1. Home
  2. Tag "Bhavnagar"

ભાવનગરના ભાલપંથકના પૂરથી પ્રભાવિત 12 ગામની કફોડી સ્થિતિ, જિલ્લા કલેક્ટરને રજૂઆત

ભાવનગરઃ જિલ્લામાં આ વખતે સારો એવો વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ભાલ પંથકના ગામડાંની હાલત બદતર બની છે. જેમાં મીઠાના અગરના મોટા પાળાઓને લીધે વરસાદી પાણીનો નિકાલ ન થતાં ખેતરો જ્યાં નજર નાંખો ત્યાં સુધી પાણીથી ભરાયેલા નજરે પડી રહ્યા છે. ભાલ પંથકના ગામડાંના રસ્તાઓ પણ પાણીમાં ડુબેલા છે. આથી ભાલપંથકમાં આવેલા 12 ગામડાઓના આગેવાનોએ […]

ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો, દરવાજા ખોલીને પાણી છોડાયું

ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં પાણીની આવક નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા તાકીદ કરાઈ અમદાવાદઃ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદને પગલે જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. રાજ્યના જળાશયોમાં 63 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. દરમિયાન ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. […]

ભાવનગર જિલ્લાના જળાશયો બન્યા છલોછલ, શેત્રુંજી ડેમની સપાટી 30 ફુટને વટાવી ગઈ

ભાવનગરઃ ગોહિલવાડમાં સારા વરસાદને કારણે મોટાભાગના જળાશયો છલોછલ બની ગયા છે. જિલ્લામાં એક વર્ષ સુધી પીવાના પાણી અને સિંચાઈ માટેનો પ્રશ્ન નહીં રહે, પુરતું પાણી મળી રહેશે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા શેત્રુંજી ડેમની જળસપાટી વધીને 30.3 ફૂટને વટાવી ગઈ છે. આ ઉપરાંત માલણ ડેમમાં 315 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે રંઘોળા ડેમમાં 827 […]

ભાવનગરમાં વર્ષોથી ચાલતા ફ્લાઈઓવર બ્રિજનું કામ ક્યારે પુરૂ થશે?, તંત્રને ઢંઢોળવા કોંગ્રેસે કર્યો યજ્ઞ

ભાવનગરઃ શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર ફ્લાઈ ઓવરબ્રિજનું કામ છેલ્લા બે વર્ષની ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. સમય મર્યાદામાં કામ પુરૂ ન થતાં બ્રિજના કોન્ટ્રાક્ટરને બેવાર મુદત પણ વધારી આપવામાં આવી હતી છતા પણ બ્રિજનું કામ ઘણુ બાકી છે. તે ક્યારે પુરૂ થશે તે કોઈ કહી શકે તેમ નથી. બીજી બાજુ નવા બની રહેલા […]

ભાવનગરના શેત્રુંજી ડેમની જળ સપાટી 29 ફુટે પહોંચતા નદીકાંઠાના 17 ગામોને એલર્ટ કરાયા

ભાવનગરઃ ગોહિલવાડમાં અષાઢના પ્રારંભથી મેઘરાજાએ સમયાંતરે વરસીને નદી-નાળાં અને તળાવો છલકાવી દીધા છે. ત્યારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો ભાવનગરના પાલીતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ 70 ટકા જેટલો ભરાઈ ગયો છે. શેત્રુંજી ડેમની સપાટી હાલ 29 ફૂટે પહોંચી ગઈ છે અને હજુ શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી 2030 ક્યુસેક પાણીની આવક શરૂ છે તેથી ડેમની સપાટી હજુ પણ વધશે. […]

ભાવનગરમાં દબાણ હટાવ ઝૂંબેશ, મોમીનવાડમાં ગેરકાયદે દબાણો દુર કરાયા

ભાવનગરઃ શહેરમાં વર્ષોથી થયેલા ગેરકાયદે દબાણો હટાવવાના મુદ્દે મ્યુનિ. કોર્પોરેશનને રજુઆતો છતા કોઈ કાર્યવાહી કરાતી નહોતી, પણ આખરે મ્યુનિ.ના સત્તાધિશોએ દબાણ હટાવવાની ઝૂંબેશ ઉપાડી છે. જેમાં શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલી મેઘદૂત સોસાયટીમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી તથા મોમીનવાડ વિસ્તારમાં દુકાન, ઓટલાઓ સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. મ્યુનિ.કોર્પોરેશનની ઝૂંબેશથી દબાણકારોમાં ફફડાટ […]

ભાવનગરની MK યુનિ.માં નવી શિક્ષણ નીતિ લાગુ કરવા સામે અનેક પડકારો અને સમસ્યાઓ

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં ચાલુ શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણ નીતિ અંતર્ગત અભ્યાસક્રમો લાગુ કરવા સામે અનેક પડકારો અને સમસ્યાઓ ઊભી થઈ છે.  ખાસ તો અંગ્રેજી માધ્યમને ધ્યાને લઇને યુનિ. કક્ષાએથી તમામ અભ્યાસક્રમોનું અંગ્રેજી વર્ઝન તૈયાર કરવાનું થશે યુનિ.માં નવી શિક્ષણ નીતિ અમલ થાય એટલે અંગ્રેજી માધ્યમને ધ્યાને લઇને યુનિ. કક્ષાએથી તમામ અભ્યાસક્રમોનું અંગ્રેજી વર્ઝન […]

જગન્નાથજીની રથયાત્રાઃ ભાવનગરમાં ભોંય સમાજના યુવાનોએ રથ ખેંચીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢીબીજના પર્વ નિમિત્તે અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય જગન્નાથ મય બન્યું છે. દરમિયાન ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રૂટ ઉપર 38મી રથયાત્રા નીકળી હતી. રથયાત્રાના રૂટ ઉપર ઠેર-ઠેર ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતા. ભાવનગરમાં 38મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભારે હર્ષોલ્લાસ સાથે રથયાત્રા રાજમાર્ગો પર […]

ભાવનગરના સોડવદરા ગામે પૂરના પાણીમાં 22 બકરાંને બચાવવા જતાં પિતા-પૂત્રના પણ તણાઈ ગયા

ભાવનગરઃ  શહેર નજીક આવેલાં સોડવદરા ગામે નદીના પૂરમાં 22 બકરાઓ તણાયા હતા. બકરાઓને બચાવવા જતા પિતા -પુત્ર પણ પાણીમાં તણાઈ ગયા છે . ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીમાં ગરકાવ થઈ ગયેલા પિતા પુત્રની શોધખોળ હાથ ધરી હતી પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર નજીકના વરતેજ તાબેના સોડવદરા ગામે રહેતા રામજીભાઈ પરમાર અને તેના પુત્ર રાજેશ રામજીભાઈ પરમાર ગુરૂવારે સાંજે […]

ભાવનગરના વલ્લભીપુર નજીક બોલેરો પીકઅપ પલટી ખાતા બે વ્યક્તિના મોત, 15ને ઈજા

ભાવનગરઃ ગોહિલવાડમાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. પૂરઝડપે વાહન ચલાવવાને લીધે તેમજ ઓવરટેક કરવાની ઉતાવળમાં અકસ્માતો વધુ સર્જાતા હોય છે. ત્યારે વલ્લભીપુર નજીક આવેલ પાટણા ગામ નજીક બોલેરો પીકઅપ પલટી ખાઈ જતાં બોટાદ જિલ્લાના સુંદરિયાણા ગામના બે વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે 15 થી વધુ વ્યક્તિઓને નાની મોટી ઈજા થતાં તમામને 108 એમ્બ્યુલન્સ મારફત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code