજનું કામ ચાલતું હોવાથી રોડ પર બન્ને સાઈડ ડાયવર્ઝન અપાયા છે. જે રસ્તો ખૂબ નાનો હોવાથી વારંવાર […]

ભાવનગરમાં ભારે વરસાદને લીધે રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

ભાવનગરઃ  શહેરમાં  ગુરૂવારે બપોર બાદ અચાનક ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું અને થોડીવારમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી ભરાઈ ગયા હતા. શહેરના મુખ્ય રસ્તાઓ પર ધૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. ભાવનગર શહેરમાં બપોરના ટાણે ભારે વરસાદ પડતા […]

ભાવનગરના ભાલપંથકના પૂરથી પ્રભાવિત 12 ગામની કફોડી સ્થિતિ, જિલ્લા કલેક્ટરને રજૂઆત

ભાવનગરઃ જિલ્લામાં આ વખતે સારો એવો વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ભાલ પંથકના ગામડાંની હાલત બદતર બની છે. જેમાં મીઠાના અગરના મોટા પાળાઓને લીધે વરસાદી પાણીનો નિકાલ ન થતાં ખેતરો જ્યાં નજર નાંખો ત્યાં સુધી પાણીથી ભરાયેલા નજરે પડી રહ્યા છે. ભાલ પંથકના ગામડાંના રસ્તાઓ પણ પાણીમાં ડુબેલા છે. આથી ભાલપંથકમાં આવેલા 12 ગામડાઓના આગેવાનોએ […]

ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો, દરવાજા ખોલીને પાણી છોડાયું

ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં પાણીની આવક નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા તાકીદ કરાઈ અમદાવાદઃ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદને પગલે જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. રાજ્યના જળાશયોમાં 63 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. દરમિયાન ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. […]

ભાવનગર જિલ્લાના જળાશયો બન્યા છલોછલ, શેત્રુંજી ડેમની સપાટી 30 ફુટને વટાવી ગઈ

ભાવનગરઃ ગોહિલવાડમાં સારા વરસાદને કારણે મોટાભાગના જળાશયો છલોછલ બની ગયા છે. જિલ્લામાં એક વર્ષ સુધી પીવાના પાણી અને સિંચાઈ માટેનો પ્રશ્ન નહીં રહે, પુરતું પાણી મળી રહેશે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા શેત્રુંજી ડેમની જળસપાટી વધીને 30.3 ફૂટને વટાવી ગઈ છે. આ ઉપરાંત માલણ ડેમમાં 315 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે રંઘોળા ડેમમાં 827 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code